અંબાણી પરિવારની ગણતરી દુનિયાના ધનવાન પરિવારમાં કરવામાં આવે છે. અંબાણી પરિવારમાં કોઈપણ ધાર્મિક પ્રસંગ હોય પંડિતજી તો એક જ જોવા મળે. આજે અમે અહીં તમારા માટે અંબાણી પરિવારના આ ખાસમખાસ પંડિતજી કોણ છે અને તેમને પૂજા-અર્ચના કરવા માટે કેટલી ફી ચૂકવવામાં આવે છે એની માહિતી લઈને આવ્યા છીએ.
આ પણ વાંચો : Viral Video: Isha Ambaniના લગ્નમાં Radhika Merchantનો રૂઆબ જોયો કે…
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન હોય કે ઘરે ગણેશોત્સવ દરમિયાન બાપ્પાની સ્થાપના કરવાની હોય તમામ પ્રસંગો પર પંડિતજી તરીકે જોવા મળ્યા ચંદ્રશેખર શર્માજી. પંડિત ચંદ્રશેખર શર્માજી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને મુંબઈ ઈન્ડિયન્સ સાથે પણ જોડાયેલા છે અને તેઓ અંબાણી પરિવારના ખૂબ જ ખાસ અને નજીકની વ્યક્તિ ગણાય છે. જોકે, ખાલી અંબાણી પરિવાર જ નહીં પણ અનેક બીજા પણ જાણીતા લોકો માટે ચંદ્રશેખર શર્માજી તેમના જાણીતા અને માનીતા પંડિત છે.
વાત કરીએ ચંદ્રશેખર શર્માજીની તો તેઓ ખાલી એક જ્યોતિષી કે પંડિતજી જ છે એવું નથી. તેઓ એક પર્સનલ કોચ અને લાઈફસ્ટાઈલ મોટિવેટર પણ છે. છેલ્લાં ચાર દાયકા કરતાં પણ વધુ સમયથી તેઓ જ્યોતિષશાસ્ત્રથી જોડાયેલા છે અને તેમણે દેશભરની અનેક નામી હસ્તીઓને પોતાની સેવા પૂરી પાડી છે જેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટેલી, બીકેટી, પ્રિયંકા ચોપ્રા-જોનાસ, સોનુ નિગમ, વુડક્રાફ્ટ અને હિંમત સિંઘકા વગેરેનો સામાવેશ થાય છે. પરંતુ શું તમને ખબર છે કે પંડિતજીની ફી કેટલી છે?
ચંદ્રશેખર રાશિફળ માટે 1000 રૂપિયા, કુંડળી જોવાના 1000 રૂપિયા, મૂહુર્ત જોવા માટે 1000 રૂપિયા, ભૂમિપૂજન માટે 5000 રૂપિયા, અને સત્યનારાયણની પૂજા માટે 5000 રૂપિયા તેમ જ સુદર્શન યજ્ઞ, મૃત્યુંજય જાપ, વાસ્તુશાંતિ વગેરે માટે 50,000 રૂપિયાની ફી વસૂલે છે.
આ પણ વાંચો : ભરી મહેફિલમાં Akash Ambani એ Shloka Mehta સાથે કર્યું કંઈક એવું, હાજર સૌ કોઈ…
પંડિત ચંદ્રશેખર શર્માજી અંબાણી પરિવારના ખૂબ જ ખાસ અને અંગત સર્કલમાં આવે છે અને એટલે જ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન, તેમ જ ગણેશોત્સવ દરમિયાન ગણેશ સ્થાપના પણ પંડિત ચંદ્રશેખર શર્માજીએ જ કરાવી હતી જેને કારણે લોકો તેમને સેલિબ્રિટી પંડિતજી તરીકે પણ ઓળખે છે.