Pakistani infiltrator caught adjacent   Balasar borderline  of Kutch

કચ્છઃ ગુજરાતમાં 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી વચ્ચે કચ્છની બાલાસર બોર્ડર નજીકથી પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો હતો. કચ્છની બોર્ડર પર બીએસએફના જવાનોએ શંકાસ્પદ ગતિવિધિ બાદ કાર્યવાહી કરી હતી. જવાનોએ આસપાસના વિસ્તારની તપાસ કરતા એક ઘૂસણખોર મળી આવ્યો હતો. ઘૂસણખોરની ઓળખ પાકિસ્તાની નાગરિક તરીકે થઈ હતી. પાકિસ્તાનના સિંધના બદીન જિલ્લાનો ખાવર નામનો પાકિસ્તાની નાગરિક ઝડપાયો હતો. બીએસએફએ ઝડપેલા પાકિસ્તાનીની હાલ વધુ પૂછપરછ ચાલુ છે. પ્રજાસતાક દિવસને ધ્યાનમાં રાખીને બીએસએફની આંતરરાષ્ટ્રીય સીમા પર વિશેષ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રાજકોટ ગ્રામ્ય એસઓજીએ બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી પાડ્યા હતા. રાજકોટ ગ્રામ્ય એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે રંગપર ગામના પાટિયા નજીક મારુતિ સોસાયટીમાં રહેતા બે બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી પાડ્યા હતા. પોલીસે આ બન્ને શખ્સોની પૂછપરછ કરી તે કયા કારણોસર, કેવી રીતે, ક્યા ઈરાદાથી અહીં આવ્યો હતો તેની પૂછપરછ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે પકડાયેલા બન્ને બાંગ્લાદેશી શખ્સો કોઈ પણ પ્રકારના આધારપુરાવા વગર ભારતમાં ઘૂસણખોરી કરી ગુજરાતના રાજકોટમાં કેમ રહેતા હતા તે પણ તપાસનો વિષય છે.

આ પણ વાંચો : ગુજરાતમાં થોડા વિરામ બાદ ફરી ઠંડીનું જોરઃ પવન ફૂંકાતા લોકો ઠુઠવાયા

પોલીસે બન્ને શખ્સોની પૂછપરછ કરતા તેનું નામ સોહિલહુસેન યાકુબઅલી (ઉ.વ.30) મુળ વતન મોનીરામપુર જોસર થાના મોનીરાપુર જી.જોસર રાજધાની ઢાંકા (બાંગ્લાદેશ) અને રીપોનહુસેન અમીરૂલ ઇસ્લામ (ઉ.વ.28) મુળ વતન મોનીરામપુર જોસર થાના મોનીરાપુર જી.જોસર રાજધાની ઢાંકા (બાંગ્લાદેશ) હોવાનું જણાવ્યું હતું. શંકાસ્પદ બે બાંગ્લાદેશી નાગરીકો સોહિલહુસેન યાકુબઅલી તથા રીપોનહુસેન અમીરૂલઇસ્લામને ઝડપી પાડી ધનિષ્ઠ પૂછપરછ કરતા વધુ એક મહિલા રંગપર ગામના પાટીયા પાસે મારૂતી સોસાયટીમાં રહેતી હોવાની હકીકત મળી હતી. જેના આધારે શંકાસ્પદ બાંગ્લાદેશી મહિલા રીના ખુરર્શીદઆલોમ બિશ્વાસ (ઉ.વ.34)ની પણ ધરપકડ કરવામાં આવી હતી.આ સ્ત્રી કોઇ ગુન્હાહીત પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે કે કેમ? તેમજ તે ખરેખર કયા હેતુથી ઘૂસણખોરી કરી તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને