આરોગ્ય પ્લસ : જીવજંતુઓ ને પ્રાણીઓના ડંખ

2 hours ago 1

-સંકલન: સ્મૃતિ શાહ-મહેતા

રોજિંદા જીવનમાં અમુક વ્યાધિ-ઉપાધિ અણધારી હોય છે. આવી જ એક ઓચિંતી આવી જતી પીડા જીવજંતુઓ તથા પ્રાણીઓના ડંખની હોય છે. વ્યવસ્થિત તબીબી સહાય મળે એ પહેલાં કેટલાક ઉપચાર વિશે જાણી લઈએ,જેમકે…

મધમાખીનો ડંખ:
મધમાખી પાછળ પડી હોય ત્યારે તેનાથી બચવાના ઉપાય…

*પવનથી વિરુદ્ધ દિશામાં દોડવું, કેમ કે, મધમાખીની સામાન્ય સ્પીડ કલાકે ૨૪ થી ૩૨ કિલો મીટર હોય છે, પરંતુ જ્યારે તેને પવનથી વિરુદ્ધ દિશામાં ઊડવાનું થાય ત્યારે તેની સ્પીડ તેનાથી અડધી થઈ જાય છે.

*વાંકા-ચૂકા નહિ, પરંતુ સીધા દોડવું. કેમ કે, વાંકા-ચૂકા દોડવાથી આપણી સ્પીડ ઘટી જાય છે. પરંતુ મધમાખીની સ્પીડ ઘટતી નથી.

*મકાનની અંદર જવાનું શક્ય હોય તો તળાવ કે નદી જેવા કોઈ જળાશયોમાં ન પડવું.

*વધારે રંગીન કપડાં, ઘરેણાં અને અત્તરની સુગંધ મધમાખીને આપણા તરફ વધારે આકર્ષે છે માટે તેવા સમયે સાવધાની રાખવી.

*શક્ય હોય ત્યાં સુધી મોઢાને ઢાંકીને રાખવું.

મધમાખી કરડી હોય તેના એલર્જી-રિએક્શનનાં લક્ષણ:
*શ્ર્વાસ લેવામાં તકલીફ પડવી.

*ડંખની જગ્યાને ચામડી લાલ થઈ જવી અને સોજો ચડવો.

*મોઢા – ગળા ઉપર સોજો આવવો.

*આખું શરીર સોજી જવું અને ખંજવાળ આવી શકે.

*બ્લડપ્રેશર ઘટી જવું.

સાવધાની:
ઉપરોકત લક્ષણો જણાય તો તરત જ ચિકિત્સક પાસે જઈ યોગ્ય સારવાર લેવી.

*જ્યાં મધમાખી કરડી હોય ત્યાં હાથથી ચોળવું, ખંજવાળવું કે ઘસવું નહીં.

મધમાખી કરડી હોય તેના ઉપચાર:
૧.)મધમાખીનો કાંટો શક્ય હોય તેટલો જલદી કાઢી નાખવો. જેટલો જલદી કાંટો કાઢવામાં આવે તેટલું તેનું ઝેર શરીરમાં ઓછું પ્રસરશે.
૨.)મધમાખી કરડી હોય તે જગ્યાએ તરત જ તુલસીના પાનને મસળીને તેનો રસ લગાડવો અને ૧૦-૧૫ તુલસીના પાન ચાવી જવા.
૩.)ખાવાના સોડા જરાક પાણીમાં ઓગાળીને ડંખ પર વારંવાર લગાવવા.
૪.)મધમાખી કરડી હોય ત્યારે અહીં દર્શાવેલી કોઈ પણ વસ્તુ ડંખ પર લગાડી શકાય.,જેમકે …

મીઠું, મીઠા લીમડાનો રસ, કપડાની અંદર બરફના ટુકડાઓ, કુંવારપાઠું, ટૂથપેસ્ટ, મધ, બટાટાના ટુકડા, પપૈયાની ચીર વગેરે ૧૫-૨૦ મિનિટ હળવા હાથે ઘસવા-લગાવવા.

