Fake IAS serviceman  held successful  Ahmedabad IMAGE BY THE NEW INDIAN EXPRESS

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી નકલી અધિકારીઓ ઝડપાઈ રહ્યા છે. નકલી પીએમઓ, નકલી સીએમઓ, નકલી ટોલનાકું, નકલી પોલીસ બાદ અમદાવાદમાંથી નકલી આઈએએસ ઝડપાયો હતો.

અમદાવાના પાલડી વિસ્તારમાં મેહુલ શાહ નામનો આરોપી અસારવાની સ્કૂલના ટ્રસ્ટી હોવાનું અને આઈએએસ તરીકે મહેસૂલ વિભાગમાં પ્રમોશન થયું હોવાનું કહીને ભાડે ગાડી લઈ છેતરપિંડી આચરતો હતો. જોકે, ભાંડો ફૂટતા સરકારી અધિકારી હોવાનો રોફ જમાવીને ફરી રહેલા મેહુલ શાહની પોલીસે ધરપકડ કરી હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા પ્રતિક શાહ પાસેથી આરોપી મેહૂલ શાહે પોતે આઈએએસ ઓફિસર હોવાની ઓળખ આપીને ડ્રાઈવર સાથે ભાડેથી ગાડી માંગી હતી.

આપણ વાંચો: સુરતમાં સ્પેશિયલ 26! નકલી અધિકારી બની હીરા વેપારીને પાસે 8 કરોડ ખંખેર્યા, કઈક આ રીતે જમાવ્યો રોફ

પ્રતિક પાસેથી ઈનોવાકાર ભાડે લઈ તેના પર સાયરન અને સફેદ પડદા અને ભારત સરકારનું સ્ટીકર લગાવવાનું કહેતા ગાડી આપનાર પ્રતિકે મેહૂલ પાસે તે માટેની પરમીશનનો લેટર માંગ્યો હતો. આરોપી મેહુલે ગૃહ મંત્રાલય, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ, સચિવ ગૃહ મંત્રાલય, ગાંધીનગરનો લેટર આપીને સાયરન અને સરકારનું સ્ટીકર લગાવડાવ્યું હતું.

આરોપીએ પોતાનું મહેસૂલ વિભાગમાં પ્રમોશન થયાનું કહીને બીજી ગાડી માગી હતી. ત્યારે પ્રતિકે સરકારનો વર્ક ઓર્ડરનો લેટર માગતા તેણે ખોટો લેટર પણ આપ્યો હતો. બાદમાં ગાડી પર બોર્ડ ચેરમેન અને ભારત સરકાર લખાવીને 90 હજાર ભાડું ન આપીને ઠગાઇ આચરી હતી. આરોપી મેહુલ શાહે ફક્ત કાર ભાડે આપનારને જ નહીં અન્ય લોકોને પણ છેતર્યા હોવાની માહિતી મળી હતી.

આપણ વાંચો: સુરતમાં નકલીનો વાયરો! નકલી IPS અધિકારી બાદ ઝડપાયો નકલી CID ઓફિસર

મેહુલ શાહે એક વ્યક્તિને તેના પુત્રને અસારવાની સ્કૂલમાં ક્લાર્ક તરીકે લગાવવાની લાલચ આપીને 3 લાખ રૂપિયા પડાવ્યા હતા. આરોપીએ જિલ્લા શિક્ષણાધિકારીનો લેટર પણ આપ્યો હતો તેની ખરાઇ કરતા તે ખોટો હોવાનો ખુલાસો થયો હતો. આ મામલે ક્રાઇમ બ્રાંચને જાણ થતાં ગુનો નોંધી આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.

તાજેતરમાં અમરેલીથી ઝડપાયો હતો નકલી પોલીસ

તાજેતરમાં અમરેલી LCBએ નકલી પોલીસ ઝડપ્યો હતો. પોલીસ નહીં હોવા છતાં પોલીસની વર્દીમાં આંટાફેરા મારતા શખ્સને ઝડપી પડ્યો હતો. અમરેલીના પોશ વિસ્તાર ગણાતા બસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસનો ડ્રેસ પહેરી ફરતો હતો સમગ્ર વિગતની માહિતી અમરેલી પોલીસને મળતા અમરેલી LCB એ ઝડપી પાડ્યો હતો.

31 વર્ષ નો આરોપી ઉમેશ વસાવા મૂળ તાપીના વ્યારામાં રહેતો હતો અને પોલીસની વર્દી પહેરી અમરેલીમાં પ્રવેશ્યો હતો પરંતુ કોઈ અઘટિત ઘટના બને તે પહેલાજ અમરેલી LCB એ ઉમેશ વસાવાને ઝડપી પાડ્યો હતો.. નકલી પોલીસનો કિસ્સો સાંભળી જિલ્લા પોલીસ અધિક્ષક પણ ચોંકી ઊઠયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને