સંભલ: ઉત્તર પ્રદેશના સંભલ શહેરમાં શાહી જામા મસ્જિદમાં સર્વેક્ષણ મામલે હોબાળો મચી (Uproar successful Sambhal of UP) ગયો. ટોળાએ પથ્થરમારો કરતા પોલીસે વળતી કાર્યવાહી કરી હતી, કથિત રીતે પોલીસના ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે ડેપ્યુટી કલેક્ટર, એસપી પીઆરઓ અને કોન્સ્ટેબલ ઘાયલ થયા હતા. પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગેસના શેલ છોડીને ભીડને વિખેરી નાખી હતી.
વાહનોને આગ ચાંપી:
ગુસ્સે ભરાયેલા ટોળાએ મસ્જિદની બહાર પાર્ક કરેલી કાર અને બાઇકને આગ ચાંપી દીધી હતી, ઘણા વાહનોને સળગાવી દીધા હતા. સ્થિતિ ધ્યાનમાં રાખીને જિલ્લાના તમામ વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર હાજર છે. ડીઆઈજી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
બજી વાર સર્વે કરવા પહોંચી ટીમ:
સદર શાહી જામા મસ્જિદ હરિહર મંદિર હોવાનો દાવો કરવામાં આવ્યો. કૈલાદેવી મંદિરના મહંત ઋષિરાજ ગિરીએ સિવિલ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. અગાઉ 19 નવેમ્બરના રોજ સર્વે કરવામાં આવ્યો હતો, તે દિવસે પણ લોકોએ વિરોધ કર્યો હતો, પરંતુ પોલીસ પ્રશાસને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.
Also read:
આજે રવિવારે સવારે, કોર્ટ કમિશનર રમેશ રાઘવ, ડીએમ ડો. રાજેન્દ્ર પાંસિયા અને એસપી કૃષ્ણ કુમાર બિશ્નોઈ સાથેની ટીમ ફરી સર્વે કરવા માટે પહોંચી હતી. પોલીસે મસ્જિદની બહારના તમામ રસ્તાઓ પર બેરીકેડ લગાવીને સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો હતો પરંતુ થોડી જ લોકોના ટોળા એકઠા થઇ ગયા હતાં. થોડીવારમાં હજારોની ભીડ એકઠી થઈ ગઈ અને ઉગ્ર સુત્રોચ્ચાર શરુ કર્યા હતાં.
શહેરમાં તંગદિલી યથાવત:
અધિકારીઓએ ભીડને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ એક શેરીમાંથી આવેલા ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો, પોલીસે વળતી કાર્યવાહી કરી હતી. આ દરમિયાન ગોળી વાગવાથી એક અજાણ્યા વ્યક્તિનું મોત થયું હતું જ્યારે ડેપ્યુટી કલેક્ટર રમેશ બાબુ, એસપી પીઆરઓ સંજીવ કુમાર અને કોન્સ્ટેબલ આશિષ વર્મા ઘાયલ થયા હતા.
શહેરમાં તણાવની વચ્ચે ટીમે કડક સુરક્ષા હેઠળ સર્વે હાથ ધર્યો હતો અને બે કલાક બાદ ટીમ બહાર આવી હતી. સર્વે બાદ પણ શહેરમાં તંગદિલી યથાવત છે. સંભલમાં હંગામા બાદ મોટાભાગના વિસ્તારોમાં બજારો બંધ છે.
Also read: યુપીના સંભલમાં જામા મસ્જિદનો સર્વે કરવા પહોંચેલી ટીમ પર પથ્થરમારો, શહેરમાં તણાવ
માયાવતીએ પ્રતિક્રિયા આપી:
બહુજન સમાજવાદી પાર્ટી(BSP) સુપ્રીમો માયાવતીએ કહ્યું કે યુપીના સંભલ જિલ્લામાં શાહી જામા મસ્જિદ અંગે અચાનક વિવાદ, સુનાવણી અને પછી ઉતાવળમાં કરવામાં આવેલા સર્વેના સમાચાર રાષ્ટ્રીય ચર્ચા અને મીડિયા હેડલાઈનમાં છે, પરંતુ આ રીતે સૌહાર્દ અને વાતાવરણને બગાડવાના પ્રયાસની નોંધ સરકાર અને માન. સુપ્રીમ કોર્ટે પણ લેવી જોઈએ.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને