All eyes connected  Hardik's different  captaincy successful  MI www.news18.com

મુંબઈઃ આઇપીએલની 2025ની સીઝન પહેલાં મેગા ઑક્શનનો સમય નજીક (24-25 નવેમ્બર) આવી ગયો છે અને એ પહેલાં તમામ ટીમોએ પોતે રીટેન કરેલા ખેલાડીઓની યાદી બહાર પાડી દીધી છે જેમાં ખાસ કરીને મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ) પર સૌ કોઈની નજર છે. સૌથી મોટું કારણ એ છે કે 2024માં હાર્દિક પંડ્યાના સુકાનમાં આ ટીમ છેક 10મા નંબરે રહી હતી એમ છતાં તેને આ વખતે ફરી સૂત્રધાર બનાવાયો છે.

રોહિત શર્મા ટી-20 ઇન્ટરનૅશનલ છોડી ચૂક્યો છે અને આઇપીએલમાં માત્ર એક ખેલાડી તરીકે રમતો જોવા મળશે. જોકે એમઆઇને પાંચ-પાંચ ટાઇટલ અપાવી ચૂકેલા રોહિતની હાર્દિકને તેમ જ સાથી ખેલાડીઓને મૅચ દરમ્યાન તેમ જ ડ્રેસિંગ-રૂમમાં ઘણી મદદ મળી રહેશે એમાં કોઈ શંકા નથી.

આ પણ વાંચો : ટેનિસ-લેજન્ડ રાફેલ નડાલની ફેરવેલ મૅચનો સમય નજીક આવી ગયો!

એમઆઇનું ફ્રૅન્ચાઇઝી હાર્દિક અને રોહિત સહિત પાંચ ખેલાડીને રીટેન કરવા માટે કુલ 75 કરોડ રૂપિયાનો ખર્ચ કરી ચૂકયું છે. રીટેન કરવામાં આવેલા અન્ય ત્રણ ખેલાડીઓમાં જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માનો સમાવેશ છે.
2022માં ગુજરાત ટાઇટન્સ (જીટી)ને ડેબ્યૂ ટૂર્નામેન્ટમાં ટાઇટલ અપાવ્યા બાદ 2023માં આ ટીમને રનર-અપ બનાવનાર હાર્દિકે 2024માં એમઆઇમાં કમબૅક કર્યું અને રોહિતનું સુકાન તેને સોંપવામાં આવ્યું ત્યારે રોહિતના અસંખ્ય ક્રિકેટપ્રેમીઓ નારાજ થયા હતા. જોકે એમઆઇના ફ્રૅન્ચાઇઝીએ ફરી એકવાર હાર્દિકમાં વિશ્વાસ મૂક્યો છે અને હાર્દિક ફરી એકવાર કહી ચૂક્યો છે કે `મારી શાનદાર કરીઅરમાં એમઆઇની મહત્ત્વની ભૂમિકા રહી છે.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને