Jammu and Kashmir assembly predetermination  results 2024 Image Source: Zee News

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પરિણામોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ૧૦ વર્ષ બાદ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં જનતાએ કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ (એનસી) ગઠબંધનને પૂર્ણ બહુમતી આપી છે. લખાય છે ત્યારે એનસીએ અહીં ૪૨ સીટ જીતી છે, જ્યારે ગઠબંધનની પાર્ટી કોંગ્રેસએ છ બેઠક જીતી છે. જોકે, બંને પક્ષોની બેઠકો મળીને ૪૮ આસપાસ થાય છે, જે સરકાર બનાવવા માટેના આંકડા કરતાં બે બેઠકો વધુ છે.

આ પણ વાંચો: જમ્મુ કાશ્મીરમાં AAPનું ખાતું ખોલનાર મેહરાજ મલિક કોણ છે…

નેશનલ કોન્ફરન્સના જાવેદ રિયાઝ પટ્ટનથી ૬૦૩ વોટથી જીત્યા છે, પીપલ્સ કોન્ફરન્સના ઉમેદવાર બીજા ક્રમે રહ્યા હતા, જ્યારે દેવસરમાં નેશનલ કોન્ફરન્સના પીરઝાદા ફિરોઝ અહેમદનો ૮૪૦ મતોથી વિજય થયો હતો. તેમણે પીડીપીના મોહમ્મદ સરતાજને હરાવ્યા હતા.

521 મતથી શગુન પરિહાર જીત્યા
કિશ્તારથી શગુન પરિહાર ૫૨૧ મતથી જીત્યા. તેમણે નેશનલ કોન્ફરન્સના સજ્જાદ અહેમદ કિચલુને હરાવ્યા હતા. બાંદીપુરા થી કોંગ્રેસના ઉમેદવાર નિઝામ ભટ્ટ ૮૧૧ મતોથી જીત્યા. તેણે અપક્ષ ઉસ્મામ અબ્દુલને હરાવ્યા. પીડીપીના રફીક અહમ નાઈકે ત્રાલ સીટ પર ૪૬૦ વોટથી જીત મેળવી હતી. તેમણે કોંગ્રેસના સુરેન્દ્ર સિંહને હરાવ્યા હતા.

સજ્જાદ લોન 662 મતથી જીત્યા
પીપલ્સ કોન્ફરન્સના સજ્જાદ લોન હંદવાડાથી ૬૬૨ મતોથી જીત્યા. ઈન્દરવાલ સીટ પરથી પ્લેરે લાલ શર્મા ૬૪૩ વોટથી જીત્યા. તેમણે અપક્ષ ઉમેદવાર ગુલામ મોહમ્મદ સરૂરીને હરાવ્યા હતા. અહીં કોંગ્રેસ ત્રીજા સ્થાને, ભાજપ ચોથા સ્થાને અને પીડીપી પાંચમા સ્થાને છે. જમ્મુ-કાશ્મીરમાં ભાજપે ૨૯ બેઠક જીતી છે. જ્યારે મહેબૂબા મુફ્તીની પીડીપીને ત્રણ, પીપલ્સ કોન્ફરન્સ, આપ, સીપીઆઇ(એમ)ને એક-એક બેઠક મળી છે.

સાત અપક્ષ ઉમેદવારને મળ્યો વિજય
૭ અપક્ષ ઉમેદવારોએ પણ અહીં ઝંડો ફરકાવ્યો છે. ભાજપે જમ્મુ ક્ષેત્રમાં તમામ ૨૯ બેઠક જીતી છે. જ્યારે કાશ્મીર ક્ષેત્રમાં નેશનલ કોન્ફરન્સ એ મોટા ભાગની બેઠકો જીતી છે. નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ જીત બાદ કહ્યું હતું કે ઓમર અબ્દુલ્લા મુખ્યમંત્રી બનશે.