chinese deepsea scam india tech companies
  • નિલેશ વાઘેલા

ચાઇનાએ કોરોના વાઇરસ પછી ફરી એક વખત વિશ્વના તમામ દેશનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. આ વખતે આટિફિશિયલ ઇન્ટેલિજેન્સ (એઆઇ)ના મોરચે ડ્રેગને ફૂંફાડો માર્યો છે. અમેરિકાનો દાવો છે કે ચીને તેની ટેકનોલોજીની ચોરી કરી છે.

Also work : અશ્ર્વત્થામા જેવા શાસકોને લીધે વિશ્ર્વ અણુયુદ્ધના ઉંબરે?

આ તરફ ભારત પણ સ્વદેશી મોડેલ જનરેટિવ એઆઇ, ઝેન એઆઇ વિકસાવવાની તૈયારીમાં છે. જોકે, ચિતાનો વિષય એ છે કે ચીનનું સસ્તું એઆઇ એન્જિન ડીપસીકના આગમન સાથે વિશ્વભરની ટેકનોલોજી કંપનીઓને લાખો કરોડ ડોલરનું નુકસાન થયું છે.

ડીપસીક એઆઇ એન્જિનને રજૂ કરતા અમેરિકાના આધિપત્ય સામે સવાલ ઊભો થયો છે અને તેના પ્રેસિડેન્ટ ટ્રમ્પ આ જ કારણસર ટેરિફ સહિતના શસ્ત્રો સાથે ટે્રડ વોરને ઉગતી જ ડામવા ફાંફા મારી રહ્યાં છે. માત્ર છ કરોડ ડોલરના એઆઈ એન્જીનથી ચાઇનાએ વિશ્વની ટેકનોલોજી કંપનીઓના મૂલ્યમાં લાખો કરોડ ડોલરનું ભંગાણ પાડ્યું છે.

તાજેતરમાં વિશ્વભરના ઇક્વિટી માર્કેટમાં બોલાયેલા કડાકા પાછળના કારણોમાં પણ આ એક મહત્ત્વનું કારણ ગણવામાં આવે છે. ભારત પણ આ ક્ષેત્રે ઝંપલાવવા તૈયારી કરી રહ્યું છે અને ઝડપી ગતિએ ભારત પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ ક્ષેત્રે પોતાનો ડંકો વગાડશે.

દેશના ઇન્ફર્મેશન ટેકનોલોજી ખાતાના પ્રધાન અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં જાહેરાત કરી છે કે, ભારત ટૂંક સમયમાં પોતાનું એઆઈ મોડેલ લોન્ચ કરવાની તૈયારીમાં છે. ભારતનું સ્વદેશી જનરેટિવ એઆઇ મોડલ આગામી દસેક મહિનામાંં ઉપલબ્ધ થવાની સંભાવના છે.

આ એઆઈ મોડેલ ચેટજીપીટી, જેમીની અને ડીપસીક જેવા પોપ્યુલર એઆઈ મોડલને પડકાર આપશે. સરકારે સ્વદેશી એઆઈ મિશન માટે 10 કંપનીઓને શોર્ટલિસ્ટ કરી છે, જેમાં રિલાયન્સ જિયો, ટાટા કોમ્યુનિકેશન, ઓરિએન્ટ ટેક, અને યોટ્ટા ડોટ કોમ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. સરકાર દ્વારા અન્ય કંપનીઓ પાસેથી પણ ફાઉન્ડેશનલ મોડલ માટે આવેદન મગાવવામાં આવ્યા છે. ઈન્ડિવિઝ્યુઅલ ડેવલપર્સ પાસેથી પણ અરજી મગાવાઈ છે.

આપણે ફરી ચાઇનીઝ ડે્રગનની વાત કરીએ તો, અમેરિકાની એઆઈ જાયન્ટ ઓપન એઆઈ સહિતને હંફાવનાર ચાઈનીઝ ડીપસીકે હરીફોની 14થી 15 ડોલરના ખર્ચ સામે એક ડોલરની અંદરના ખર્ચે સર્વિસિઝ ઓફર કરી હાહાકાર મચાવતાં અમેરિકામાં આઈટી બબલ જેવી સ્થિતિ સર્જી દીધી છે. અમેરિકાને લાગે છે કે તેની જ ટેકનોલોજીની ચોરી થઇ છે અને તેનું કારણ એ છે કે એનવીડિયાની ચીપ વેચનાર લિયાંગ વેંગફેંગ ડીપસીકનો ફાઉન્ડર છે.

ચીનના હેન્ગ્ઝો પ્રાંતમાં 2023માં 40 વર્ષીય લીયાંગ વેંગફેંગે ડીપસીકની સ્થાપના કરી હતી. લીયાંગ ઇન્ફર્મેશન અને ઈલેક્ટ્રોનિકમાં એન્જિનિયર છે. અને એણે પોતે જ હેજ ફંડ સ્થાપી ડીપસીક માટે નાણા એકત્ર કર્યા છે.

અગાઉ તેની પાસે એનવીડિયાના એ100 મોડેલના ચીપનો સ્ટોર હતો. અમેરિકાએ ચીનમાં આ ચીપની નિકાસનો પ્રતિબંધ જાહેર કરતા પોતાની પાસે રહેલી 50 હજાર જેટલી ચીપના આધારે તેને પોતાના એઆઈ માટેના લાર્જ લર્નિંગ મોડેલ બનાવવાનો વિચાર આવ્યો હતો.

Also work : યુ આર અન્ડર અરેસ્ટ…ડિજિટલ અરેસ્ટ!

આ ઉપરાંત, તેણે જરૂર પડયે જે સસ્તી ચીપસેટની આયાત કરવાની છૂટ છે તેનો પણ ઉપયોગ કર્યો હોવાનું જાણવા મળે છે. તાજેતરમાં જ ચીનના પ્રીમિયર લી કીયાંગ સાથે તેણે એઆઇ અંગે એક લાંબી બેઠક કરી હોવાના અહેવાલ પણ ચાઇનીઝ અખબારોમાં ચમક્યા હતા.

આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ના લાર્જ લર્નિંગ મોડેલ ક્ષેત્રે ચીનના સ્ટાર્ટ અપ ડીપસીકે એક ક્રાંતિકારી તોફાન મચાવી દીધું છે. અમેરિકાના અબજો ડોલરના રોકાણ સામે માત્ર 60 લાખ ડોલરના રોકાણથી ડીપસીકનું લર્નિંગ મોડેલ અત્યારે વિશ્વમાં સૌથી વધુ વપરાતા ચેટજીપીટી કરતા વધારે શક્તિશાળી, સરળ અને વધારે ઝડપી હોવાનું કહેવાઇ રહ્યું છે.

ચીનની આ શોધના સાક્ષાત્કાર સાથે તાજેતરમાં અમેરિકા, એશિયા અને યુરોપમાં એઆઈ માટે સેમીક્નડકટર બનાવતી કંપનીઓના શેરમાં કડાકો બોલી ગયો હતો. આ કડાકાના કારણે ટેક કંપનીઓના બજાર મૂલ્યમાં ટ્રિલિયન ડોલરથી મોટું ધોવાણ જોવા મળ્યું હતું. નોંધવું રહ્યું કે, ઓપન એઆઈ વર્ષે પાંચ અબજ ડોલરનો ખર્ચ પોતાના લાર્જ લર્નિંગ મોડેલમાં કરે છે. આ ઉપરાંત, તેના મોડેલની જટિલતાની ગણતરી માટે ચીપસેટ, તેનું ટેસ્ટીંગ અને તેના ડેટા સ્ટોરેજ અને તેને લગતી સેવાઓ આપતી અમેરિકન કંપનીઓ પણ અબજો ડોલરનો ખર્ચ કરે છે.

ડીપસીકના એકદમ સસ્તા મોડેલથી આ બધી કંપનીઓએ કરેલા રોકાણ અને તેની સામેના વળતર સામે સવાલો ઉભા થઇ રહ્યા છે અને તેના કારણે શેરના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હોવાનું જાણકારો જણાવે છે.

Also work : SEBIની દરમિયાનગીરી બાદ C2C એડવાન્સનું લિસ્ટિંગ મોકૂફ

ડીપસીકની અસરથી એઆઈ ચીપસેટમાં અત્યારે વિશ્વમાં અવ્વલ ગણાતી એનવીડિયાના શેરમાં 19 ટકાનો મહાભયાનક કડાકો બોલી ગયો હતો અને પરિણામે અમેરિકાનીં ટેકનોલોજી કંપનીઓના બજાર નેસ્ડેકનો ઇન્ડેક્સ એક તબક્કે 5ાંચ ટકાનો કડાકો નોંધાયો હતો, જે ઓગસ્ટ મહિના પછીનો સૌથી મોટો કડાકો છે.

માત્ર અમેરિકા જ નહીં એશિયન ટે્રડીંગમાં જાપાનીઝ સેમીક્નડકટર કંપનીઓના શેરના ભાવ પણ કડાકા બોલાયા હતા. એનવીડિયાના ચીપનું ટેસ્ટીંગ કરતી એડવાનટેસ્ટ, ટોક્યોિ ઈલેક્ટ્રોન, રેનેસસ ઇલેક્ટ્રોનિક્સ સહિતની કંપનીઓના શેરમાં મસમોટા ભંગાણ જોવા મળ્યા હતા. યુરોપની સૌથી મોટી સેમીક્નડકટર કંપની એએસએમએલ, જર્મનીની સીમેન્સ અને ઇલેક્ટ્રોનિક્સ ઓટોમેશન ક્ષેત્રે અગ્રણી શ્નાઇડરના શેરમાં પણ જંગી ધોવાણ જોવા મળ્યું હતું.

બીજી તરફ, એપલના એપ સ્ટોરમાં ચેટજીપીટી અને અન્ય એઆઈ કરતા જાન્યુઆરી મહિનામાં જ લોન્ચ થયેલા ડીપસીકના ડાઉનલોડની સંખ્યા વધી ગઈ છે. એઆઈ ક્ષેત્રે અમેરિકાની અત્યાર સુધીની નંબર વન તરીકેની છાપ સામે ચીને સીધો પડકાર ફેંક્યો છે. ડીપસીકે વી3 મોડેલ લોન્ચ કર્યું છે અને સ્ટાર્ટઅપનો દાવો છે કે આ માત્ર બે મહિનામાં જ તૈયાર કરવામાં આવ્યું છે.
આ મોડેલ ચેટજીપીટીના મોડેલ જેટલું જ કાર્યક્ષમ હોવાનું એઆઈ ઉપર રિસર્ચ કરી રહેલા નિષ્ણાતોએ સ્વીકારવાનું શરૂ કરી દીધું છે. આ મોડેલની કાર્યક્ષમતા ચકાસવા માટે મેથેમેટિક્સ, કોડીંગ અને ભાષાકીય તર્ક કેટલી ઝડપથી પ્રોસેસ કરી શકે છે એની ચકાસણી કરવામાં આવે છે.

ચેટજીપીટી કે ડીપસીક કે અન્ય કોઇપણ એઆઈ મોડેલ માટે આધુનિક ચીપ જરૂરી છે. વર્ષ 2021થી અમેરિકાએ ચીનને આવી એડવાન્સ ચીપ વેચવા ઉપર નિયંત્રણ મૂકેલા છે. આ નિયંત્રણ છતાં ચીનના સ્ટાર્ટઅપે ડીપસીકનું આધુનિક મોડેલ રજૂ કરતા દુનિયા દંગ રહી ગઈ છે.

Also work : વીમા ક્ષેત્રે ધરખમ પરિવર્તનના પડઘમ

નવા એઆઈ મોડેલના કારણે સૌથી મોટો સવાલ ઊભો થયો છે કે અમેરિકન કંપનીઓ જેટલા મોંઘા રોકાણનો દાવો કરી રહી છે એટલું રોકાણ એઆઈ માટે જરૂરી નથી. બીજું, એટલો સમય પણ લાગતો નથી અને સૌથી મહત્ત્વનું છે કે લાર્જ લર્નિંગ મોડેલ માટે જે એડવાન્સ ચીપ કે અતિ જટિલ ચીપની જરૂરીયાત હોવાનો દાવો થઇ રહ્યો છે એની પણ જરૂરિયાત નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને