RSS ના કાર્યકરો પર છરી વડે હુમલો કરનારા આરોપીના મકાન પર ફર્યું બુલડોઝર…

6 hours ago 1
Attack connected  RSS workers successful  Jaipur Credit : IndiaToday

જયપુર: જયપુર મંદિરમાં RSS ના 10 કાર્યકરો પર છરી વડે હુમલાના બનાવ બાદ બુલડોઝર કાર્યવાહીના પગલાં લેવામા આવી છે. પોલીસે આરોપી પિતા-પુત્રના ઘર પર બુલડોઝર ફેરવી દીધું છે. મામલાની માહિતી આપતા પોલીસે જણાવ્યું કે એક મંદિરમાં જાગરણ પ્રસાદ વિતરણનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આ દરમિયાન નજીકમાં રહેતા પિતા-પુત્રએ આવીને તેના પર છરી વડે હુમલો કર્યો હતો. મોડી રાત સુધી ચાલી રહેલા કાર્યક્રમ સામે બંનેને વાંધો હતો.

આ પણ વાંચો : OTT વિશે RSSના વડા મોહન ભાગવતે કહી મોટી વાત, નૈતિકતા ભ્રષ્ટ થવા વિશે કહ્યું કે…

આ ઘટના બાદ હવે ગેરકાયદેસર દબાણ હટાવવા માટે આરોપી નસીબ ચૌધરીના ઘર પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. આ કેસમાં આરોપી પિતા-પુત્રની ધરપકડ કરી લેવામાં આવી ચૂકી છે. અહેવાલો છે કે તેણે મંદિરની જમીન પર કબજો કરીને 2 રૂમનું મકાન બનાવ્યું હતું. આ ગેરકાયદેસર દબાણ દૂર કરવા બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

#WATCH | Jaipur, Rajasthan: District Administration demolishes the illegally occupied location of the accused begetter and lad progressive successful the stabbing incidental astatine a temple connected Thursday night. A residential location has been allegedly built wrong the temple premises. The illegal… https://t.co/GFhw2Oaucc pic.twitter.com/ZOcmnivMa2

— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) October 20, 2024

આ પણ વાંચો : RSS માટે રાજ ઠાકરેનો પ્રેમ? જાણો શું કહ્યું રાજ ઠાકરેએ વખાણમાં…

શું હતો બનાવ?

ઉલ્લેખનીય છે કે જયપુરના કરણી વિહાર વિસ્તારમાં શરદ પૂર્ણિમાની રાતે એક મંદિરમાં ખીર (પ્રસાદી) વિતરણ કાર્યક્રમ દરમિયાન કેટલાક લોકો દ્વારા કરવામાં આવેલા હુમલામાં RSS સાથે સંકળાયેલા 10 લોકો ઘાયલ થયા હતા. પોલીસે આ મામલામાં બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

આ પણ વાંચો : ‘BJP-RSSના વિચારો મહિલા વિરોધી’, રાહુલ ગાંધીએ યુએસમાં વિદ્યાર્થીઓને કહ્યું

પોલીસે જણાવ્યું હતું કે આ મુદ્દે દલીલબાજી બાદ આરોપીઓએ અન્ય લોકોને બોલાવ્યા અને ત્યાં હાજર લોકો પર છરી વડે હુમલો કર્યો, જેમાં 10 RSS કાર્યકર્તાઓને ઈજા પહોંચી હતી. ઘાયલોમાંથી 6 લોકોને સવાઈ માન સિંહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે આ કેસમાં બે આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય લોકોને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article