કૃષ્ણ જીવન વ્યક્ત ક૨તી ૨ચનાઓ-
વા વાયા ને વાદળ મટયાં, ગોકુળમાં ટહુક્યા મો૨મળવા આવો સુંદ૨વ૨ શામળિયા. હું તો ઢોલે ૨મું હિ૨ સાંભરે રે. ચંદન તલાવડી રોકી કાનુડે, જળ ભ૨વા નો દિયે કાનુડો મારી ખેધે પડયો છે. સોના વાટકડી રે કેસ૨ ઘોળ્યાં વાલમિયા. મારી શેરીએથી કાનકુંવ૨ આવતા રે લોલ. મીઠુડી મોરલી વગાડતા રે લોલ. માતા જશોદા, તમારા કાનને, મહીડાં વલોવવા મેલો રે લોલ, અમારો કાન તો નાનેરુ બાળ શો, મહીડાંની વાત શું જાણે રે લોલ. કાનુડો માગ્યો દે ને, જશોદા-મૈયા, કાનુડો માગ્યો દે ને, આજની રાત અમે રંગભર રમશું, પ્રભાતે પાછો લે ને. જશોદા મૈયા.
વા વાયા ને વાદળ મટયાં, ગોકુળમાં ટહુક્યા મો૨, મળવા આવો સુંદર શામળિયા. કાનુડો કાળજાની કો૨ છે રે, બેની, મારો કાનુડો કાળજાની કો૨ છે. લીલી ટોપી ને માથે મો૨ છે, બેની, મારો કાનુડો કાળજાની કો૨ છે. ખમ્મા મારા નન્દજીના લાલ મોરલી ક્યાં રે વગાડી? હું રે સૂતીતી મારા શયનભવનમાં, સાંભળ્યો મેં મોરલીનો સાદ, મોરલી ક્યાં રે વગાડી?. વાગે છે રે વાગે છે, વનરાવન મોરલી વાગે છે, એનો નાદ ગગનમાં ગાજે છે. વનરાવન મોરલી. રૂડી ને રંગીલી રે, વ્હાલા, તારી વાંસળી રે લોલ. મીઠી ને મધુરી રે, વ્હાલા, તારી મોરલી રે લોલ. હિ૨ વેણ વાય છે રે હો વનમાં, એનો વ્રેહ વાધ્યો મારા તંનમાં. હિ૨. ચટપટી ચિત્તમાં રે હો લાગી, જીવન જોવાને હું જાગી. હિ૨.
ઓધવજી રે મારા ઘ૨ પછવાડે, મોહન મોરલી વગાડે જો, મોહન મોરલી વગાડે મારો વાલો, કાનુડો બંસરી વગાડે જો. સાહેલી મોરી રે. ગોકુળ તે ગામને ગોંદર, મારો વાલો વગાડે વેણ અલબેલો, છેલછબીલો કાનુડો. હાં રે દાણ માગે કાનુડો દાણ માગે, કાનો દાણ માગે, ધુતારો દાણ માગે, હાં રે એની મોરલીમાં વેણુરસ વાગે, કાનુડો દાણ માગે. ચંદન તલાવડી રોકી કાનુડે, ને જળ ભરવા ન દિયે; કાનુડો મારે ખેધે પડયો છે…વનમાં કાનો દાતણ મગાવે, વનમાં દાત ક્યાંથી? કાનુડો મારે ખેધે પડયો છે. ખેધે પડયો છે ગુણગારો, હઠીલો મારે ખેધે પડયો છે. કાનને માથે મુગટ ને માથે મોળિયાં; કાનને ખંભે ખાંતીલો ખેસ, કાનને ઘેર્યો વનરાવન ગોપીએ. નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ, રાસ રમંતાં મારી નથડી ખોવાણી. કાના જડી હોય તો આલ્ય. કાના જડી હોય તો આલ્ય…રાસ રમંતાં મારી નથડી ખોવાણી.
નવલાં નોરતામાં શક્તિ ઉપાસના – ગરબાનૃત્યો.
નવરાત્રીના દિવસો/શક્તિ ઉપાસના દિવસો ગણાય. એમાં સમાજના તમામ વર્ગને સરખું જ મહત્ત્વ અપાયું હોય. સુથા૨માંડવડી ઘડે, રંગારો રંગી આપે, કુંભા૨ ગરબો ને કોડિયાં બનાવી આપે, ઘાંચી તેલ દીવેલ લાવે તો પિંઝારો રૂ લાવી આપે, બ્રાહ્મણ શક્તિ ઉપાસનાના શ્ર્લોક-ગરબીનું ગાન કરતો હોય તો દોશીડો ચૂંદડી લાવે, સોની હા૨,નક્વેસર, નથડી ને ઝાંઝરી લાવે, માળી ગજરા ને હાર લાવે, મણિયારો માતાજી માટે ચૂડલા લઈ આવે રુખી ઢોલ લઈને તાલ દેવા આવે, મુસ્લીમ મીર-લંઘા શરણાઈ વગાડે. આમ સૌ પોતપોતાની યથાશક્તિ માતાજીની ઉપાસના અર્થે યોગદાન આપે. આજે પણ કચ્છ-સૌરાષ્ટ્ર-ગુજરાતનાં ગામડાંઓ અને શહેરોમાં નવરાત્રિના નવલા દિવસો દરમિયાન નાનકડી બાલિકાઓને કંઠેથી આવાં શક્તિસ્તવનો વારંવાર સાંભળવા મળે.
હે રૂડે ગરબે રમે છે દેવી અંબીકા રે,પાય વાગે છે ઘૂઘરીના ઘમકા રે, સ્વર્ગ લોકમાંથી વિષ્ણુ દેવ આવિયા રે, સાથે લમીજીને તેડી લાવિયા રે, કે રૂડે ગરબે રમે છે દેવી અંબીકા રે. મારો ગરબો રે રમે રાજને દરબા૨, માનો ગરબો રે રમે રાજને દરબાર. ગરબો જલતો જાય, આજ માનો ગરબો જલતો જાય, પવન ઝપાટા ખાય, તોય માનો ગરબો જલતો જાય. ગરબડિયો કોરાવો ગરબે જાળિયાં મેલાવો રે. ચાચર કેરા ચોકે માડી ગરબે રમવા આવો રે. ઘો૨ અંધારી રે રાતલડીમાં નિસર્યા ચા૨ અસવા૨, કાળે ઘોડે રે કોણ ચડે મા કાલિ છે અસવા૨, કાલિકા રમજો રે, રમજો રેે તમે રમજો માજમ રાત. માજી તું તો પાવાની પટરાણી ભવાની મા કાળકા રે લોલ. માજી તારે ડુંગ૨ડે ચડવું કે અતિ ઘણું દોહ્યલું રે લોલ. રંંગતાળી રંગતાળી રંગતાળી રે રંગમાં રંગતાળી. અંબેમાના ઊંચા મંદિર નીચા મોલ, ઝરૂખડે દીવા બળે રે લોલ. માડી તારા ગોખ ગબ્બ૨ અણમોલ કે શિખરે શોભા ઘણી રે લોલ. કેસરિયો રંગ તને લાગ્યો અલ્યા ગરબા, કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ. ચાચરના ચોકમાં રે, અંબા વ્હેલાં પધા૨જો.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને