નવી દિલ્હી : દેશના ચાર રાજ્ય આંધ્ર પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને હરિયાણામાં રાજ્યસભાની છ ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરના રોજ પેટાચૂંટણી(Rajyasabha Bypolls)યોજાશે. આ અંગે ચૂંટણી પંચે જણાવ્યું હતું કે જેમાં આંધ્ર પ્રદેશની ત્રણ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને હરિયાણામાં એક-એક બેઠક પર ચૂંટણી માટે મતદાન થશે. જ્યારે પરિણામ પણ તે જ દિવસે સાંજે કે રાત્રે જાહેર કરવામાં આવશે. આ અંગે ચૂંટણી પંચે નોટિફિકેશન બહાર પાડયુ છે.
તેલુગુ દેશમ પાર્ટી ત્રણ બેઠક જીતી શકશે
રાજ્યસભાની આ છ બેઠકોમાં આંધ્રપ્રદેશમાં સૌથી વધુ બેઠકો ખાલી છે. અહીં ત્રણ બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી યોજાશે. જગન મોહન રેડ્ડીની YSRCPના ત્રણ સાંસદો, વેંકટરામન રાવ મોપીદેવી, બીધા મસ્તાન રાવ યાદવ અને રાયગા કૃષ્ણૈયાએ રાજ્યસભામાંથી રાજીનામું આપી દીધું હતું. જેના કારણે નવા સભ્યો માટે ચૂંટણી થશે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્ર બાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) આ ત્રણેય બેઠકો સરળતાથી જીતી શકે છે.
Also read: RBI ગવર્નર શક્તિકાંતા દાસ હોસ્પિટલમાં દાખલ, છાતીમાં દુખાવાની તકલીફ
હરિયાણાના સાંસદ કૃષ્ણ લાલ પંવારે ઓક્ટોબરમાં રાજીનામું આપ્યું હતું
ઓડિશામાંથી રાજ્યસભાના સભ્ય સુજીત કુમારે સપ્ટેમ્બરમાં રાજીનામું આપ્યું હતું. તેમનોકાર્યકાળ એપ્રિલ 2026માં સમાપ્ત થવાનો હતો. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના રાજ્યસભાના સભ્ય જવાહર સિરકારે સપ્ટેમ્બરમાં રાજીનામું આપ્યું હતું. તેમનો કાર્યકાળ એપ્રિલ 2026 સુધીનો હતો. હરિયાણાના રાજ્યસભાના સભ્ય કૃષ્ણ લાલ પંવારે ઓક્ટોબરમાં રાજીનામું આપ્યું હતું. તેમનો કાર્યકાળ ઓગસ્ટ 2028 સુધીનો હતો.
આવી હોય છે રાજ્યસભાની ચૂંટણી પ્રક્રિયા
રાજ્યસભાના સાંસદો રાજ્યમાં ધારાસભ્યો દ્વારા સિંગલ ટ્રાન્સફરેબલ વોટ(STV)સિસ્ટમ સાથે પ્રમાણસર પ્રતિનિધિત્વ પ્રક્રિયા દ્વારા ચૂંટાય છે. ધારાસભ્યો દરેક સીટ માટે વોટ આપતા નથી. તેના બદલે ધારાસભ્યોએ તેમની પસંદગીના ક્રમમાં જુદા જુદા ઉમેદવારોની યાદી બનાવવાની હોય છે. તેથી રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારની પસંદગી રાજ્યમાં ચોક્કસ પક્ષના ધારાસભ્યોની સંખ્યા પર નિર્ભર રહે છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને