પુણે: વિપક્ષી જૂથ મહા વિકાસ આઘાડી આગામી છ નવેમ્બરે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે તેનું પ્રચાર અભિયાન શરૂ કરશે, એમ એનસીપી (એસપી)ના વડા શરદ પવારે ગુરુવારે જણાવ્યું હતું.
પવારે કહ્યું કે આ અભિયાનનું નેતૃત્વ તેઓ અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે કરશે.
પુણે જિલ્લામાં બારામતી ખાતે તેમણે કહ્યું હતું કે, તેઓ રાજ્યના લોકોની સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરે છે. કેટલાક મતવિસ્તારોમાં એમવીએ ભાગીદારો એનસીપી (એસપી), કોંગ્રેસ અને સેના (યુબીટી) વચ્ચે મૈત્રીપૂર્ણ લડાઈ વિશે પૂછવામાં આવતા, પવારે કહ્યું કે આવી માત્ર 10-12 બેઠકો છે જ્યાં એમવીએના બે ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો ભર્યા છે. મને વિશ્વાસ છે કે અમે આગામી બે દિવસમાં કોઈ ઉકેલ શોધી લઈશું અને સમસ્યાનો ઉકેલ લાવીશું, એમ તેમણે કહ્યું હતું.
એમવીએ રાજ્યના લોકોનો ટેકો મેળવવા માટે ‘કાર્યક્રમ’ (સામાન્ય લઘુત્તમ કાર્યક્રમ) ઓફર કરશે. પવારે કહ્યું કે તેમનો ચૂંટણી પ્રચાર તેમની, રાહુલ ગાંધી અને ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં શરૂ કરવામાં આવશે.