First formation  landing astatine  Navi Mumbai Airport, cannon salute given

નવી મુંબઈઃ નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે સૌથી પહેલી ટ્રાયલ ફ્લાઈટનું લેન્ડિંગ કરવામાં આવ્યું. એરપોર્ટના એરબેઝ સી295 ફ્લાઈટનું સફળતાપૂર્વક લેન્ડ કરવામાં આવ્યું. અહીંના કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર ઉપસ્થિત રહ્યા હતા.

એરપોર્ટના અધિકારીઓના જણાવ્યાનુસાર ઈન્ડિયન એરફોર્સના સી295 ફ્લાઈટને દક્ષિણ રન-વે 26 પર બપોરના 12.14 વાગ્યે ઉતરાણ કરવામાં આવ્યું ત્યારે વોટર કેનનથી સેલ્યુટ પણ આપવામાં આવી હતી. આ એરપોર્ટને આગામી વર્ષના અંતની શરુઆતમાં કોમર્શિયલ ફ્લાઈટનું ઓપરેશન શરુ કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. એટલે મહારાષ્ટ્રમાં વધુ એક એરપોર્ટ માર્ચ, 2025 સુધીમાં શરુ કરવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.

પહેલા તબક્કામાં એરપોર્ટના એક રન-વે અને એક ટર્મિનલ બિલ્ડિંગ હશે, જેની ડિઝાઈન કમળ આધારિત છે, જ્યાં દર વર્ષે બે કરોડ પ્રવાસીના ઓપરેશનની કેપિસિટી ધરાવે છે. બે લાખ વર્ગ મીટરના ટી-વનને એલઈઈડી (લીડરશિપ ઈન એનર્જી એન્ડ એન્વાર્યમેન્ટલ ડિઝાઈન)ના આધારિત ડિઝાઈન કરવામાં આવશે. દુનિયાભરમાં ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેશન પ્રોગ્રામ અન્વયે તેનો ઉપયોગ કરવામાં આવે છે.

અહીં એ જણાવવાનું કે એક વખત કામગીરી પૂરી કરવામાં આવ્યા પછી એરપોર્ટમાં ચાર ટર્મિનલ અને બે સમાંતર રન-વે હશે, જેમાં 350 વિમાન માટે પાર્કિંગની વ્યવસ્થા ઉપલબ્ધ હશે. નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ નવી મુંબઈમાં 1,160 હેક્ટરમાં ફેલાયેલું છે. 2020માં જીવીકે પાસેથી અદાણી દ્વારા પ્રોજેક્ટનું સંચાલન કરવામાં આવ્યા પછી 2021થી નિર્માણ કાર્ય શરુ કરવામાં આવ્યું હતું, જેમાં પહેલા વિલંબ થયા પછી હવે સમગ્ર પ્રોજેક્ટમાં ગતિ જોવા મળી છે.