Sunita Williams જોખમમાં! ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં 50 જગ્યાએ તિરાડો પડી

2 hours ago 1

નવી દિલ્હી: છેલ્લા ઘણા મહિનાઓથી સુનિતા વિલિયમ્સ સાથી અવકાશયાત્રીઓ સાથે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (Sunita Williamd successful ISS)માં છે. એવામાં તેમની ચિંતામાં વધારો થયો છે, ISSમાં ખામીઓ સર્જાઈ રહી છે. છેલ્લા પાંચ વર્ષથી ISSમાં લીકેજ થઈ રહ્યું હતું પરંતુ તાજેતરના અહેવાલ મુજબ હવે 50થી વધુ જગ્યાએ લીકેજની સમસ્યા છે. એટલું જ નહીં ISSમાં તિરાડો પણ દેખાઈ રહી છે.

નાસાનો એક તપાસ રિપોર્ટ જાહેર થયો છે, જેમાં જાણવા મળ્યું છે કે ISS જોખમમાં છે. જેના કારણે અહીં સુનીતા વિલિયમ્સ સહિત અવકાશયાત્રીઓના જીવ જોખમમાં છે.


Also read: Spaceમાં ફસાઇ Sunita Williams, અવકાશયાન પરત કરવાનું મિશન રહ્યું મોકૂફ


ISSમાં હવાનું દબાણ ઝડપથી ઘટી રહ્યું છે:

મળતી માહિતી મુજબ, ISSમાં હવાનું દબાણ હવે ઝડપથી લીક થઈ રહ્યું છે. આ હવા અવકાશયાત્રીને ટકી રહેવા માટે જરૂરી છે. સામાન્ય રીતે 7 થી 10 અવકાશયાત્રીઓ અહીં કોઈપણ સમયે હાજર હોય છે. હાલમાં અન્ય અવકાશયાત્રીઓ સાથે ભારતીય મૂળના સુનિતા વિલિયમ્સ પણ અહીં હાજર છે. જો કે, ફૂટબોલ મેદાનના કદના આ સ્પેસ સ્ટેશનમાં લીક થવાની માહિતી 2019માં જ મળી હતી, પરંતુ હવે એ લીકેજ વધી રહ્યું છે.

રશિયન વિભાગમાં લિકેજ થઈ રહ્યું છે:

સ્પેસ સ્ટેશનમાં અમેરિકન અને રશિયન વિભાગો છે. આ બે વિભાગો અલગ છે પણ એકબીજા સાથે જોડાયેલા છે. લીક રશિયન વિભાગમાં થયું હતું પરંતુ નાસા અને રોસકોસમોસ આ અંગે સહમત નથી. 2019 માં, રશિયન મોડ્યુલ ઝવેઝદાને ડોકિંગ પોર્ટ સાથે જોડતી ટનલમાં લીક જોવા મળ્યું હતું જ્યાં કાર્ગો અને પુરવઠો આવે છે. પરંતુ હવે તેમાં ઘણો વધારો થયો છે. હવે ત્યાં હાજર અવકાશયાત્રીઓ તેને ઠીક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.


Also read: અંતરીક્ષમાં ફસાયેલ Sunita Williamsના પાછા ફરવાને લઈને NASAનું નિવેદન


સુનિતા વિલિયમ્સ જૂન 2024થી ISSમાં છે:

સુનિતા વિલિયમ્સ જૂન 2024 થી ISS પર હાજર છે કારણ કે અવકાશયાન બોઇંગ સ્ટારલાઇનરમાં થોડી સમસ્યા છે. આ કારણે તેને અને તેના પાર્ટનરને પાછા આવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એવી અપેક્ષા છે કે તેઓ સ્પેસએક્સના ક્રૂ ડ્રેગન દ્વારા ફેબ્રુઆરી 2025 માં પૃથ્વી પર પાછા ફરશે.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article