US Elections: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે. આ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે પહેલાંથી જ રસાકસી જોવા મળી રહી છે. મતદાન બાદ રિઝલ્ટ આવશે ત્યારે કોણ વિજેતા બનશે તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો: US Election 2024 : અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિમાણો પૂર્વે વ્હાઇટ હાઉસની કિલ્લેબંધી, આ છે કારણ
મોટા ભાગના રાજ્યોમાં તેમના સ્થાનિક સમય મુજબ સવારે 7 વાગ્યે મતદાન શરૂ થશે.જ્યારે કેટલાક રાજ્યોમાં વહેલી સવારે 5 વાગ્યે મતદાન શરૂ થશે. ન્યૂ હેમ્પશાયર, ટેનેસી અને વોશિંગ્ટન જેવા કેટલાક રાજ્યોમાં વિવિધ સમયે મતદાન શરૂ થશે. અહીં મતદાનનો નિર્ણય વિવિધ કાઉન્ટીઓ અથવા નગરપાલિકાઓ દ્વારા કરવામાં આવે છે. ભારતીય સમય અનુસાર સાંજે 4:30 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. જે મોડી રાત સુધી અથવા તો બુધવારે બપોર સુધી પણ ચાલશે. અમેરિકામાં બુધવારે ભારતીય સમય અનુસાર સવારે 4.30 વાગ્યા સુધીમાં મતદાન સમાપ્ત થઈ શકે છે. અમેરિકાના રાજ્યો ઘણા જુદા જુદા ટાઈમ ઝોનમાં વહેંચાયેલા હોવાથી મતદાન પૂર્ણ થવામાં થોડો વધારે પણ લાગી શકે છે.
આ પણ વાંચો: US Elections: અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીની ભારત પર શું પડશે અસર? જાણો…
ક્યારે જાહેર થશે પરિણામ?
અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં મતદાનના દિવસે અથવા બીજા દિવસે સવારે વિજેતાની જાહેરાત કરવામાં આવે છે. સૌથી પહેલાં પ્યુલર વોટનો વિજેતા જાહેર કરવામાં આવે છે, પરંતુ દર વખતે જે વધુ પોપ્યુલર વોટ મેળવે તે રાષ્ટ્રપતિ પદના વિજેતા હોય તેવું જરૂર નથી. કારણ કે અમેરિકામાં રાષ્ટ્રપતિ પોપ્યુલર વોટથી નહીં પરંતુ ઈલેક્ટોરલ કૉલેજ દ્વારા ચૂંટાય છે. આ સિવાય ક્યારેક એવું પણ બની શકે છે કે એક રાજ્યમાં અંદાજિત વિજેતા જાહેર કરવામાં આવે છે જ્યારે બીજા રાજ્યમાં મતદાન ચાલતું હોય છે. આમ તમામ રાજ્યોમાં મતદાન પૂર્ણ થયા બાદ જ વિજેતા કોણ બનશે તેની ખબર પડી શકશે.
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીતવા માટે ઉમેદવારને 270 વોટની જરૂર હોય છે. આ વખતે સાત રાજ્યો એરિઝોના, નેવાડા, વિસ્કોન્સિન, મિશિગન, પેન્સિલવેનિયા, નોર્થ કેરોલિના અને જ્યોર્જિયાના પરિણામો આગામી રાષ્ટ્રપતિ કોણ બનશે તે નક્કી કરે છે. અમેરિકામાં આ રાજ્યોને સ્વિંગ સ્ટેટ્સ કહેવાય છે.