મુંબઈ: હાલ મોટાભાગની કંપનીઓના સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામ જાહેર થઇ રહ્યા છે. જેમાં નાણાંકીય વર્ષ 2024-25 ના બીજા ક્વાર્ટરમાં મોટાભાગની કંપનીઓને નુકસાનનો સામનો કરવો પડ્યો છે. જયારે કેટલીક કંપનીઓએ ભારે નફો પણ મેળવ્યો છે. આવી જ એક કંપનીના ત્રિમાસિક પરિણામો આવ્યા છે. જેનું પરિણામ ઘણું સારું રહ્યું છે. કંપનીએ વિક્રમી નફો નોંધાવ્યો છે. જેના કારણે તેના શેરના(Stock Market)ભાવમાં તોફાની વધારો થયો છે. જેના લીધે NSE પર બપોરે 1 વાગ્યે આ શેર 19.99 ટકાના ઉછાળા સાથે શેરનો ભાવ 840 રુપિયા પ્રતિ શેર પહોંચ્યો છે.
આ પણ વાંચો : શેરબજારમાં રૂ. ૧૩ લાખ કરોડ સ્વાહા, ચાંદીમાં કિલોએ રૂ. ૧૪૯૫નો જોરદાર ઉછાળો…
નફો વધીને રુપિયા 138.70 કરોડ થયો
કંપનીએ તેના શેરહોલ્ડિંગ ડેટામાં ઘણા ફેરફારો જોવા મળ્યા કરી છે. આ કંપનીનું નામ બેન્કો પ્રોડક્ટ્સ ઈન્ડિયા છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ચોખ્ખો નફો ગયા વર્ષની સરખામણીએ બમણા કરતાં વધીને રુપિયા 138.70 કરોડ થયો છે. ગયા વર્ષે
સમાન ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો રુપિયા 66.11 કરોડ હતો. આ સમયગાળા દરમિયાન શેરહોલ્ડિંગ ડેટામાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે.
શેરધારકોને બોનસ શેર આપવાની જાહેરાત
બેન્કો પ્રોડક્ટ્સે તેના શેરધારકોને બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. છેલ્લા 17 વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે કંપની તેના શેરધારકોને બોનસ આપશે. કંપનીએ કહ્યું કે તેના બોર્ડે 1:1 રેશિયોમાં બોનસ શેર ઇશ્યૂ કરવાની મંજૂરી આપી છે. આનો અર્થ એ છે કે રાખવામાં આવેલા દરેક શેર માટે, શેરધારકોને 1 શેર મફતમાં આપવામાં આવશે.
શેરહોલ્ડિંગ ડેટામાં ઘણા ફેરફારો જોવા મળ્યા
સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન બેન્કો પ્રોડક્ટ્સના શેરહોલ્ડિંગ ડેટામાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ તેમનો હિસ્સો 3.21 ટકાથી ઘટાડીને 3.08 ટકા કર્યો છે. જ્યારે સંસ્થાકીય રોકાણકારોનો હિસ્સો 3.35 ટકાથી ઘટીને 3.26 ટકા થયો છે. જો કે, બીજી તરફ, મ્યુચ્યુઅલ ફંડ્સે તેમનો હિસ્સો 0.07 ટકાથી વધારીને 0.11 ટકા કર્યો છે.
આ પણ વાંચો : Mutual Fund: આ ફંડે 22 વર્ષમાં આપ્યું અધધધ વળતર, 10 લાખના 7.26 કરોડ થયા
કંપનીની પ્રોફાઈલ
બેન્કો પ્રોડક્ટ્સ, હીટ એક્સ્ચેન્જર્સ અને કૂલિંગ સિસ્ટમ્સના ઉત્પાદન અને વેચાણનો વ્યવસાય કરે છે. આ કંપની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને બજારોને પૂરી કરે છે. ઓટોમોટિવ અને ઔદ્યોગિક એપ્લિકેશન્સમાં કંપનીના ઉત્પાદનોની ખૂબ માંગ છે. બેન્કો પ્રોડક્ટ્સના શેરમાં આ વર્ષે અત્યાર સુધીમાં લગભગ 33 ટકાનો વધારો થયો છે.