સંભલઃ ઉત્તર પ્રદેશના સંભલમાં જામા મસ્જિદની જગ્યાએ હિંદુ મંદિર હોવાના દવા બાદ વધુ એક મંદિર-મસ્જીદ વિવાદ શરુ થયો છે, ગઈ કાલે મસ્જીદમાં સર્વે કરવા પહોંચેલી ટીમ સામે ભારે દેખાવો બાદ હિંસા ફાટી નીકળી (Sambhal Violence) હતી, પોલીસના ગોળીબારમાં ચાર યુવકોના મોત થયાના આહેવાલ છે, ત્યાર બાદથી જીલ્લામાં તંગદિલીભર્યો માહોલ છે.
પોલીસે નોંધી FIR:
પરિસ્થિતિને જોતા પ્રસાશને બહારના લોકોના જીલ્લામાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ ઉપરાંત આ વિસ્તારની શાળાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. હવે પોલીસે આ મામલે FIR નોંધી છે. એફઆઈઆરમાં સપા સાંસદ જિયા ઉર રહેમાન અને વિધાનસભ્યના દીકરા સુહેલ ઈકબાલ પર ગંભીર આરોપ લાગ્યા છે, તેમના પર હિંસાનું ષડયંત્ર રચવાનો કેસ નોંધવામાં આવ્યો છે.
આ ગંભીર આરોપ લાગ્યો:
પૂર્વ આયોજિત ષડ્યંત્ર, હુલ્લડ ભડકાવવા અને ભીડ એકઠી કરવાના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો છે. જેમાં સમાજવાદી પાર્ટીના સ્થાનિક સાંસદ જિયા ઉર રહેમાન અને વિધાન પુત્ર સુહેલ ઈકબાલનું નામ આરોપી તરીકે સામેલ છે, આ ઉપરાંત 1,500 લોકોના ટોળા સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે.
રમખાણોને ઉશ્કેરતી કેટલીક વીડિયો પોસ્ટની પણ પોલીસે FIRમાં નોંધ કરી છે, જેની તપાસ કરવામાં આવી રહી છે.
ચંદ્રશેખર આઝાદે આપી પ્રતિક્રિયા:
આઝાદ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદે સંભલ હિંસાને ગંભીર મુદ્દો ગણાવ્યો હતો. તેમણે કહ્યું, “આ એક ગંભીર ઘટના છે, લોકોએ જીવ ગુમાવ્યા છે. આ મુદ્દો સંસદમાં ઉઠાવવો જોઈએ. હિંસા કોઈ સમસ્યાનો ઉકેલ નથી. હું તેનું સમર્થન કરતો નથી. આ મામલાની તપાસ થવી જોઈએ. તે પોલીસ છે, વહીવટ અને સરકારની નિષ્ફળતા છે.”
Also Read – Violence successful Sambhal: ચાર યુવકોના મોત બાદ તંગદિલીભર્યો માહોલ, બહારના લોકોને પ્રવેશ પર પ્રતિબંધ
ઉપમુખ્ય પ્રધાને કહી આ વાત:
સંભલની ઘટના અંગે ઉત્તર પ્રદેશના ઉપમુખ્ય પ્રધાન બ્રજેશ પાઠકે કહ્યું કે, “કોર્ટના આદેશ પર ત્યાં સર્વે કરવામાં આવી રહ્યો હતો. જે ઘટના બની તે ખૂબ જ દુઃખદ છે. આ મામલાની તપાસ કરવામાં આવશે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.”
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને