-ડૉ. હર્ષા છાડવા
માનવ શરીર અનેક કોશિકાઓનું બનેલું છે. આ કોશિકાઓમાં અનેક ઉત્તકો છે. જેમાં અનેક રસાયણો હોય છે. જે શરીરને હાનિકારક સૂક્ષ્મજીવો અને ખરાબ રસાયણોના આક્રમણથી બચાવે છે. રાસાયણિક અભિક્રિયાઓ આપણી ચારે બાજુ થાય છે. સૌથી વધારે જીવિત જીવોની કોશિકાઓની અંદર થાય છે.
માનવ શરીરમાં પ્રતિ સેકંડ લગભગ સાડત્રીસ ટ્રિલિયન કોશિકાઓ હોય છે. જેમાં પ્રતિ સેકંડ એક બિલિયન જેવ રાસાયણિક ક્રિયાઓ થાય છે. શરીરના બધા ઉત્તકોમાં અથવા કોષોમાં હોતું રસાયણ જે પ્રતિકુળ પ્રતિક્રિયાઓ નીપજાવતો એક ક્ષારક પદાર્થ છે. જે પ્રાકૃતિક રસાયણ છે જે માસ સેલમાં ગેન્યુઅલ રૂપમાં (દાણા રૂપમાં) હોય છે.
આ રસાયણ છે હિસ્ટામિન એક લોકલ હાર્મોન છે. જે પોતાના જ લોકલ એરિયામાં કામ કરે છે. જે લોકલ ઇમ્યુન સિસ્ટમ માટે કામ કરે છે. સેલના ફંકશનને ચેન્જ કરે છે. આના ચાર પ્રકાર છે. એચવન ટુ, થ્રી, ફોર છે. જે કોશિકાઓ વચ્ચે સંદેશ મોકલવાનું કામ કરે છે.એક સિગ્નલિંગ અણુ છે.
સંજ્ઞાનાત્મક કાર્યને વિનિયમિત કરે છે. જે પરાગરજ અને પરજીવીના સંક્રમણ પર કામ કરે છે. જે ગંભીર એલર્જીક અને એલર્જી લક્ષણ પેદા કરવા માટેની ભૂમિકા ભજવે છે.જલન, બળતરા શરીરમાં વધારી દે છે. આનું નિયંત્રણમાં રહેવું જરૂરી છે. શરીરના બધા જ સેલમાં ઉત્પાદન થાય છે. આનું કેમિકલ કમ્પાઉન્ડ ઓર્ગેનિક છે જેમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન થોડી માત્રામાં નીકળે છે.
હિસ્ટામિન બહારથી આવેલા બેકટેરિયા પર કામ કરે છે. જયારે બેકટેરિયાનો હુમલો થાય ત્યારે બેકટેરિયાને પોતાની અંદર ગળાવીને મારી નાખે છે. પાવર ફૂલ થઇને હુમલો કરે છે.
(બેકટેરિયા) એન્ટિ બોડી માસ સેલ પર ચીપકી જાય ત્યારે તેને પકડે અને હિસ્ટામાઇન રિલીઝ કરે અને બેકટેરિયા (એન્ટિ બોડી) ને મારી નાખે છે. બેકટેરિયાનો હુમલો વધુ ઘાતક હોય તો વધુ હિસ્ટામીન રિલીઝ થાય અને શરીરમાં એલર્જી પેદા થાય ત્યારે ત્વચા પર ખંજવાળ રક્તચાપ નીચું થાય (લો પ્રેશર), દુ:ખાવો થાય, નાકબંધ કે નાક વહેવું, હૃદયની ગતિમાં વૃદ્ધિ, શરીર પર સોજા આવે.
બ્લડ કેપીલરીની પરમીબિલિટી વધી જાય, ગેસ્ટ્રિક તકલીફ વધી જાય, કયારેક ઠંડી વધુ લાગે, કયારેક ગરમી વધુ લાગે.
હિસ્ટામીન શોક જો વધી જાય કે તેનું પ્રમાણ વધી જાય તો બ્લડ વેસલ્સ ડાયલેટ થઇ જાય, બ્લડ સપ્લાય ઓછું થાય, બ્લડ સેલમાં ન્યૂટ્રિશન ન પહોંચે બ્લડ સેલમાં ઓક્સિજન ન પહોંચે પ્રેશર લો થઇ જાય. તેથી મૃત્યુ પણ થઇ જાય.
હિસ્ટામિન એક સ્મૂથ મસલ્સના સેલમાં, નાની બ્લડ વેસલ્સમાં કામ કરે છે ત્યાં વધી જતાં ખંજવાળ આવે છે. રેડ રિએકશન થાય છે. વધી જતાં આ વ્યાધિ થાય છે. આ એચવન રિસેપ્ટર નિંદર અને જાગવાના ચક્રને નિયંત્રિત કરે છે.
ભોજન લેવું, શરીરનું તાપમાન, ભાવના, યાદશક્તિ શીખવું વગેરે પર નિયત્રંણ કરે છે.
હિસ્ટામિન બે (એચ-ટુ) ન્યૂરોફીલ, ગર્ભાશય હૃદયના સેલમાં આવેલું છે. બગડતાં હૃદયની ગતિમાં વૃદ્ધિ થાય, ગર્ભાશયનું પ્રોટીન બગડે કે એલર્જી થાય.
હિસ્ટામિન-ત્રણ (એચ-થ્રી) કેન્દ્રીય તંત્રિકા તંત્ર (સીએન.એસ.) ગેસ્ટ્રિક સ્ત્રાવ (સ્ટમકના સેલ) સેલમાં આવેલું છે. બગડતાં ગેસ કે એસીડીટી થાય.
હિસ્ટામિન ચાર (એચ-ફોર) થાઇમસ ગ્લેન્ડ, પ્લીહા નાના આંતરડા, અસ્થિમજજા, સફેદ રકતકણ (બેસોફીલ) મોટા આંતરડાના સેલમાં આવેલું છે. આ બગડતા સોજા, એલર્જી, ખંજવાળ, અનુભૂતી કે ભાવનાનું વર્ણન ન કરી શકે, આંતરડામાં સોજા, ગેસ વધવો, ઝાડા થવા, પાચન ક્રિયા પર અસર થવી. હિસ્ટામિન વધુ રિલીઝ ત્યારે જ થાય જયારે બહારના પરજીવોનો હુમલો થાય આ પરજીવી કે બેકટેરિયા ખરાબ ખાન-પાનને કારણે થાય છે.
માંસ ખાવું, દારૂ સેવન, ચહા, કોફી, પ્રિર્ઝ્વેટિવ કોલ્ડડ્રિંક, ઓપિઓઇડ/નારકોટિક્સ અને મેડિકલ ઇમેજિંગમાં વપરાતા ક્ધટ્રસ્ટ એજન્ટ, ખાદ્ય-રંગ, મીઠાઇઓ બહારના ડેરી ઉત્પાદન, ખરાબ થયેલા શાકભાજી, પરાગરજ, પાળેલા જાનવરના કારણે થાય.
બેકટેરિયા સામે લડવા માટે અસમર્થ થાય અને સ્ત્રાવ વધી જાય ત્યારે શરીર પર લક્ષણો દેખાય છે. શરદી થવી, માથું દુ:ખવું, હૃદયની ગતિ વધવી વગેરે શરૂઆતી લક્ષણ છે. આને નિયંત્રિત કરવા માટે પ્રાકૃતિક આકાર લેવો. ખાટા ફળોનું સેવન, તાંદળજો ભાજી, બાજરો, ચોખા, બ્લુબેરી, સફરજન, દાડમ, કીવી, લીલી વનસ્પતિનો ઉપયોગ કરવો.
સ્વાસ્થ્ય અને બીમારીમાં હિસ્ટામિનની ભૂમિકા નિરંતર શોધનો વિષય છે. હિસ્ટામિન એક બાયોજેનિક અમીનોએસિડ છે. જે તેજ ગતિથી ચયાપચન માટે સમાધાન રૂપમાં છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને