Fed up   with the torture of his in-laws with the request  of crores of rupees, the doc  chopped  his beingness  short

છત્રપતિ સંભાજીનગર: હૉસ્પિટલ શરૂ કરવા માટે પિયરથી એક કરોડ રૂપિયા લઈ આવવા દબાણ કરી સાસરિયાં દ્વારા અપાતા ત્રાસથી કંટાળી મહિલા ડૉક્ટરે જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના પરભણી જિલ્લામાં બની હતી.

એફઆઈઆર અનુસાર ડૉ. પ્રિયંકા ભુમરેનાં લગ્ન 2022માં બીડના રહેવાસી નીલેશ વરકટે સાથે થયાં હતાં. લગ્નનાં બે મહિનામાં જ હૉસ્પિટલ શરૂ કરવા માટે પિયરથી એક કરોડ રૂપિયા લઈ આવવા પતિ અને સાસરિયાં દ્વારા મહિલાને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો.

સાસરિયાં દ્વારા અપાતા ત્રાસથી કંટાળીને ડૉ. પ્રિયંકાએ ઑગસ્ટમાં નીલેશ, તેનાં માતા-પિતા, ભાઈ અને બહેન વિરુદ્ધ ઘરેલુ હિંસાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ તે પરભણી શહેરના પાલમ વિસ્તારમાં રહેતી માતાને ઘેર રહેવા જતી રહી હતી. તેમ છતાં પતિ અને સાસરિયાં દ્વારા રૂપિયા માટે ફોન પર દબાણ કરવામાં આવતું હતું, એવું એફઆઈઆરમાં નોંધવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :મુંબઈ ટોલ-ફ્રીઃ ટોલ મુક્તિના પહેલા જ દિવસે ‘ફાસ્ટેગ’માં ગડબડ?

સોમવારની બપોરે ત્રણ વાગ્યાની આસપાસ ડૉ. પ્રિયંકાને એક ફોન કૉલ આવ્યો હતો. પછી તે માતાના ઘરના માળિયા પર ગઈ હતી. થોડો સમય પછી તે બેભાન અવસ્થામાં ફ્લોર પર પડેલી મળી આવી હતી, જ્યારે એક સ્કાર્ફ સીલિંગના હૂક સાથે બાંધેલો નજરે પડ્યો હતો. હૉસ્પિટલમાં લઈ જવાયેલી પ્રિયંકાને તબીબે મૃત જાહેર કરી હતી.

પ્રિયંકાની માતાની ફરિયાદને આધારે પાલમ પોલીસે પ્રિયંકાના પતિ અને ચાર સગાં વિરુદ્ધ આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)