બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર ભારતીય નાગરિકતા મળ્યા બાદ બીજી વખત પોતાનો વોટ આપવા આવ્યો છે. અગાઉ તેણે લોકસભા ચૂંટણીમાં પોતાના અધિકારનો ઉપયોગ કર્યો હતો અને હવે તે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી ૨૦૨૪માં મતદાન મથક પર જોવા મળ્યો છે. જ્યારે સવારે ૭ વાગ્યે મતદાન શરૂ થયું, ત્યારે અભિનેતા જુહુમાં મતદાન કેન્દ્ર પર પહોંચ્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ મતદાન કરનાર પ્રથમ વ્યક્તિ હતા. હવે તેનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક વૃદ્ધ વ્યક્તિ અભિનેતા પાસે ફરિયાદ કરી હતી.
સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં અક્ષય કુમાર વોટિંગ કર્યા પછી બૂથની બહાર આવે છે અને ત્યારે એક વૃદ્ધ વ્યક્તિ તેને રોકે છે અને ટોયલેટની સમસ્યા વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘સર, તમે બનાવેલું શૌચાલય સડી રહ્યું છે. તો અમને એક નવું બનાવી આપો. હું છેલ્લા ૩-૪ વર્ષથી જાળવણી કરું છું. અક્ષયે પૂછ્યું હતું કે તમે કરો છો? તો તે કહે, ‘હા હું કરું છું.’ જ્યારે તેના જવાબમાં અક્ષયે કહ્યું હતું કે ‘ઠીક છે, ચાલો તેના પર કામ કરીએ.’ હું પાલિકાના લોકો સાથે વાત કરીશ.
અક્ષય કુમાર અને વૃદ્ધની વાત સાંભળીને લોકોએ ફની રિએક્શન મળ્યા હતા. એક યુઝરે લખ્યું હતું કે ‘ટોયલેટ-ટૂ મૂવી બહાર આવે ત્યાં સુધી તે ઠીક થઈ જશે.’ તો બીજીએ લખ્યું હતું કે ‘આ બધું સાંભળ્યા પછી અક્ષય કુમાર વિચારી રહ્યો છે – હું મત આપવા આવ્યો છું, માંગવા નહીં.’ એક યુઝરે કહ્યું, ‘આજે પકડાઈ ગયો.’ એકે લખ્યું, ‘તમે શૌચાલય સાફ કરવા માટે ઘણી બધી જાહેરાતો કરો છો પણ શૌચાલય કાચા બનાવો છો.’
આ પણ વાંચો: શાહી વાળી આંગળી બતાવો અને 20% ડિસ્કાઉન્ટ મેળવો, મુંબઈની આ 56 રેસ્ટોરન્ટમાં ઓફર
વૃદ્ધ અને અક્ષય વચ્ચેની વાતચીત સાંભળીને પાસે ઊભેલો સિક્યુરિટી ગાર્ડ પણ હસતો જોવા મળ્યો હતો. વર્કફ્રન્ટની વાત કરીએ તો પર અક્ષય કુમાર આગામી ‘હાઉસફુલ ૫’ અને ‘વેલકમ ટુ જંગલ’માં જોવા મળશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને