અક્ષય કુમારની ફિલ્મ સ્કાયફોર્સ (skyforce) 2025 માટે સારા સંકેતો લઈને આવી છે અને બેક ટુ બેક ફ્લોપ ફિલ્મો આપનાર સુપરસ્ટાર અક્ષય કુમાર (akshaykumar) માટે પણ શુભ સાબિત થાય તેવા સંકેતો છે. જી હા આવું બીજા દિવસના સ્કાય ફોર્સના કલેક્શન પરથી કહી શકાય છે , જે પહેલા દિવસની સરખામણીમાં બમણું છે. જોકે, ફિલ્મનું બજેટ 160 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે, જેના કારણે ફિલ્મ હિટ થશે કે નહીં તે હજુ સુધી કહી શકાય તેમ નથી, પણ પહેલા અને બીજા દિવસના બૉક્સ ઓફિસ કલેકશનને જોતા ફિલ્મ સારી કમાણી કરે તેવી આશા જાગી છે. તે સાથે આજે 26મી જાન્યુઆરીની રજા અને ફિલ્મની દેશભક્તિની સ્ટોરીને કારણે આજના દિવસે સારી કમાણી થાય અને હજુ એક અઠવાડિયું ફિલ્મ ટકી રહે તો અક્ષય સહિત નિર્માતાએને પણ રાહત થશે.

આ પણ વાંચો : અક્ષય કુમારની સ્કાય ફોર્સ પહેલા દિવસે જ છવાઈ ગઈઃ જાણો કેટલું કર્યું કલેક્શન

અહેવાલ અનુસાર, બીજા દિવસે સ્કાય ફોર્સની કમાણીમાં 75%નો ઉછાળો જોવા મળ્યો હતો. ફિલ્મે પહેલા દિવસે 12.25 કરોડની કમાણી કરી હતી. જ્યારે બીજા દિવસે ફિલ્મે 21.50 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ રીતે ફિલ્મનું અત્યાર સુધીનું કુલ કલેક્શન 33.75 કરોડ થયું છે.

આ કલેક્શન અપેક્ષા કરતા ઓછું છે, પરંતુ ગેમ ચેન્જરને બાદ કરતા અન્ય ફિલ્મોની સારી કમાણી થઈ નથી.
અક્ષય કુમારની છેલ્લી પાંચ ફિલ્મોની જો વાત કરીએ તો શરૂઆતના દિવસની કમાણીને જોતા સ્કાય ફોર્સ બીજા નંબરે છે.

પહેલા નંબરે અક્ષય કુમારની છેલ્લી ફિલ્મ બડે મિયાં છોટે મિયાં છે. આ ફિલ્મે પહેલા દિવસે 16.07 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. સ્કાય ફોર્સે પહેલા દિવસે 12.25 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ખેલ ખેલ મેં પહેલા દિવસે 5.23 કરોડની કમાણી કરી હતી. મિશન રાનીગંજ પ્રથમ દિવસે 2.80 કરોડ અને સરફિરાએ 2.50 કરોડની કમાણી કરી હતી.

સ્કાય ફોર્સની સ્ટોરી વર્ષ 1965માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા હવાઈ યુદ્ધની કથા લઈને આવી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને વીર પહાડિયા સિવાય સારા અલી ખાન અને નિમરત કૌર જોવા મળશે.

આ પણ વાંચો : સાત સાહસિક બહેનોના મેઘધનુષસમી ફિલ્મ ‘ઉંબરો’ની ટીમ ‘મુંબઈ સમાચાર’માં

આ સાથે કંગનાની ઈમરજન્સી અને અજય દેવગનની આઝાદને બીજા વિક એન્ડમાં પણ ખાસ રિસ્પોન્સ મળ્યો નથી. ત્યારે ગુજરાતી ફિલ્મ ઉંબરોને દર્શકો પસંદ કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને