પ્રયાગરાજઃ પ્રયાગરાજ ખાતે મહાકુંભનો પવિત્ર ઉત્સવ ચાલી રહ્યો છે. મહાકુંભમાં હાલમાં એક પછી એક અકસ્માતોના સમાચાર આવી રહ્યા છે. હવે આજે અહીંના એક મંડપમાં આગ લાગવાના સમાચાર જાણવા મળ્યા છે. મળતી માહિતી મુજબ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજીના મંડપમાં આગ લાગી છે. આગને કારણે લોકોની ચિંતા વધી ગઈ છે.
Also work : Delhi assembly election: રાષ્ટ્રપતિ મુર્મુ અને રાહુલ ગાંધીએ મતદાન કર્યું, આતિશી કાલકાજી મંદિર પહોંચ્યા
આ અકસ્માત અંગે હજી સુધી વધુ વિગતો જાણવા મળી નથી. મહાકુંભમાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજીના મંડપમાં લાગેલી આગની કેટલીક તસવીરો સામે આવી છે. આગની જાણ થતા જ અગ્નિશમન દળની ગાડી ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને તેમણે સમયસર આગ પર કાબૂ મેળવી લીધો હતો.
મહાકુંભમાં આગ લાગવાના કે અન્ય અકસ્માત થવાનો આ પહેલો કિસ્સો નથી. આ પહેલા પણ આવા અકસ્માત થઇ ચૂક્યા છે. 19 જાન્યુઆરીના રોજ મહાકુંભમાં આગ લાગી હતી જેમાં ૪૦થી વધુ ઝૂંપડા અને તંબુઓ બળીને રાખ થઈ ગયા હતા. આ આગ રવિવારના રોજ સાંજે ચાર વાગે લાગી હતી અને તેણે થોડીવારમાં જ ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જો કે, આગને સમયસર કાબુમાં લઈ લેવામાં આવી હતી, નહીં તો મોટું નુકસાન થઈ શક્યું હોત.
ત્યારબાદ 30 જાન્યુઆરીએ અચાનકમાં સેક્ટર 22 માં આગ લાગી હતી. આ અકસ્માતમાં પણ ઘણા તંબુઓ બળીને રાખ થઈ ગયા હતા. જોકે, અહીં પણ ફાયર બ્રિગેડ સમયસર પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો. અને મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. આ આગમાં પણ કોઈ જાનહાનિ થઇ નહોતી પરંતુ ઘણું આર્થિક નુકસાન થયું હતું.
મહાકુંભમાં આગ લાગવાની ઘટનાઓ અટકવાના કોઈ જ સંકેત દેખાઈ રહ્યા નથી. બીજી ફેબ્રુઆરીના રોજ પણ મહા કુભના સેક્ટર 18 માં ભીષણ આગ લાગી હતી. એ વખતે એવું કહેવામાં આવ્યું હતું કે સિલિન્ડર બ્લાસ્ટ થવાને કારણે આગ લાગી છે. જોકે, ફાયર બ્રિગેડની ટીમ આવે તે પહેલા જ તંબુમાં રહેનારા લોકોએ જાતે જાગને ઓલવી નાખી હતી.
Also work : “અગ્નિપરીક્ષા” બાદ લિબિયામાં ફસાયેલા 18 નાગરિકોની વતન વાપસી
આટલી બધી સાવચેતી રાખવા છતાં પણ મહાકુંભમાં વારે ધડીએ કેમ આગ લાગે છે એનું કારણ પ્રશાસનને પણ જાણવા નથી મળી રહ્યું. આ આગ ખરેખર દુર્ઘટના છે કે પછી માનવસર્જિત એટલે કે કોઇ અસામાજિત તત્વોનું કામ છે એની તપાસ આદરવામાં આવી છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને