મુંબઇ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ(Maharashtra Election Result 2024) 23 નવેમ્બરના રોજ જાહેર થવાના છે. જેમાં ચુંટણીમાં મહાયુતિ અને એમવીએ વચ્ચેની કાંટાની ટક્કરને બાદ બંને જીતના દાવા કરી રહ્યા છે. જોકે, આ દરમ્યાન મહારાષ્ટ્રમાં નેતાઓની મૂંઝવણમાં વધારો થઇ રહ્યો છે. જેમાં એકઝીટ-પોલના આંકડા બાદ બંને ગઠબંધન સરકાર રચનાની નજીક પહોંચી શકે છે. જેના પગલે બંને ગઠબંધનના સહયોગી પક્ષ એલર્ટ મોડમાં છે. તેમજ સરકાર રચના માટે તોડ-જોડની રાજનીતી પણ તેજ બની શકે છે. જેના પગલે મહાયુતિ અને એમવીએના નેતાઓ સતર્ક જોવા મળી રહ્યા છે.
ધારાસભ્યોને શનિવારે સાંજ સુધીમાં બહાર મોકલવામાં આવશે
જેમાં ગુરુવારે એમવીએના સંજય રાઉત, કોંગ્રેસના નેતા બાલાસાહેબ થોરાટ અને એનસીપી-એસપીના જયંત પાટીલે બેઠક યોજી હતી. આ દરમિયાન એવી ચર્ચા થઈ હતી કે જો પરિણામો બાદ ભાજપ અને એકનાથ શિંદે જીતેલા અન્ય પાર્ટીઓના ધારાસભ્યોને તોડવાની કોશિશ કરી શકે છે. તેનાથી બચવા માટે ધારાસભ્યોને અગાઉથી જ બહાર મોકલી દેવા જોઈએ. આ બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે મોટાભાગના ધારાસભ્યોને કર્ણાટક અને તેલંગાણા જેવા કોંગ્રેસ શાસિત રાજ્યોમાં મોકલવામાં આવે. આ ધારાસભ્યોને શનિવારે સાંજ સુધીમાં બહાર મોકલવામાં આવશે. એટલે કે પરિણામોમાં ધારાસભ્યો વિજય જાહેર થતાં જ તેમને રાજ્ય બહાર મોકલી દેવામાં આવશે.
પરિણામોમાં ટફ ફાઇટ જોવા મળશે
આ નેતાઓને ત્યારે જ બોલાવવામાં આવશે જ્યારે સરકાર બનાવવાનો દાવો કરવાનો હોય અથવા અન્ય ગઠબંધન સરકાર બનાવવાની સ્થિતિમાં હોય. આ ઉપરાંત અપક્ષ અને નાના પક્ષોનો પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના એક સિનિયરનેતાએ કહ્યું કે અમને વિશ્વાસ છે કે અમારી સરકાર બનશે અને એક્ઝિટ પોલ ફરી એકવાર ખોટા સાબિત થશે. તેમણે કહ્યું કે તૈયારીઓ ચાલી રહી છે અને જો પરિણામોમાં ટફ ફાઇટ જોવા મળશે તો શનિવારે સાંજે ધારાસભ્યોને રાજ્ય બહાર મોકલવામાં આવશે.
Also Read – ફેક્ટ ચેકઃ શું 1992ના મુંબઈ રમખાણો પર ઉદ્ધવ ઠાકરેએ માફી માગી?
તેલંગાણા અથવા કર્ણાટકમાં રાખવામાં આવશે
આ ધારાસભ્યોને ક્યાં મોકલવામાં આવશે તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે તેમને તેલંગાણા અથવા કર્ણાટકમાં રાખવામાં આવશે. જેથી ત્યાં પોલીસની મદદ મળી રહે અને હોટલ વગેરેની વ્યવસ્થા પણ કરવામાં આવે. જો કે, પરિણામ આવે ત્યાં સુધી તે રાહ જોવામાં આવશે. આ ઉપરાંત એવી પણ ચર્ચા છે કે લાડલી બહેન યોજનાથી ભાજપની આગેવાની હેઠળની મહાયુતિને ફાયદો થશે. જયારે ભાજપે પોતાના ફાયદા માટે વધુ મતો પણ જોડ્યા છે. દેવેન્દ્ર ફડણવીસનું કહેવું છે કે વધુ મતદાન હંમેશા અમારા માટે ફાયદાકારક રહ્યું છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને