US Election Results 2024: અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસને હરાવીને અમેરિકાના ઈતિહાસમાં 131 વર્ષ બાદ કમબેક કરનારા પ્રથમ પૂર્વ રાષ્ટ્રપતિ બની ગયા છે. તેમની ઐતિહાસિક જીત પાછળ ઘણા ટ્રમ્પ કાર્ડ રહ્યા છે. જેનો આભાર ડોનાલ્ડ ટ્રમ્પે જીત બાદના સંબોધનમાં કર્યો હતો.
ટ્રમ્પની જીતમાં આ લોકોને રહ્યો મહત્ત્વનો ફાળો
મેલાનિયા ટ્રમ્પઃ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્લોરિડા કન્વેંશન સેન્ટરમાં તેમના સમર્થકોને સંબોધિત કરતાં પત્ની મેલાનિયા ટ્રમ્પને કિસ કરીને ભેટી પડ્યા હતા. સંબોધન દરમિયાન ટ્રમ્પે મેલાનિયાના પુસ્તકની ઘણી પ્રશંસા કરી અને તેને દેશની સૌથી વધુ વેચાતી બુક ગણાવી હતી. તેણે કહ્યું કે, મેલાનિયાએ ખૂબ મહેનત કરી અને સારું કામ કર્યુ.
જેડી વેંસઃ ઓહાયો સેનેટર જેડી વેંસને ટ્રમ્પને ઉપરાષ્ટ્રપતિ પદ માટે નોમિનેટ કર્યા હતા. તેઓ ટ્રમ્પની સાથે ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લેશે. ટ્રમ્પે તેમના વિજયી સંબોધનમાં જેડી વેંસ અને તેમના પત્ની ઉષા વેંસની ભરપૂર પ્રશંસા કરી હતી. આ બંનેએ ટ્રમ્પ માટે પ્રચાર કર્યો હતો.
સૂસી વિલ્સઃ ટ્રમ્પની મુખ્ય ચૂંટણી રણનીતિકાર સૂસી વિલ્સ લાંબા સમયથી તેમની સાથે છે. તેમણે 2016માં ફ્લોરિડામાં ટ્રમ્પને જીત અપાવી હતી. આ વખતે ટ્રમ્પે વિલ્સને તેમના મુખ્ય ચૂંટણી રણનીતિકાર બનાવ્યા હતા. આ કારણ છે કે આ વખતે ઐતિહાસિક જીત બાદ ટ્રમ્પે વિલ્સને મંચ પર બોલાવ્યા અને જીતનો શ્રેય આપ્યો.
આપણ વાંચો: US Elections: અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીની ભારત પર શું પડશે અસર? જાણો…
ક્રિસ લૈસિવિટાઃ ટ્રમ્પના ચૂંટણી પ્રબંધક ક્રિસ લાસિવિટાએ ટ્રમ્પના રાષ્ટ્રપતિ ચૂંટણી અભિયાનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ટ્રમ્પની રેલીને લઈ તમામ ડિબેટ લૈસવિટા મેનેજ કરતા હતા. તેમનો મુખ્ય રીતે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર સામ અભિયાનના સમન્વય માટે ઓળખવામાં આવે છે.
બ્રાયસન ડેચૈમ્બોઃ અમેરિકાના જાણીતા ગોલ્ફ ખેલાડી બ્રાયસન જેમ્સ એલ્ડ્રિચ ડેચેમ્બૂએ આ વખતે ચૂંટણીમાં ખુલીને ટ્રમ્પનો પ્રચાર-પ્રસાર કર્યો. રમત પ્રત્યે તેમના દ્રષ્ટિકોણ માટે જાણીતા ડેચેમ્બૂને ધ સાયન્ટિસ્ટ પણ કહેવાય છે. બ્રાયસન ડેચેમ્બોએ ચૂંટણી અભિયાન માટે યુટ્યૂબ ચેનલ પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. જેની આલોચના થઈ હતી.
ડાના વ્હાઇટઃ અમેરિકન ઉદ્યોગપતિ ડાના અલ્ટીમેટ ફાઈટિંગ ચેમ્પિયનશિપના સીઈઓ અને અધ્યક્ષ છે. જે એક વૈશ્વિક મિશ્રિત માર્શલ આર્ટ સંગઠન છે. તેઓ પાવર સ્લૈપના માલિક પણ છે. તેમણે ખુલીને ટ્રમ્પ માટે અભિયાન ચલાવ્યું હતું અને લોકોને ટ્રમ્પને વોટ આપવાની અપીલ કરી હતી.
રોબર્ટ એફ કેનેડી જૂનિયરઃ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના વિજય સંબોધનમાં કેનેડી જૂનિયરનો પણ આભાર માન્યો. કેનેડી અનેક વખત ટ્રમ્પને ચૂંટણી પ્રચારમાં નજરે પડ્યા હતા અને લોકોને સંબોધિત કરતી વખતે ટ્રમ્પને વોટ આપવાની અપીલ કરી હતી.