Pakistan won 2nd  trial  gulam, sajid, noman made impact Credit : News18

મુલતાન: ખરાબ ફોર્મમાં ચાલી રહેલી પાકિસ્તાન ક્રિકેટ ટીમ (Pakistan Cricket team) લાંબા સમયથી ટીકાનો સામનો કરી રહી છે, હવે લાંબા સમય બાદ ટીમે ટેસ્ટ મેચ જીતી છે. પાકિસ્તાને મુલતાનમાં રમાઈ રહેલી ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં જીત મેળવી છે. આ જીતે પાકિસ્તાની ટીમમાં નવો પ્રાણ ફૂંક્યો છે.

ઈંગ્લેન્ડ સામે મુલતાનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ઈંગ્લેન્ડે પાકિસ્તાનને તેના જ ઘરઆંગણે એક ઇનિંગ અને 46 રનથી હરાવ્યું હતું. ટીમના બેટ્સમેનોએ પ્રયાસ કર્યા પરંતુ મેચ બચાવી શક્યા ન હતાં, બોલરોએ એકદમ નિરાશ કર્યા હતાં. આ જ પિચ પર સિરીઝની બીજી ટેસ્ટ મેચ રમાઈ હતી, આ મેચમાં પાકિસ્તાનનો શાનદાર પ્રદર્શન કરી જીત મેળવી હતી.

પાકિસ્તાનના ટેસ્ટ કેપ્ટન શાન મસૂદે મેચ માટે કેટલાક કડક નિર્ણયો લીધા હતાં. આ વખતે પાકિસ્તાની કેપ્ટન શાન મસૂદે ટીમના સૌથી સફળ ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી અને નસીમ શાહને ટીમમાંથી બહાર કરી દીધા હતા. સાથે જ બાબર અઆઝમને પણ પ્લેઈંગ ઈલેવનમાં તક આપવામાં આવી ન હતી.

શાન મસૂદે જે ત્રણ યુવા ખેલાડીઓને ટીમમાં તક આપી હતી. આ ત્રણ ખેલાડી ટીમની જીતનું કારણ બન્યા. શાહીન અને નસીમની જગ્યાએ ટીમમાં આવેલા સ્પિનરો નૌમાન અલી અને સાજિદ ખાને મળીને 20 વિકેટ લીધી હતી. પ્રથમ દાવમાં સાજિદે સાત અને નૌમાને ત્રણ વિકેટ ઝડપી હતી. બીજી ઇનિંગમાં સાજિદે 2 અને નૌમાને 8 વિકેટ ઝડપી હતી.

બાબર આઝમની જગ્યાએ ચોથા નંબરે બેટિંગ કરવા આવેલા કામરાન ગુલામે ડેબ્યૂમાં મેચમાં જ કામલની બેટિંગ કરી હતી. તેણે પ્રથમ ઇનિંગમાં 118 રન બનાવ્યા, જેમાં કારણે જ ટીમ પ્રથમ ઇનિંગમાં માં 366 રન બનાવી શકી હતી.

આ સાથે બાબર આઝમની ટેસ્ટ કારકિર્દી સામે સવાલો ઉઠ્યા છે.