Vicky-vidya-ka-woh-wala-video movie  review

હંમેશાં કહેવાય છે કે ફિલ્મનો હીરો તેની સ્ટોરી હોય છે. જો આ વાત તમને માન્યામાં ન આવતી હોય તો તમારે આજે રિલિઝ થયેલી ફિલ્મ વિકી વિદ્યા કા વો વાલા વીડિયો જોવાની જરૂર છે.

ફિલ્મ જોનારા માથું પછાડે છે અને લેખક રાજ શાંડિલ્યએ દર્શકોનો જરાક તો વિચાર કરવો જોઈએ તેમ કહે છે.
ફિલ્મની સ્ટોરી 1997માં સેટ થયેલી છે. બાળપણના પ્રેમી વિકી અને વિદ્યાના લગ્ન થાય છે. પરિવાર ઈચ્છે છે કે તેઓ વૈષ્ણોદેવીના દર્શન કરવા જાય, પણ કપલ ચાલ્યુ જાય છે ગોવા હનિમુન કરવા.

ફિલ્મોથી પ્રભાવિત કપલ નક્કી કરે છે કે હનિમુનનો વીડિયો શૂટ કરવામાં આવે. કરે છે ને પછી તે જૂએ છે પણ ખરા. પણ ડીવીડીમાંથી સીડી કાઢતા ભૂલી જાય છે.

Credit : LatestLY

રાત્રે ચોર આવે છે અને ડીવીડી ચોરી જાય છે. હવે પેલી સીડી શોધવાની જે ધમાસાણ છે તે આ ફિલ્મની વાર્તા છે. વાર્તાનો સેન્ટરઆઈડિયા સરસ છે, પણ સ્ક્રિપ્ટિંગ એટલું ખરાબ છે કે આજકાલ જોવા મળતા ક્રિંજ કન્ટેન્ટ પણ તેની સામે સારા લાગે.

વચ્ચે મલિલ્કા શેરાવતની લવસ્ટોરી, પોલિટિશિયન દ્વારા યોજાયેલા સમૂહ લગ્ન, ચોરને પડતી સમસ્યા. ક્યારે વાર્તા ક્યાં પહોંચે અને ક્યા પટકાઈ તે ખબર જ નથી પડતી.

આવા ખરાબ કન્ટેન્ટને પણ ન્યાય આપવાની કોશિશ રાજકુમાર રાવે કરી છે. પણ સવાલ એ થાય કે રાજકુમાર જેવા અભિનેતાએ આ ફિલ્મ સાઈન શું કામ કરી. બાકી બધાએ પણ પોતાનું પાત્ર બરાબર નિભાવ્યું છે, પરંતુ ફિલ્મના બીજા પાસા નબળા હોવાથી તેમની સાથે દર્શક કનેક્ટ જ થઈ શકે તેમ નથી.

તેમ છતાં જો તમને આવા જ ક્રિંજ કન્ટેન્ટ ગમતા હોય તો તમે ફિલ્મ જોવા જઈ શકો બટ એટ યોર રિસ્ક

મુંબઈ સમાચાર રેટિંગ 1.5/5