રાજગીર: એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી ટુર્નામેન્ટમાં ભારતીય મહિલા ટીમે ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા ચીનની ટીમને 3-0થી હરાવી (Women’s Asian Champions Trophy) હતી, આ સાથે જ ભારતીય ટીમે ટુર્નામેન્ટની સેમી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ભારતની સંગીતા કુમારીએ 32મી મિનિટે અને કેપ્ટન સલીમા ટેટે 37મી મીનીટે ફિલ્ડ ગોલ કર્યા હતાં. ટૂર્નામેન્ટની ટોપ સ્કોરર દીપિકાએ 60મી મિનિટે પેનલ્ટી કોર્નરમાં ગોલ ફટકાર્યો હતો.
આવી રહી મેચ:
પ્રથમ હાફ ગોલ રહિત રહ્યા બાદ સંગીતા કુમારીએ બીજા હાફમાં ગોલ ફટકાર્યો હતો, ત્યારપછી માત્ર પાંચ મિનિટ બાદ સલીમા ટેટે બીજો ગોલ ફટકાર્યો. ત્યારપછી દીપિકાએ અંતિમ વ્હિસલ વાગે તે પહેલા ત્રીજો ગોલ કર્યો. આ ટુર્નામેન્ટમાં ચીનની ટીમ અગાઉ અપરાજિત રહી હતી, ચીનની ટીમ સામે પ્રથમ ત્રણ મેચમાં માત્ર એક ગોલ થયો હતો, જયારે ભારતે ત્રણ ગોલ ફટકારીને ચીનની ટીમને હંફાવી હતી.
દીપિકાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું, તેણે ચાઈનીઝ ગોલકીપર લી ટીંગની સતત કસોટી કરતી હતી. જો કે, ચીને ધીમે ધીમે તેમની લય પકડી હતી, પરંતુ ત્યાં સુધીમાં મોડું થઇ ચુક્યું હતું. બીજો હાફ ભારતના નામે રહ્યો. સંગીતા કુમારીએ સુશીલા ચાનુના ડ્રિલ્ડ પાસ પર શાનદાર ડિફ્લેક્શન સાથે પ્રથમ, ગોલ ફટકાયો હતો. થોડી મિનિટો પછી, સલીમા ટેટેએ પ્રીતિની સહાયથી ગોલ ફટકાર્યો. અને પછી, ફાઈનલ વ્હીસલની થોડી ક્ષણો પહેલા દીપિકાએ પેનલ્ટી કોર્નરમાં ગોલ કર્યો.
Also Read – સ્પોર્ટ્સ મૅન : ભારતનો ડી. ગુકેશ ચેસ જગતનો નવો સમ્રાટ બનશે?
પોઈન્ટ ટેબલમાં ભારત ટોચ પર:
વિશ્વ નં. 9 ભારતની ટીમને નં.6 ચીનની ટીમને હરાવી. ભારતીય ટીમની આ ટુર્નામેન્ટમાં સતત ચોથી જીત છે, ચાર ગેમમાંથી આઠ પોઈન્ટ સાથે ભારત ટોચ પહોંચી ગયું છે. ચીન ચાર મેચમાં છ પોઈન્ટ સાથે બીજા સ્થાને આવી ગયું છે.
ભારત રવિવારે રાઉન્ડ રોબિનમાં જાપાન સામે તેણી છેલ્લી મેચ રમશે. કુલ છ ટીમમોમાંથી ટોચની ચાર ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે.