કાર્તિકને બીજાના ક્રેડિટ કાર્ડ પર શોપીંગ કરવાની આદત છે…. વિધા બાલન આ શું બોલી ગઇ…

2 hours ago 1
Karthik has a wont  of buying  connected  idiosyncratic    else's recognition  card…. What did Vidha Balan say... IMAGE SOURCE - Pinkvilla

ભારતીય ટેલિવિઝન પર રોજ કેટલાક શો આવતા હોય છે. હાલમાં ટીવી પર આવી રહેલો શો ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સીઝન 4 ઘણો જ ફેમસ છે. આ શોમાં ડાન્સર્સોના મુવ્સ, લટકાઝટકા જોઇને જજો પણ આશ્ચર્યમાં પડી જાય છે. એટલે જ આવા બેસ્ટ ડાન્સર્સોને કારણે જ આ શો ઘણો હિટ થયો છે. હાલમાં આ શઓના નિર્માતાઓએ આ ડાન્સ શઓનો એક પ્રોમો શેર કર્યો છે, જેમાં ભૂલ ભુલૈયા-3ના રૂહ બાબા કાર્તિક આર્યન અને મંજુલિકા વિદ્યા બાલન જોવા મળે છે. તેઓ સ્પર્ધકો સાથે ઘણી જ મજાક મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. ખાસ વાત તો એ છે કે આ શોમાં વિદ્યા બાલને કાર્તિક આર્યનને એક્સપોઝ કર્યો હતો.

ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સીઝન 4 ના કન્ટેસ્ટન્ટ શુભ્રાનીલ અને અકિનાનો ડાન્સ આ પ્રોમોમાં જોવા મળે છે. આ ડાન્સ પૂરો થયા બાદ જજ ટેરેન્સ લુઇસ, કરિશ્મા કપુર તેમના વખાણ કરે છે. બધા ઊભા થઇને તાળી પાડે છે. હોસ્ટ જય ભાનુશાળી પણ તેના રમુજી અંદાજથી બધાને હસાવે છે. પ્રોમોમાં અકિના અને શુભ્રાનીલ ભૂલ ભુલૈયા-3ના એક ગીત પર સેનસ્યુઅલ ડાન્સ કરે છે. ત્યાર બાદ અકિના કાર્તિક આર્યનને તેની સાથે ડાન્સ કરવા કહે છે. કાર્તિક હા પણ પાડે છે પણ….. વિદ્યા બાલન કાર્તિક પર એવી મજેદાર કમેન્ટ્સ કરે છે કે એકાદ ક્ષણ બધા સ્તબ્ધ થઇ જાય છે.

ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સીઝન 4 આ એપિસોડમાં તમે જોશઓ કે બધા જયને ચિડવે છે કે, હવે તમને ખબર પડી કે જ્યારે કોઈ તમારા ક્રેડિટ કાર્ડ પર ખરીદી કરે છે ત્યારે તમને કેવું લાગે છે?’ આ સાંભળી વિદ્યા બાલન કહે છે કે કાર્તિકને પણ કોઈ બીજાના ક્રેડિટ કાર્ડથી શોપિંગ કરવાનું પસંદ છે. આનો જવાબ આપતા કાર્તિક હસતા હસતા કહે છે કે, હું આજે પણ રોકડનો ઉપયોગ કરવાનુ જ પસંદ કરું છું.

આ ડાન્સ શોમાં વિદ્યા બાલન અને કાર્તિક આર્યન ખાસ મહેમાન તરીકે જોવા મળશે. આ સિઝનમાં ટેરેન્સ લુઇસ, કરિશ્મા કપુર અને ગીતા કપુર જજ છે. આ શોમાં ડાન્સર્સ સ્ટેજ પર મજાકમસ્તી કરતા જોવા મળ છે. એમાં ઘણી વાર ફિલ્મ કલાકારો તેમની ફિલ્મના પ્રમોશન માટે આવતા હોય છે. ‘ભૂલ ભૂલૈયા 3’ના કલાકારોવાળો ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સીઝન 4નો આ એપિસોડ આજે એટલે કે શનિવારે સાંજે 7.30 વાગે ટીવી પર જોવા મળશે.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article