નવી દિલ્હી : અમેરિકાના (US Election Results Live) 47 માં રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાયા છે. ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર પોસ્ટ કરતા ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ પોસ્ટમાં કહ્યું, “મારા મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પ, તમારી ઐતિહાસિક જીત પર હાર્દિક અભિનંદન.
” જે રીતે તમે પાછલા કાર્યકાળની સફળતાઓ આગળ વધારી રહ્યા છો. હું ભારત-યુએસ વ્યાપક વૈશ્વિક અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે ઉત્સુક છું. ચાલો સાથે મળીને લોકોની સુખાકારી માટે અને વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ વધારવા કામ કરીએ. “
મારા છેલ્લા શ્વાસ સુધી તમારી માટે લડીશ
ડોનાલ્ડ ટ્રમ્પે જીત બાદ ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે આજે એક સ્ટારનો જન્મ
થયો છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સમર્થકોને સંબોધતા કહ્યું, ‘આ એક રાજકીય જીત છે જે અમેરિકાએ પહેલા ક્યારેય જોઈ ન હતી. હું દરરોજ અને મારા છેલ્લા શ્વાસ સુધી તમારી માટે લડીશ.
હું ત્યાં સુધી નહિ અટકું જ્યાં સુધી અમારા બાળકો માટે સુરક્ષિત, મજબૂત અને સક્ષમ અમેરિકા ન બનાવું. જે તે હકદાર છે. હવે અમે કોઈ યુદ્ધ નહિ થવા દઈએ.
આપણ વાંચો: US Election Result Live: ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસે 200નો આંક પાર કર્યો, કાંટાની ટક્કર
જનતાએ અમને ખૂબ જ મજબૂત જનાદેશ આપ્યો
ડોનાલ્ડ ટ્રમ્પે સ્વિંગ રાજ્યના મતદારોનો આભાર માન્યો. તેણે કહ્યું કે હું તમારા પરિવાર અને ભવિષ્ય માટે લડીશ. અમને સ્વિંગ રાજ્યના મતદારોનું સમર્થન પણ મળ્યું. આગામી ચાર વર્ષ અમેરિકા માટે સોનેરી સાબિત થવાના છે. જનતાએ અમને ખૂબ જ મજબૂત જનાદેશ આપ્યો છે.
અમે અમારી સરહદ મજબૂત કરીશું
અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ બનવા જઈ રહેલા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકી લોકોનો આભાર. આવો નજારો પહેલા ક્યારેય નહિ જોયો હોય. અમે અમારી સરહદ મજબૂત કરીશું. દેશની તમામ સમસ્યાઓનું સમાધાન કરીશું.
રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ 6 નવેમ્બર, 2024ના રોજ પોતાના સમર્થકોને સંબોધિત કરશે. જ્યારે કમલા હેરિસ આવતીકાલે તેમના સમર્થકોને સંબોધિત કરશે.