Accusations against Dhase Munde were made successful  the Zilla Parishad gathering  earlier  Ajit Pawar. IMAGE BY THE MUNSIF DALY

મુંબઈ: ભાજપના વિધાનસભ્ય સુરેશ ધસે ગુરુવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે તેમને ધનંજય મુંડે બીડના પાલક પ્રધાન હતા તે સમયગાળામાં ‘બોગસ બિલ’ દ્વારા ભંડોળની ઉચાપત અંગે લેખિતમાં ફરિયાદ રજૂ કરવા જણાવ્યું હતું.

ધસે બીડમાં પત્રકારોને જણાવ્યું હતું કે, તેમણે જિલ્લા આયોજન અને વિકાસ પરિષદની બેઠકમાં વર્તમાન પાલક પ્રધાન અજિત પવાર સમક્ષ આ મુદ્દા ઉઠાવ્યા હતા.

પવારે મને લેખિતમાં ફરિયાદ રજૂ કરવાનું કહ્યું હતું. મેં બુધવારે તેમના અંગત સહાયકને ભંડોળ ઉપાડવા સંબંધિત દસ્તાવેજો પૂરા પાડી દીધા છે. હવે, હું પવારની સૂચના મુજબ લેખિત ફરિયાદ રજૂ કરીશ, એમ ધસે કહ્યું હતું.

આપણ વાંચો: અજિત પવારે જાલનામાં સ્વચ્છતાના અભાવે અધિકારીઓની ઝાટકણી કાઢી

બીડ જિલ્લાના આષ્ટી મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા ભાજપના નેતાએ બુધવારે એવો આરોપ લગાવ્યો હતો કે મુંડે જ્યારે જિલ્લાના પાલક પ્રધાન હતા ત્યારે તેમની દેખરેખ હેઠળ રૂ. 73.36 કરોડ ગેરરીતીથી ઉપાડવામાં આવ્યા હતા.

પવારના નેતૃત્વ હેઠળના એનસીપીના કેબિનેટ પ્રધાન મુંડે, બીડના પરલી વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે.
‘મેં બોગસ બિલોનો મુદ્દો ઉઠાવ્યા પછી બીડમાં ઓછામાં ઓછા 500 લોકો કોમામાં સરી ગયા છે,’ એવો દાવો ધસે કર્યો હતો.
તેમણે આરોપ લગાવ્યો છે કે બોગસ બિલો દ્વારા 73.36 કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા, જ્યારે 37.70 કરોડ રૂપિયા કોઈ પણ કામ કર્યા વિના ઉપાડવામાં આવ્યા હતા.

‘સંતોષ દેશમુખની હત્યા અને એન્જિનિયર સંજય મુંડેના મુદ્દાને અવગણવામાં આવશે નહીં. હું આગામી દિવસોમાં તે અંગે આગળ વધીશ,’ એમ તેમણે કહ્યું હતું.

આપણ વાંચો: ચૂંટણી વખતે જાહેર યોજનાઓના કારણે તિજોરી પર ભારણઃ અજિત પવારે આપ્યા આ નિર્દેશ

ધસે આરોપ લગાવ્યો છે કે પરલી અને અંબાજોગાઈ તાલુકામાં જાહેર કાર્યો થયા નથી, પરંતુ 2021-2022 માટે જિલ્લા વાર્ષિક યોજના હેઠળ બિલો ઉઠાવવામાં આવ્યા હતા, અને દાવો કર્યો છે કે તેમની પાસે ત્રણ ફાઇલોમાં ‘ભ્રષ્ટાચાર’ના પુરાવા છે.

તેમના જણાવ્યા મુજબ, 30 ડિસેમ્બર, 2021 અને 31 માર્ચ, 2022 વચ્ચે, જિલ્લા પરિષદ અને જાહેર બાંધકામ વિભાગના કાર્યકારી ઇજનેરો દ્વારા નિયમિત સમયાંતરે બોગસ બિલો દ્વારા ભંડોળ ઉપાડવામાં આવ્યું હતું.

તેમણે દાવો કર્યો હતો કે એક સંજય મુંડેને ડેપ્યુટી ઇજનેર હોવા છતાં એક્ઝિક્યુટિવ ઇજનેર તરીકે દર્શાવવામાં આવ્યો હતો.
એવું કહેવાય છે કે સંજય મુંડેને 25 જૂન, 2022ના રોજ એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકેનો કાર્યભાર સોંપવામાં આવ્યો હતો. એક મોડસ ઓપરેન્ડી લાગુ કરવામાં આવી હતી જેમાં જિલ્લા કલેક્ટર પાસેથી જિલ્લા પરિષદ અને પછી જાહેર બાંધકામ વિભાગમાં ભંડોળ ખસેડવામાં આવ્યું હતું.

આપણ વાંચો: અજિત પવારે મંત્રાલયમાં અધિકારીઓ સાથે બેઠક યોજીને કહ્યું બેદરકારી નહીં ચલાવી લેવાય…

31 માર્ચે બધા પૈસા પાછા ખેંચવાની શું જરૂર હતી? કોઈ પણ કામ કર્યા વિના 37.70 કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા, એવો આરોપ બુધવારે તેમણે લગાવ્યો હતો.

ધસે કહ્યું હતું કે તેઓ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને પીડબ્લ્યુડી પ્રધાનને પત્ર લખશે.
મુંડેએ તેમના પરના આરોપોને ખોટા ગણાવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને