સ્માર્ટફોન એ આજના સમયની મહત્ત્વની જરૂરિયાત બની ગયો છે અને ફોન વિના તો કોઈ પણ વ્યક્તિ બે મિનિટ પણ રહી શકતી નથી. આબાલ-વૃદ્ધો સૌ કોઈ મોટાભાગનો સમય પોતાના મોબાઈલ ફોન સાથે પસાર કરે છે. આ ફોનમાં અનેક એવા ફીચર્સ હોય છે જેનો આપણે રોજબરોજની લાઈફની ઉપયોગ કરતાં હોઈએ છીએ તો કેટલાક એવા ફીચર્સ એવા પણ હોય છે કે જે આપણા મોબાઈલ ફોનમાં તો હોય છે, પણ એનું શું કામ હોય છે એ નથી જાણતા હોતા. આજે અમે અહીં તમને આવા જ એક ફીચર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ ફીચર એટલે એરપ્લેન મોડ (Airplane Mode). એરપ્લેન મોડનું ફોનમાં શું કામ હોય છે એ વિશે 99 લોકોને ખબર નથી. ચાલો આજે તમને જણાવીએ આ વિશે…
સ્માર્ટ ફોનનો ઉપયોગ કરનારા તમામ લોકોને ફોનમાં રહેલાં એરપ્લેન મોડની જાણ તો હશે જ. પણ આ મોડનો ઉપયોગ શું છે, ક્યાં અને ક્યારે તે કામમાં આવે છે એની જાણકારી ખૂબ જ ઓછા લોકોને છે. પરંતુ તમારી જાણ માટે કે ફોનમાં રહેલો આ એરપ્લેન મોડ ખૂબ જ કામનું ફીચર છે. આ મોડને એક્ટિવેટ કરવામાં આવે તો ફોનમાંથી નેટવર્ક જતું રહે છે અને એને કારણે ન તો તમે ફોન કોલ કરી શકો છો કે ન તો કોઈને મેસેજ વગેરે કરી શકો છો.
આ મોડને કારણે શું થાય છે એ તો જાણી લીધું પણ વાત કરીએ એનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે એની તો આ મોડનો ઉપયોગ ફ્લાઈટમાં કરવામાં આવે છે. ફ્લાઈટમાં પ્રવાસ કરતી વખતે એરપ્લેન મોડ ઓન કરવાની જાહેરાત કરવામાં આવે છે. આવું એટલા કે પાઈલટને ફ્લાઈટ ઉડાવતી વખતે કોઈ પણ સમસ્યાનો સામનો ના કરવો પડે.
તમારી જાણ માટે કે જો ફ્લાઈટમાં મોબાઈલ કનેક્શન ઓન રહે છે તો એને કારણએ કમ્યુનિકેશન પર અસર જોવા મળે છે અને એને કારણે પાઈલટને મુશ્કેલી પડી શકે છે. ફ્લાઈટ ઉડાવતી વખતે પાઈલટ હંમેશા રડાર અને કન્ટ્રોલ રૂમના કોન્ટેક્ટમાં રહે છે. આવી પરિસ્થિતિમાં જો કોઈ ફોન ઓન એટલે કે જેના પર એરપ્લેન મોડ એક્ટિવેટ નથી કરવામાં આવતો તો આવી સ્થિતિમાં પાઈલટને યોગ્ય ઓર્ડર નથી મળી શકતા. આવી સ્થિતિમાં ફ્લાઈટમાં પ્રવાસ કરતી વખતે પેસેન્જર્સને હંમેશા જ ફોન ફ્લાઈટ મોડ પર રાખવાની સલાહ આપવામાં આવે છે.
આ પણ વાંચો : Budget 2025 : શું બજેટમાં ટેકનોલોજી અને સ્માર્ટફોન મોંધા થશે ? જાણો વિગતે…
આ સિવાય પણ એરપ્લેન મોડના બીજા પણ અનેક ઉપયોગ છે, જે જાણી લેવા મતારા માટે ફાયદાકારક સાબિત થશે. જો ફોનમાં નેટવર્કની સમસ્યા આવે છે તો આવી સ્થિતિમાં પણ એરપ્લેન મોડને એક્ટિવેટ કરીને ડિએક્ટિવેટ કરી દો. આવું કરવાથી નેટવર્કનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. આ સિવાય ફોનને રિસેટ કરવા માટે પણ એરપ્લેન મોડનો ઉપયોગ કરવામાં આવે છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને