ઈરાનમાં ઈઝરાયેલના હુમલામાં બે સૈનિકના મોત, સૈન્ય ઠેકાણાઓ ધ્વસ્ત…

2 hours ago 1
Two soldiers killed successful  Israeli onslaught  successful  Iran, subject   bases destroyed Credit : afp

Iran Israel War: ઈઝરાયેલે ઈરાન પર શનિવાર હુમલો કર્યો છે. ઈઝરાયેલે આ હુમલામાં ઈરાનના સૈન્યને નિશાન બનાવ્યા છે. આ હુમલા બાદ ઈઝરાયલે નિવેદન પણ જાહેર કર્યું છે. ઈઝરાયેલે કહ્યું, તેમના પર છેલ્લા સમયથી ઈરાન અને તેના સહયોગીઓ તરફથી સતત હુમલા કરવામાં આવતા હતા, હવે અમે પલટવાર કર્યો છે. અમે અમારા લોકો અને દેશને બચાવવા કંઈપણ કરીશું.

આ પણ વાંચો : Israel-Iran War: ઈઝરાયેલે ઈરાન પર કર્યો મોટો હુમલો, તહેરાનમાં સૈન્ય મથકો પર બોમ્બમારો

આ હુમલા અંગે IDF ના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ કહ્યું, ઈરાનના હુમલાના જવાબમાં ઈઝરાયેલ તેમના સૈન્ય મથકો પર હુમલો કરી રહ્યું છે. ઈરાન અને તેના સહયોગી દેશો 7 ઓક્ટોબર, 2023થી ઈઝરાયેલ પર સતત સાત મોરચે હુમલો કરી રહ્યા છે. અમને જવાબ આપવાનો અધિકાર છે, અમે ઇઝરાયેલ અને અમારા લોકોના રક્ષણ માટે જે જરૂરી હશે તે કરીશું.

ઈરાને પુષ્ટિ કરી છે કે ઈઝરાયેલના હવાઈ હુમલામાં તેના બે સૈનિકો માર્યા ગયા છે. ઈરાની સૈન્યએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે માર્યા ગયેલા સૈનિકોની ઓળખ મેજર જહાંદીદેહ અને લેફ્ટનન્ટ શાહરોખીફર તરીકે થઈ છે. આ ઘટનાથી વિસ્તારમાંવધી રહેલી તંગદિલી વધુ ઘેરી બની છે. ઈરાનના દક્ષિણપૂર્વ વિસ્તારમાં થયેલા હુમલામાં દેશના રાષ્ટ્રીય પોલીસ દળના 10 સભ્યો માર્યા ગયા હોવાનો સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે.

#UPDATE Israel bombed subject targets successful Iran connected Saturday, sidesplitting astatine slightest 2 soldiers, fulfilling a vow to avenge a rocket barrage and stirring fears of a full-scale Middle East war. https://t.co/lgKriujEGn

— AFP News Agency (@AFP) October 26, 2024

આ પણ વાંચો : ઇઝરાયેલે હિઝબુલ્લાહના ઠેકાણા પર કર્યો હુમલો, પત્તાના મહેલની માફક પડી બિલ્ડિંગ…

ભારતમાં ઇઝરાયલના રાજદૂતે શું કહ્યું

મુંબઈમાં ઈઝરાયેલના રાજદૂત કોબી શોશાનીએ જણાવ્યું હતું કે ઈરાન પર ઈઝરાયેલે ટાર્ગેટ હુમલા કર્યા હતા, જે તાજેતરના બેલિસ્ટિક મિસાઈલ હુમલાનો જવાબ હતો. તેમણે એ પણ સ્પષ્ટતા કરી હતી કે ઈઝરાયેલે માત્ર લશ્કરી લક્ષ્યોને જ નિશાન બનાવ્યા હતા, જ્યારે ઈરાન અને તેના સાથી દેશો દ્વારા કરવામાં આવેલા હુમલામાં નાગરિકોની જાનહાનિ થઈ હતી. શોશાનીએ કહ્યું કે ઈઝરાયલ મધ્ય પૂર્વમાં કોઈપણ જગ્યાએ પહોંચી શકે છે અને ઈરાનના જવાબની રાહ જોઈ રહ્યું છે. તેમણે ગાઝામાં હિઝબુલ્લાહ અને હમાસ સાથે વાતચીત સામે સુરક્ષા ઝોન બનાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article