ઈકો-સ્પેશિયલ: દેશના અર્થપૂર્ણ વિકાસ માટે જવાબદાર મૂડીવાદ ને આર્થિક સમાનતાનાં લક્ષ્ય જરૂરી છ

2 hours ago 1

-જયેશ ચિતલિયા

ભારતનું અર્થતંત્ર ભલે વિશ્ર્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર ગણાય, પરંતુ દેશની આર્થિક અસમાનતાનો પ્રશ્ર્ન ગંભીર છે. આમ તો આ વિષય વિભિન્ન દેશ માટે પણ ચિંતાનો વિષય છે ત્યારે આપણા નાણાપ્રધાને વૈશ્ર્વિક મંચ પરથી કરેલું એક નિવેદન વૈશ્ર્વિક ચર્ચા-વિચારણા માગી લે છે.


Also read: મોર્નિંગ મ્યૂસિંગ: રોડ રેજ- સડક પર વાહનચાલકોમાં આક્રમકતા કેમ વધી રહી છે?


ઈકો-સ્પેશિયલ -જયેશ ચિતલિયા

રિસ્પૉન્સિબલ કૅપિટાલિઝમ (જવાબદાર મૂડીવાદ) આ શબ્દો તાજેતરમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ઉચ્ચાર્યા ત્યારે એમણે એમ પણ કહ્યું કે વિરાટ અર્થતંત્ર સામે સમાનતા (ઈક્વાલિટી) બહુ મોટો પડકાર હોય છે. અર્થતંત્ર માત્ર ઊંચો વિકાસદર હાંસલ કરે એ પર્યાપ્ત નથી. એની સાથે ઈકોનોમી ઈક્વાલિટી-આર્થિક સમાનતા પણ વિકસવી જોઈએ…પ્રજાના દરેક વર્ગને સમાન તકો પણ ઉપલબ્ધ થવી જોઈએ….આવા શબ્દ સાંભળવા-વાંચવા બહુ સારા લાગે છે, પણ આનો અમલ ખૂબ અઘરો છે. જોકે આપણા નાણાં પ્રધાન એક વૈશ્ર્વિક મંચ પરથી આમ બોલ્યા તે પ્રજા માટે આનંદની સાથે આવકારવાલાયક વિચારધારા છે.

વરસો પહેલાં જાણીતા અર્થશાસ્ત્રી વાડીલાલ ડગલીએ ‘રંકનું આયોજન’ નામનું એક પુસ્તક લખ્યું હતું, જેમાં આઝાદી બાદનાં ૨૫ વરસનું સરવૈયું રજૂ કરીને કેટલાક સવાલ ઉઠાવાયા હતા કે આ આઝાદીનાં ૨૫ વરસ બાદ રંક-ગરીબ પ્રજાની દશા શું છે? કેમ કે એ બધા તો ત્યાંના ત્યાં જ છે જોકે, આજે-ખાસ કરીને દસ વરસમાં એ સ્થિતિ-પરિસ્થિતિમાં ફરક પડ્યો છે.
ગરીબ-વંચિત વર્ગ પર ધ્યાન અપાઈ રહ્યું છે. એમને પૂરતી તક મળે એવી સતત વ્યવસ્થા થઈ રહી છે. એ સમયે ‘રંકનું આયોજન’ પુસ્તકે એવા સવાલ ઉઠાવ્યા હતા કે તત્કાલીન ભારત સરકારે તે પુસ્તક પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ભારતીય લેખકના જ પુસ્તક પર ભારતમાં સરકાર દ્વારા જ પ્રતિબંધ?! ખેર, આ પુસ્તક પછીથી ઉપલબ્ધ થવા લાગ્યું હતું.
વિકસિત રાષ્ટ્ર એટલે…

આજના સમયની વાત પર આવીએ તો આઝાદીનાં ૭૫ વરસ થઈ ગયાં છે, જેમાં હજી પણ પ્રજાનો બહુ મોટો વર્ગ સંઘર્ષ કરી રહ્યો છે. ગરીબી ભલે ઘટી રહી હોવાનું કહેવાતું યા દાવો કરાતો હોય (જે અમુક હદ સુધી સાચો પણ ખરો) તેમ છતાં હજી સંખ્યાબંધ બુનિયાદી પ્રશ્ર્નો ઊભા છે. ખાસ કરીને આર્થિક અસમાનતાના કોઈ સચોટ કે નકકર ઉપાય થયા નથી, કયાંક તો આ અસમાનતા સતત વધી રહી છે. ભારતની સરકાર હાલ ૨૦૪૭માં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનાં લક્ષ્ય સાથે આગળ વધી રહી છે, જ્યારે દેશ આઝાદીનાં ૧૦૦ વરસ (શતાબ્દી) ને ઊજવતો હશે. આ સમય સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાનો પડકાર સરકારે ઉપાડયો છે. જોકે વિકસિત રાષ્ટ્રની વ્યાખ્યા ખરેખર શું એ રિલેટિવ-સાપેક્ષ સવાલ છે, કેમ કે વર્તમાન સમયનાં કહેવાતાં વિકસિત રાષ્ટ્ર પોતે હાલ અનેક પડકારોનો સામનો કરી રહ્યા છે.

મેક એઆઈ ઈન ઈન્ડિયા
નિર્મલા સીતારમણ થોડો સમય પહેલાં મેકસિકોમાં એક ગ્લોબલ મંચ પરથી કહ્યું હતું કે ઈન્ટરનેશનલ મૉનેટરી ફંડ (આઈએમએફ)ના અંદાજ મુજબ ભારત ૬.૫ ટકાના દરે વિકાસ કરશે, જે સાત ટકા સુધી પણ જઈ શકે છે. હાલ ભારત વિશ્ર્વની ફાસ્ટેસ્ટ ગ્રૉઈંગ ઈકોનોમી છે. આ ગ્રોથરેટ સરેરાશ ગ્લોબલ ગ્રોથરેટ કરતાં બમણો છે. હવે ભારત ટેક્નૉલૉજીની દિશામાં વધુ ઝડપ સાથે આગળ વધવા માગે છે, જે માટે અઈં (આર્ટિફિસિયલ ઈન્ટેલિજન્સ) પર જોર આપી રહ્યું છે. આ માટે ભારત ‘મેક અઈં ઈન ઈન્ડિયા’ અને ‘અઈં વર્ક ફૉર ઇન્ડિયા’ના મિશન સાથે કામ કરી રહયું છે.

રોજગાર સર્જન પર ભાર મૂકો
આર્થિક સમાનતાની વાત પર પાછા ફરીએ તો ભારત સરકાર ખેડૂતો, ગ્રામ્યજનો, ગરીબો-વંચિતોના વિકાસ અર્થે વિવિધ તેમ જ આર્થિક સુધારાના પ્રત્યેક કદમ આ દિશામાં વધી રહ્યું છે. સરકાર રોજગાર સર્જન માટે પ્રયાસ કરી રહી છે. કૉર્પોરેટસમાં એક કરોડ યુવાનોને ઈન્ટર્નશિપ માટેની યોજના અમલમાં મૂકવામાં આવી છે. જોકે તેને કેવો સફળ પ્રતિભાવ મળે છે એ જોવું રહ્યું, બાકી સ્ટાર્ટઅપ્સ મારફત સરકાર પ્રોત્સાહન આપીને પણ રોજગાર સર્જન તેમ જ સાહસિકતાને પ્રમોટ કરવાનો પ્રયાસ કરી રહી છે.

વર્તમાન વૈશ્ર્વિક સંજોગ કેવા છે?
વૈશ્ર્વિક સ્તરે હાલ માહોલ વધુ ને વધુ અનિશ્ર્ચિતતા તરફ જતો હોવાનું જણાય છે. આર્થિક દૃષ્ટિએ પોતાને મજબૂત કરવા દરેક દેશ પોતાના પ્રયાસ કરી રહ્યા છે. ખાસ કરીને હાલ અમેરિકા પર સૌની વિશેષ નજર છે, ટ્રમ્પનું શાસન નવાં પરિમાણ સર્જે એવું જણાઈ રહ્યું છે.

બીજી બાજુ ચીન રિવાઈવલ-પુનરુત્થન માટે થનગની રહ્યું છે. રશિયાને પોતાની આગવી સમસ્યાઓ છે તો મિડલ ઈસ્ટના દેશો ગ્લોબલ સ્તરે પણ વધુ તનાવનું સર્જન કરી રહ્યા છે. આ બધાં વચ્ચે અનેક પડકારો વચ્ચે પણ ભારત પોતાની આર્થિક નીતિઓ સાથે આગળ વધી રહ્યું છે.


Also read: હેં… ખરેખર?! : ક્યારેક મહારાષ્ટ્રમાં હતી અખંડ ભારતની રાજધાની


પ્રજાને સ્વાવલંબી બનાવો…
હાલ મહારાષ્ટ્રમાં ચૂંટણીનો માહોલ છે ત્યારે દરેક પક્ષ પોતાને મત મળે એ માટે પ્રજાને આકર્ષવા જાત જાતની ઑફર સાથે વાયદા આપી રહ્યા છે, જેમાં આખરે તો સરકારી તિજોરીમાંથી જ એ નાણાં જવાનાં છે. આનાથી પ્રજા સ્વાવલંબી બનવાને બદલે પરાવલંબી બનશે.. આને બદલે સરકાર રોજગારસર્જન પર ભારે મૂકે અને સતત તેના ગંભીર પ્રયાસ ચાલુ રાખે એ પ્રજા અને દેશ બંનેના હિતમાં ગણાશે. આ વાત માત્ર મહારાષ્ટ્ર જ નહી, બલકે દરેક રાજ્યને લાગુ પડે છે. ખરા અર્થમાં વિકસિત રાષ્ટ્રની આ સાચી નિશાની છે.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article