કચ્છમાં મિશ્ર વાતાવરણનું ઉતરાણ: દિવસ અને રાતના તાપમાનમાં 8થી 10 ડિગ્રીનો તફાવત…

3 hours ago 1
 35 grade  maximum somesthesia  successful  Bhuj...

ભુજ: સમગ્ર ઉત્તર ભારતની સાથે સરહદી જિલ્લા કચ્છમાં મિશ્ર વાતાવરણની આણ બરકરાર રહેવા પામી છે. વહેલી સવારે 22થી 24 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે ઠંડીના ચમકારા બાદ દિવસ ચઢતાની સાથે જ મહત્તમ તાપમાનનો આંક 36થી 38 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચે ચઢી જતા ચૈત્રી ગરમી જેવો અહેસાસ નવરાત્રી પર્વના દિવસોમાં થઇ રહ્યો છે.

રાત્રિથી વહેલી સવાર દરમ્યાન પડી રહેલી ગુલાબી ઠંડી લોકોને પંખા ધીમા કરવા મજબુર કરી રહી છે, માર્ગો રાત્રી દરમ્યાન થતી ઝાકળવર્ષાથી ભીના થઇ જાય છે જયારે દસ વાગ્યા બાદ સ્વચ્છ આકાશ સાથે મહત્તમ તાપમાનનો આંક ૩૭ ડિગ્રી સે.પર પહોંચી જતાં વાતાવરણ હૂંફાળું બની જાય છે.

ભુજમાં આજે લઘુતમ 24 અને મહત્તમ તાપમાન 36 ડિગ્રી આસપાસ રહેતા 12 ડિગ્રીનો તફાવત રહ્યો હતો. વાતાવરણમાંથી ભેજ અદ્રશ્ય થતાં અને પવનો પણ મંદ પડી જતાં ગરમીની અનુભૂતિ 42 ડિગ્રી સે.જેટલી થવા પામી રહી છે જે વિશ્વના ઇજિપ્ત, અલ્જેરિયા, સાઉદી અરેબિયા જેવા ગરમ પ્રદેશોની સમકક્ષ છે. ભારે ગરમીના કારણે બપોરની પાળીમાં રહેલાં ભૂલકાંઓને ભારે હાલાકી પડી રહી છે અને સંખ્યાબંધ બાળકો બીમાર પડી રહ્યાં છે. અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે પણ દિવસ-રાતના તાપમાનમાં 8 ડિગ્રી જેટલો તફાવત રહેવાની સાથે અહીં પણ દિવસે ગરમી રાત્રે ગુલાબી ઠંડકનો તાલ સર્જાયો હતો.

કંડલા બંદરમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહેતાં આસપાસના ગાંધીધામ,અંજાર આદિપુરમાં આંશિક ગરમીની આણ યથાવત રહી હતી. સૂર્યાસ્ત બાદ કચ્છના મોટા ભાગના મથકોમાં લઘુતમ તાપમાનનો આંક ૨૨થી 25 ડિગ્રીની આસપાસ રહેતાં રાત્રે ઠંડી અનુભવાઈ રહી છે. હજુ કડકડતી ઠંડી પડવાને સમય બાકી હોઈ, આ ગરમી ક્યાં જઈને અટકશે તે વાત ટોક ઓફ ઘી ટાઉન બનવા પામી છે. હવામાન નિષ્ણાતોના મતે દિવસ-રાતના તાપમાનમાં અનુભવાઈ રહેલો તફાવત ધીરે ધીરે ઓછો થતો જાશે અને જમ્મુ-કાશ્મીર, લેહ-લદાખ જેવા પહાડી વિસ્તારોમાં વ્હાઇટ ક્રિસમસ સમાન બરફ વર્ષની શરૂઆત ધીરે ધીરે થશે અને કડકડતી ઠંડીની શરૂઆત આગામી ઓક્ટોબર માસના અંતિમ સપ્તાહ સુધી થઇ જશે.

દરમ્યાન, પ્રોલોન્ગ રહેલા આ પ્રકારના વિચિત્ર વાતાવરણને કારણે નાના બાળકો અને વૃધ્ધોની તબિયત પર વિપરીત અસર પહોંચી રહી છે અને શરદી-કફ ઉધરસ,પેટજન્ય બીમારીઓના કેસોમાં વ્યાપક ઉછાળો આવ્યો છે તેમ ભુજ શહેરના જાણીતા તબીબ ડો. કુણાલ ઠક્કરે જણાવ્યું હતું.
સમગ્ર રાજ્યમાં આગામી સપ્તાહ સુધી મિશ્ર વાતાવરણ રહેશે તેવો વર્તારો હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article