ઓસ્ટ્રેલિયામાં આટલા વર્ષના બાળકો માટે સોશિયલ મીડિયાના વપરાશમાં આવ્યો પ્રતિબંધ, જાણો શા માટે…

2 hours ago 1

મેલબોર્ન: ઑસ્ટ્રેલિયાના રાજ્યોએ આજે સર્વસંમતિથી એક રાષ્ટ્રીય યોજનાને સમર્થન આપ્યું હતું, જે હેઠળ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે મોટા ભાગના સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

આ પણ વાંચો : સતત Social Media પર જ Busy રહે છે બાળક? તમારા માટે આ સમાચાર છે મહત્વના

આઠ રાજ્યના નેતાઓએ દુનિયામાં આ પ્રકારના પ્રથમ રાષ્ટ્રીય અભિગમ પર ચર્ચા કરવા માટે વડા પ્રધાન એન્થની અલ્બેનીઝ સાથે ડિજિટલ મીટિંગ યોજી હતી, જે હેઠળ વય મર્યાદા લાગુ કરવાની જવાબદારી ‘એક્સ’, ‘ટિકટોક’, ‘ ઇન્સ્ટાગ્રામ’ અને ‘ફેસબુક’ જેવા પ્લેટફોર્મ પર રહેશે.

અલ્બેનીઝે પત્રકારોને કહ્યું હતું કે સોશિયલ મીડિયા આપણી નવી ઓસ્ટ્રેલિયન પેઢીને સામાજિક નુકસાન પહોંચાડી રહ્યું છે. આપણા કિશોરોની સલામતી અને માનસિક સ્વાસ્થ્ય એ પ્રાથમિકતા હોવી જોઈએ.

સરકારમાં વિવિધ હોદ્દા ધરાવતા નેતાઓ મહિનાઓથી વય મર્યાદા અંગે ચર્ચા કરી રહ્યા હતા અને તેને 14 વર્ષથી વધારીને 16 વર્ષ કરવાના વિકલ્પ પર વિચારણા કરી રહ્યા હતા. અલ્બેનીઝે કહ્યું હતું કે જ્યારે તસ્માનિયા 14 વર્ષને પ્રાથમિકતા આપે છે પરંતુ તે રાષ્ટ્રીય એકરૂપતાના પક્ષમાં 16 વર્ષની મર્યાદાને સમર્થન આપવા તૈયાર છે.

આ પણ વાંચો : અમેરિકાના ચૂંટણીમાં ધમાલ મચાવી Elon Musk-Donald Trump ની જોડીએ, વિશ્વાસ ના હોય તો તમે પણ જોઈ લો…

આ કાયદો બે અઠવાડિયામાં સંસદમાં રજૂ કરવામાં આવશે અને કાયદો બન્યાના એક વર્ષ બાદ વય મર્યાદા અમલમાં આવશે. આનાથી બાળકોને તેનાથી કેવી રીતે દૂર રાખવા તે નક્કી કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને સમય મળશે. જોકે, સરકારે હજુ સુધી કોઈ ટેકનિકલ ઉકેલ રજૂ કર્યો નથી.

આ વિલંબનો હેતુ ઉંમર તપાસવા સંબંધિત ગોપનીયતાની ચિંતાઓને દૂર કરવા માટે સમય આપવાનો પણ છે. ગુરુવારે 16 વર્ષની વય મર્યાદાની જાહેરાત કરવામાં આવી હોવાથી મુખ્ય વિપક્ષી પાર્ટીએ તેને સૈદ્ધાંતિક રીતે ટેકો આપ્યો છે, જે સૂચવે છે કે બિલ સેનેટમાં પસાર થશે.

આ પણ વાંચો : જીવના જોખમે પણ યુવાનોમાં રીલ બનાવવાનો છે આવો ખતરનાક શોખ !

ગ્રીન્સ પાર્ટીએ તેની ટીકા કરતા કહ્યું કે આ પ્રતિબંધથી ઓસ્ટ્રેલિયામાં સ્વીડની ગ્રેટા થનબર્ગ જેવા ભવિષ્યના બાળ પર્યાવરણીય કાર્યકરોના ઉદભવમાં અવરોધરૂપ બનશે. કોમ્યુનિકેશન મિનિસ્ટર મિશેલ રોલેન્ડે જણાવ્યું હતું કે બાળકોને ઓનલાઈન એજ્યુકેશન અને હેલ્થ સેવાઓની સુવિધાઓ મળતી રહેશે.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article