૫.) ચીકણી માટી થોડા પાણી સાથે ભેગી કરી ડંખ પર લગાવવી.

આ પણ આછો : આહારથી આરોગ્ય સુધી : કાચું તે સાચું’

કૂતરું કરડે ત્યારે…..
*સહુ પ્રથમ જ્યાં કૂતરું કરડ્યું હોય ત્યાં સાબુ અને પાણીથી વ્યવસ્થિત સાફ કરી, પાટાથી વીંટાળી દેવું.
*જો વધારે લોહી નીકળતું હોય તો તે ભાગને પાટાથી દબાવી રાખવો.
*હૉસ્પિટલમાં ચિકિત્સક પાસે જઈ યોગ્ય સારવાર લેવી.

સાવધાની
*કૂતરાઓ જ્યારે ખાતા, ઝઘડતા, સૂતા કે મૈથુન કરતા હોય ત્યારે કાંઈ પદાર્થ મારીને વિક્ષેપ ન કરવો, તેમ કરવાથી તેઓ ગુસ્સે થઈ આપણા પર હુમલો કરીને કરડી શકે છે.
*કૂતરાની નજીક દોડવું નહીં, કૂતરાની આંખોમાં સીધું જોવું નહીં, જો કૂતરું તમારી નજીક આવે તો ત્યાં જ સ્થિર થઈ જાવું. મોટા ભાગના કૂતરાઓ તમને સૂંઘીને જતા રહેશે.

સર્પનો ડંખ:
પ્રાથમિક સારવાર:
૧.) દર્દીએ અથવા સાથેના વ્યક્તિએ સર્પના ડંખના ઘાનું અવશ્ય નિરીક્ષણ કરી લેવું, જેથી સર્પડંખની ગંભીરતાનો ખ્યાલ આવી શકે,જેમકે…
૨.) જખ્મી વ્યક્તિને જમીન પર સીધો સુવડાવી દેવો. એનું હલન-ચલન બંધ કરાવી દેવું.
૩.) શરીર પર પહેરેલાં ફીટ કપડાં તથા ઈજાના ભાગવાળા અંગના ઘરેણાં વગેરે કાઢી નાખવા.
૪.) સર્પ કરડ્યો હોય ત્યારે જખ્મીને અહીં દર્શાવેલી રીત મુજબ તરત જ પાટો બાંધવો.

સર્પ કરડયો હોય ત્યારે પાટો બાંધવાની રીત
(૧) જે અંગમાં સાપ કરડયો હોય તે અંગમાં નીચેથી પાટો બાંધવાનું શરૂ કરવું.
(૨) પાટો ખૂબ જ દબાણથી બાંધવો.
(૩) પાટો શક્ય હોય તેટલો ઊંચે સુધી બાંધવો.
(૪) ઈજાગ્રસ્ત પગમાં ખપાટ મૂકવી.
(૫) પાટો બાંધ્યા બાદ તુરંત જ ચિકિત્સક પાસે જઈ યોગ્ય સારવાર લેવી.

સર્પ કરડ્યો હોય ત્યારે શું ન કરવું?
*જ્યારે સર્પ કરડ્યો હોય ત્યારે જખ્મીએ કોઈ પ્રકારના ભયમાં કે ટેન્શનમાં આવી જવું નહીં કારણ કે, ઘણા લોકોને ઝેરી સાપ કરડ્યો ન હોય છતાં પણ ઝેરના ડરથી જ મૃત્યુ પામી જતા હોય છે.
*જ્યાં સર્પ કરડ્યો હોય તે ભાગને કાપવો નહીં કે બરફથી ઘસવો નહીં.
*મોઢેથી સર્પનું ઝેર ચૂસીને કાઢવાનો પ્રયત્ન કરવો નહીં.
*જખ્મીને તે સમયે કાંઈ ખાવા-પીવાનું આપવું નહીં.
*કોઈપણ પ્રકારની ટ્યૂબ કે લોશન લગાવવું નહીં.

સર્પદંશના ઉપચાર:
૧.) કોઈપણ પ્રકારના ઝેરી જાનવર કે જીવજંતુ કરડે ત્યારે તેના ડંખ પર પોતાનો પેશાબ કરવાથી
બહુ જ ફાયદો થાય છે.
૨.) જો પુરુષને સર્પ કરડ્યો હોય તો બીજા પુરુષનું અને સ્ત્રીને સર્પ કરડ્યો હોય તો બીજી સ્ત્રીનું મૂત્ર પિવડાવવું.
૩.) ૨૫૦ ગ્રામ શુદ્ધ ઘીને ગરમ પ્રવાહીરૂપ કરી દર્દીને વારંવાર પિવડાવવું, જેથી ઝાડા-ઊલટી થઈ ઝેર નીકળી જશે.
૪.) દર્દીને વારંવાર ઊલટી કરાવવી. જો કડવા લીમડાના પાન દર્દીને મીઠા લાગે તો તેને ઝેરની અસર છે તેમ સમજવું. પાન કડવા ન લાગે ત્યાં સુધી વારંવાર ચવરાવ્યા કરવા.
૫.) કરડેલા ભાગમાં તુલસીના પાનનો રસ વારંવાર લગાડવો.
૬.) કરડેલા ભાગમાં ત્યાં સુધી આંકડાનું દૂધ ભરતા રહો, જ્યાં સુધી તે ભાગ દૂધ ચૂસવાનું બંધ ન કરે.
૭) કુતરિયા નામના ઘાસને મૂળ સહિત વાટીને તેનો રસ કાઢી ડંખ ઉપર તથા આસપાસ લગાડવો. આંખ
તેમ જ નાકમાં પણ તે રસના ટીપાં નાખવાં અને તેના રસમાં સાકર નાખી ચમચી-ચમચી રસ દર બે કલાકે પિવડાવવો.
૮.) કેળના થડનો રસ ૧ કપ જેટલો વારંવાર પિવડાવવો.
૯.) વટાણાના મૂળ વાટીને પાવા અને ડંખ ઉપર તેનો લેપ કરવો.

વિષપાનના ઉપચાર:
૧.) ૧૦ ગ્રામ વાટેલી રાઈ અને ૧૦ ગ્રામ મીઠું ગરમ પાણીમાં પાવાથી ઊલટી થઈ ઝેર બહાર નીકળી જાય છે.
૨) ૨૦થી ૪૦ ગ્રામ જેટલું મીઠું પાણીમાં મેળવીને પાવાથી તાત્કાલિક ઊલટી થઈ ઝેર બહાર નીકળી જાય છે.
૩.) કોઈપણ પ્રકારનું ઝેર પેટમાં ગયું હોય તો તુલસીનો રસ જેટલો પી શકાય તેટલો પીવાથી ઝેરનો દોષ નીકળી જશે.
૪.) ઝેર પીધેલ વ્યક્તિને બને તેટલું ચોખ્ખું ઘી પાવું.
૫.) જ્યાં સુધી ઊલટી થઈને વાદળી પિત્ત કે જેમાં ઝેર હોય છે, તે બહાર ન નીકળે ત્યાં સુધી વારંવાર
લીમડાનો રસ પાઈને ઊલટી કરાવતાં રહેવું.

નોંધ: શરીરમાંથી વિષ નીકળ્યા બાદ રોજ ૭ દિવસ સુધી ગાજરનો રસ ૧૦૦-૨૦૦ મિલી.લીટર પીવાથી શરીરમાં રહેલો પચ્ચા વગરનો કચરો, ઝેરી તત્ત્વો અને નુકસાનકર્તા પદાર્થો શરીરમાંથી બહાર નીકળી જાય છે.

વિશેષ નોંધ:
શક્ય હોય ત્યાં સુધી દર્દીને તુરંત જ હૉસ્પિટલ લઈ જવો. અહીંયા દર્શાવેલ ઉપચારો કોઈ વિકલ્પ ન હોય ત્યારે  જ કરવા.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article