પ્રસિદ્ધ ગાયિકા અને પદ્મ વિભૂષણ આશા ભોસલેએ તેમના નટખટ અને સુમધુર કર્ણપ્રિય અવાજ દ્વારા અનેક વર્ષ લોકોના દિલ પર રાજ કર્યું છે. તેમના મોટા બહેન દિવંગત લતા મંગેશકરની માફક જ તેઓ રાજકારણની પણ સારી સમજ ધરાવે છે.
તાજેતરમાં જ તેમણે થાણેના ડોક્ટર કાશીનાથ ઘાનેતર થિયેટરમાં આનંદોત્સવ સંગીત સમારોહ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ સમયે તેમણે કેટલાક સવાલોના જવાબ આપ્યા હતા. તેમણે વડાપ્રધાન પીએમ મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓ નરેન્દ્ર મોદીને ખૂબ પસંદ કરે છે, કારણ કે તેઓ સવારે વહેલા ઊઠે છે, યોગ કરે છે ત્યારબાદ કામ પર જાય છે તેઓ લોકોને ટીકા કરવામાં સમય વેડફતા નથી, વિરોધ પક્ષ તેમના પર ગમે તેટલા આરોપ લગાવે તેવો તેમને કાંઈ કહેતા નથી. તેમની વાણીમાં નમ્રતા છે, લોકો પ્રત્યેનો આદર છે. મોદી તેમની સાથે વાત કરતા દરેક જણ માટે મહોદય, કુમાર જેવા માનવાચક શબ્દનો ઉપયોગ કરે છે વિપક્ષ તેમના વિશે ગમે તેટલું ખરાબ બોલે, પરંતુ તેમના ભાષણમાં તેઓ એ વ્યક્તિ માટે સારા જ શબ્દોનો પ્રયોગ કરે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી મને યોગી આદિત્યનાથ વધારે પસંદ છે. મને તેમનામાં મારી છબી દેખાય છે કારણ કે તેમની પાસે મારી જેમ જ સ્પષ્ટ પણે બોલવાની હિંમત, શક્તિ અને ઈચ્છા શક્તિ છે. આશાજીએ જણાવ્યું હતું કે, તેમને બાળા સાહેબ ઠાકરે પણ ઘણા પસંદ છે. તેમણે બાળાસાહેબ સાથે તેમની મિત્રતા કેવી રીતે થઈ એ પ્રસંગ પણ જણાવ્યો હતો અને કહ્યું હતું કે તેમની અને બાળાસાહેબ ઠાકરેની દોસ્તી જીવનભર રહી હતી. બાળાસાહેબ ઠાકરેની છબી તમને કોનામાં જોવા મળે છે? એવો સવાલ જ્યારે તેમને પૂછવામાં આવ્યો ત્યારે આશા ભોંસલેએ આંખનું એક મટકુંય માર્યા વગર જવાબ આપ્યો હતો કે, ‘ તુમ જીયો હજારો સાલ સાલ કે દિન હો પચાસ હજાર ‘આ ગીત ગાઇને તેમણે નાયબ મુખ્યપ્રધાન એકનાથ શુભેચ્છા આપી હતી અને જણાવ્યું હતું કે એકનાથ શિંદેમાં તેમને બાળાસાહેબ ઠાકરેની છાપ જોવા મળે છે.

Also read: વર્લ્ડ કપ ફાઈનલ: આશા ભોસલેનો ચાનો કપ ઉપાડતો જોવા મળ્યો આ અભિનેતા

જેવી રીતે બાળાસાહેબ ઠાકરેએ એકલા હાથે શિવસેનાની રચના કરી, તેવી જ રીતે તેમણે પણ તેમના એકલા હાથે શિવસેના બનાવી છે અને મને તેમના પર ગર્વ છે. તેમણે લોકોના વાકબાણૌોનો સામનો કર્યો છે અને તેઓ સફળ પણ થયા છે અને હું તેમને આશીર્વાદ આપું છું કે તેઓ હજી વધુ સફળ થાય. સારા કાર્ય ક્યારે પુરા થતા નથી સારા કાર્યોનો હંમેશા ચાલુ રહે છે હું શિંદેની સાથે છું. મને બાળાસાહેબ ઠાકરેની જેમ રાજ ઠાકરેનું પણ ધારદાર ભાષણ ગમે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ દેવેન્દ્ર ફડણવીસને પણ પસંદ કરે છે. આશા ભોંસલેએ એમ પણ જણાવ્યું હતું કે તેઓ જીવનભર કામ કરતા રહેશે કારણ કે તેઓ જાણે છે કે જો તેમની પાસે કામ નહી હોય તો તેઓ ટકી નહીં શકે અને તેમનું કામ એટલે તેમનું ગાવાનું છે, તેથી તેઓ તેમના જીવન પર આ કામ ચાલુ જ રાખશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને