આ કારણે 21 વર્ષ જૂનો ડ્રેસ પહેરીને બહેનની સગાઈમાં પહોંચી એક્ટ્રેસ, લૂક જોઈને તમે પણ…

2 hours ago 1
Ananya Pandey tribute formal  Rohit Bal

બોલીવૂડ સ્ટાર કિડ્સ અનન્યા પાંડે અવારનવાર પોતાના લૂકને કારણે ચર્ચામાં રહે છે અને હવે ફરી એક વખત એક્ટ્રેસ પોતાના લૂકને કારણે ચર્ચામાં આવી છે. હવે તમને થશે કે પોતાની ફેશનથી ફેન્સના દિલની ધડકનો વધારનારી અનન્યાની એવી તે શું મજબૂરી હતી કે તે 21 વર્ષ જૂનો ડ્રેસ પહેરીને પહોંચી હતી?

વાત જાણે એમ છે કે હાલમાં અનન્યા પાંડે પોતાની બહેન દિયા શ્રોફની સગાઈમાં પહોંચી હતી અને આ ઈવેન્ટ પર તે સુંદર ડિઝાઈનર ડ્રેસ પહેરીને પહોંચી હતી. આ ડ્રેસ 21 વર્ષ જૂનો હતો અને તે ડિઝાઈન કર્યો હતો જાણીતા ફેશન ડિઝાઈનર રોહિત બલે.

અહીંયા તમારી જાણ માટે કે રોહિત બલનું બીજી નવેમ્બરના હાર્ટએટેકને કારણે નિધન થયું હતું અને તેણે રોહિત બલને શ્રદ્ધાંજલિ આપવા માટે આ પગલું ઉઠાવ્યું હતું. 21 વર્ષ પહેલાં રોહિતે આ ડ્રેસ અનન્યાની માતા ભાવના પાંડે માટે ડિઝાઈન કર્યો હતો.

અહીંયા મજાની વાત તો એ છે કે રોહિત બલના છેલ્લાં શોમાં અનન્યા પાંડે જ શોસ્ટોપર હતી. અનન્યાએ સગાઈના ફોટો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. આ ફોટોમાં તે સલવાર સૂટમાં જોવા મળી રહી છે અને તેણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે આ સૂટ તેની માતા ભાવના પાંડેનો છે અને રોહિત બલે તે ડિઝાઈન કર્યો હતો.

આપણ વાંચો: Shocking: OMG, બ્રેકઅપ બાદ એક્સના ફોટો સાથે અનન્યા પાંડે કરે છે આ કામ…

અનન્યાએ પોતાની પોસ્ટમાં આગળ એવું પણ લખ્યું હતું કે દુલ્હન દિયા શ્રોફ… બહેનના લગ્ન માટે ઉત્સાહિત તો છું જ પણ સાથે સાથે તેમના જવાનું દુઃખ પણ છે. જોકે. એ ભાઈ મળવાને કારણે ખુશ પણ છું. મેં રોહિત બલ દ્વારા મારી મમ્મી માટે ડિઝાઈન કરવામાં આવેલો 21 વર્ષ જૂનો સૂટ પહેર્યો છે. ગુડ્ડા તમે હંમેશા યાદ આવશો. અહીંયા તમારી જાણ માટે ઈન્ડસ્ટ્રીમાં લોકો રોહિતને વ્હાલથી ગુડ્ડાના નામે પણ બોલાવતા હતા.

અનન્યા પાંડેના આ ગ્રીન સૂટના ફોટો સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યા છે અને લોકો અનન્યાના લૂકના વખાણ કરતાં નથી થાકી રહ્યા. તમે પણ અનન્યાનો લૂક ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article