એક સામાન્ય બેંક ગ્રાહક પાસે પણ મજબૂત કાનૂની અધિકાર છે

2 hours ago 1

વિશેષ  -પ્રભાકાંત કશ્યપ

ભારતીય રિઝર્વ બેંક દ્વારા રચાયેલ ‘બેંકિંગ કોડ્સ એન્ડ સ્ટાન્ડર્ડ્સ બોર્ડ ઓફ ઈન્ડિયા’ બેંક ગ્રાહકોને ઘણા મહત્ત્વપૂર્ણ અધિકારો આપે છે. ઉદાહરણ તરીકે – જો કોઈ બેંક કર્મચારી ગ્રાહકને યોગ્ય સેવા ન આપે, તેને એક કાઉન્ટરથી બીજા કાઉન્ટર પર વારંવાર દોડાવે, જો કોઈ તેને બિનજરૂરી રીતે હેરાન કરે, તો તેની ફરિયાદ એ જ બેંકમાં હાજર ફરિયાદ નિવારણ કાઉન્ટર પર કરી શકાય છે.

નાનું અથવા મૂળભૂત બેંક ખાતું એ દરેક વ્યક્તિનો કાનૂની અધિકાર છે.  આવું ખાતું ખોલાવવા માટે આપેલા ફોર્મ પર વ્યક્તિનો ફોટો અને હસ્તાક્ષર અથવા અંગૂઠાની છાપ સબમિટ કરીને ખાતું ખોલાવી શકાય છે. 

| Also Read: તસવીરની આરપાર : ગોંડલ રેલવે સ્ટેશન ભગવતસિંહજી બાપુની દુરંદેશીનું પ્રતિબિંબ છે…

જોકે, આ ખાતામાં ટ્રાન્ઝેક્શનની મર્યાદા છે. પરંતુ કોઈ પણ બેંક નાગરિકને તેની પાસે કાયમી સરનામું ન હોવાના કારણે ખાતું નામંજૂર કરી શકતી નથી. 

બેંકનો કોઈપણ ગ્રાહક ખાતું ખોલાવતી વખતે તેના ખાતાની વિશેષ શરતો સંબંધિત તમામ માહિતી મેળવી શકે છે, તે તેનો અધિકાર છે. જો બેંક કર્મચારી તે આપવાની ના પાડે તો ફરિયાદ કરી શકાય છે.

જો બેંક ગ્રાહકના બી સી બી ડી (બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝીટ) ખાતામાં જમા રકમ શૂન્ય હોય તો પણ બેંક આ ગ્રાહકનું ખાતું બંધ કરી શકતી નથી. તેમજ બેંક આ ખાતું ફરીથી ખોલવા માટે ગ્રાહક પાસેથી કોઈ ફી વસૂલ કરી શકશે નહીં. જો બેંક કોઈપણ રીતે આ માટે વધારાની ફીની માંગ કરે, તો ફરિયાદ કરી શકાય છે.

| Also Read: મગજ મંથન : માત્ર વસ્તુઓ નહીં, મોહ ને અહંકારનો પણ ત્યાગ જરૂરી..

જો તમને ક્યાંકથી ફાટેલી કે જૂની નોટ મળી હોય તો તમે કોઈપણ બેંકની શાખામાં જઈને તમારી જૂની અને ફાટેલી નોટ બદલી શકો છો. આ માટે બેંક તમને ના પાડી શકે નહીં. 

જો ગ્રાહક તરીકે તમે બેંકની સેવાઓથી સંતુષ્ટ ન હોવ તો તમે બેંકના શાખા અધિકારી અથવા ટોલ ફ્રી નંબરનો સંપર્ક કરી શકો છો. જો કોઈ કર્મચારી તમારી સાથે અસભ્ય વર્તન કરે, તો તેના વિશે અલગથી ફરિયાદ કરી શકાય છે. ફરિયાદ સાંભળનાર અધિકારીનું નામ અને સરનામું દરેક બેંકની શાખામાં લખવામાં આવે છે.

આ અધિકારીએ તમારી વાત સાંભળવી પડશે એટલું જ નહીં, એણે તમારી ફરિયાદની સ્ટેમ્પવાળી રસીદની નકલ પણ એ જ બારી પર વૃદ્ધો અને અપંગોને આપવાની રહેશે. બૅન્કે તમામ સુવિધાઓ આપવાની રહેશે. તે વૃદ્ધો અને અપંગ લોકો માટે કાયદેસર છે. એ તમારો હક છે.

કોઈપણ વ્યક્તિ નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર દ્વારા કોઈપણ બેંકમાંથી કોઈપણ અન્ય બેંક ખાતામાં ૫૦,૦૦૦ રૂપિયા સુધી જમા કરાવી શકે છે. આ માટે વ્યક્તિનું તે બેંકમાં ખાતું હોવું જરૂરી નથી. જો ચેક કલેક્શનમાં બેંક દ્વારા નિર્ધારિત સમય કરતાં વધુ સમય લાગે, તો ગ્રાહકોને વળતર મેળવવાનો અધિકાર છે. આ વળતરની રકમ સાદા વ્યાજના દરે ચૂકવવામાં આવશે. 

| Also Read: સાયબર સાવધાની : ભૂલથી ગયેલા પાંચ હજાર મેળવવામાં છ લાખનો ફટકો

જો કોઈ ગ્રાહકે બેંકમાંથી લોન લીધી હોય અને તેના માટે કોઈ સિક્યોરિટી આપી હોય, તો બેંકે સંપૂર્ણ લોન ચૂકવ્યાના ૧૫ દિવસની અંદર તે સિક્યોરિટી ગ્રાહકને પરત કરવાની રહેશે.બૅન્ક પોતાનાં તમામ ઉત્પાદનો અને સેવાઓ માટે જવાબદાર છે. જો બેંક મૂળભૂત ધોરણોનું પાલન કરવામાં નિષ્ફળ જાય તો ગ્રાહકને ફરિયાદ કરવાનો કાનૂની અધિકાર છે. હકીકતમાં બેંક ગ્રાહકો માટે ટ્રસ્ટી તરીકે કામ કરે છે. બેંક અને ગ્રાહક વચ્ચેનો સંબંધ મૂળભૂત રીતે લેણદાર અને દેણદારનો છે.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article