muslim candidates successful  maharashtra assembly elections Congress MLA from Malad Aslam Shaikh Credit: X/@AslamShaikh_MLA

મુંબઇઃ મહારાષ્ટ્ર વિધા સભા ચૂંટણીના પરિણામો અણધાર્યા છે. મોટા ભાગમાં એક્ઝિટ પોલમાં માંડ માંડ બહુમતિનો આંકડો પાર કરનાર મહાયુતિ બંપર વોટથી જીતી છે. રાજ્ય વિધાન સભાની 288 બેઠકોમાંથી મહાયુતિને 228 બેઠકો, મહાવિકાસ અઘાડીને 47 બેઠકો અને અન્યને 13 બેઠકો મળી છે. ચૂંટણીના પરિણામો બાદ અનેક રસપ્રદ તારણો નીકળી રહ્યા છે.


Also read: મહારાષ્ટ્ર ચૂંટણીમાં 363 મહિલા ઉમેદવારો હતી મેદાનમાં, જાણો કેટલી વિજેતા બની…


એક સવાલ તો એ છે કે આ ચૂંટણીમાં કેટલા મુસ્લિમ ઉમેદવારો ચૂંટાયા છે? તો જાણકારી મળી છે કે રાજ્યમાં 10 મુસ્લિમ ઉમેદવાર જીત્યા છે. કુલ 420 મુસ્લિમ ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. 2011ની વસતી ગણતરી મુજબ રાજ્યમાં મુસ્લિમોની વસતી 11.5 ટકા એટલે કે દોઢેક લાખ જેટલી છે, પણ વસતીના પ્રમાણમાં તેમનું જનપ્રતિનિધિત્વ નથી. આ વખતની ચૂંટણીમાં ‘બંટેગે તો કટેંગે’ અને ‘એક હૈ તો સેફ હૈ’ના નારા લગાવવામાં આવ્યા હતા. આવા નારા વચ્ચે પણ 10 મુસ્લિમ ઉમેદવાર જીતીને આવ્યા છએ એ મહત્વની વાત છે.

Abu Azmi : માનખુર્દ શિવાજી નગર વિધાનસભા મતવિસ્તારમાંથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અબુ આઝમી જીત્યા છે. તેમણે AIMIMના મુસ્લિમ ઉમેદવારને 12 હજાર 753 મતોથી હરાવ્યા હતા.

Rais Shaikh : સમાજવાદી પાર્ટીના ઉમેદવાર રઈસ કાસમ શેખ ભિવંડી પૂર્વ વિધાનસભા મતવિસ્તારમાંથી શિંદેસેનાના ઉમેદવાર સંતોષ માંજે શેટ્ટીને 52 હજાર 15 મતોથી હરાવ્યા છે.

Hassan Mushrif : NCP(અજિત જૂથ)ના ઉમેદવાર હસન મુશરિફે કાગલ મતસભા વિસ્તારમાંથી NCP(SP) જૂથના ઘાટગે સમરજિત સિંહ વિક્રમ સિંહને 11,581 મતોથી હરાવ્યા છે.

Haroon Khan: વર્સોવા વિધાનસભા મતવિસ્તારમાંથી ઉદ્ધવ સેનાના એકમાત્ર મુસ્લિમ ઉમેદવાર હારૂન ખાન 1,600 મતોની પાતળી સરસાઇથી ભાજપના ડૉ. ભારતી લવેકર સામે જીત્યા છે.

Sana Malik : પૂર્વ મંત્રી નવાબ મલિકની પુત્રી NCP (અજિત પવાર જૂથ) ઉમેદવાર સના મલિક અનુશક્તિ નગર વિધાનસભા મતવિસ્તારમાંથી અભિનેત્રી સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહેમદ સામે જીતી છે.

Sajid Khan Pathan : અકોલા પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારમાંથી કોંગ્રેસના ઉમેદવાર સાજિદ ખાન પઠાણ 1 હજાર 283 મતોથી જીત્યા છે.

Aslam Sheikh: કોંગ્રેસના ઉમેદવાર અસલમ રંજનાલી શેખે મલાડ પશ્ચિમ મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર વિનોદ શેલારને 6,227 મતોથી હરાવ્યા છે.

Mohammed Ismail Abdul Khaliq: માલેગાંવ સેન્ટ્રલ એસેમ્બલી સીટ પરથી AIMIMના ઉમેદવાર મુફ્તી મોહમ્મદ ઈસ્માઈલ અબ્દુલ ખલીક જીત્યા છે.

Amin Patel: અમીન પટેલે મુંબાદેવી વિધાનસભા બેઠક પરથી શિવસેનાના ઉમેદવાર શાઈના એનસીને 34,884 મતોથી હરાવ્યા છે.

Abdul Sattar : સિલ્લોડ વિધાનસભા બેઠક પર અબ્દુલ સત્તારે શિવસેનાના ઉદ્ધવ ઠાકરે ઉમેદવાર સુરેશ બાંકરને 2420 મતોથી હરાવ્યા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને