નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહેલા મહાકુંભ મેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યંં છે, અત્યાર સુધી કરોડો લોકોએ ગંગા નદીમાં ડૂબકી લગાવીને ધન્યતા અનુભવી છે. જોકે, કુંભમેળા દરમિયાન નાસભાગની દુખદ ઘટના બની હતી, સત્તરવાર આંકડા મુજબ આ ઘટનામાં 30 લોકોના (Mahakumbh Stampede) મોત થયા છે. સરકારે જાહેર કરેલા મૃત્યુઆંક પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે, આ મામલે સંસદમાં હોબાળો પણ થયો હતો. એવામાં આવતી કાલે બુધવારે 5 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાકુંભમાં હાજરી આપવા જઈ (PM Modi Mahakumbh Visit) રહ્યા છે, તેઓ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવશે.
વિપક્ષના આરોપ:
નોંધનીય છે કે કુંભમેળામાં થયેલી નાસભાગમાં મૃત્યુઆંક ઘણો વધારે હોવાનો વિપક્ષ દાવો કરી રહ્યું છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે સાચો મૃત્યુઆંક છુપાવવા મૃતદેહો ગંગા નદીમાં વહાવી દેવામાં આવ્યા હતાં.. સમાજવાદી પાર્ટી (SP) ના સાંસદ જયા બચ્ચને કહ્યું કે કુંભમેળામાં પાણી સૌથી વધુ દૂષિત છે કારણ કે માર્યા ગયેલા લોકોના મૃતદેહ નદીમાં ફેંકી દેવામાં આવ્યા હતા, જેના કારણે પાણી અત્યંત દૂષિત થઈ ગયું છે. એવામાં વડાપ્રધાનની કુંભમેળાની મુલાકાત સામે પણ વિરોધ થવાની શક્યતા છે.
વડાપ્રધાનની મહાકુંભ મુલાકાત:
અહેવાલ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજ મહાકુંભની મુલાકાત લેશે, જ્યાં તેઓ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવશે. બુધવારે, માઘ મહિનાની આઠમની તિથિના રોજ, શુભ મુહૂર્ત દરમિયાન, તેઓ પવિત્ર ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવશે. સ્નાન પછી, તેઓ સંગમ કિનારે ગંગાની પૂજા કરશે અને દેશવાસીઓના કલ્યાણ માટે પ્રાર્થના કરશે.
વડાપ્રધાન આવતીકાલે સવારે 10 વાગ્યે મહાકુંભ પહોંચશે. અહીંથી તે અરૈલ ઘાટથી બોટ દ્વારા સંગમ જશે. વડાપ્રધાન મોદી પ્રયાગરાજમાં લગભગ એક કલાક રોકાશે. વડાપ્રધાનની મુલકાતને ધ્યાનમાં રાખીને પ્રયાગરાજ અને કુંભમેળા વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે.
આ પણ વાંચો…Trade war: ચીને અમેરિકન પ્રોડક્ટ્સ પર ટેરીફ લાદ્યો, યુએસ કંપનીઓ સામે તપાસ…
વડાપ્રધાન મોદીનો સંપૂર્ણ કાર્યક્રમ:
મહાકુંભ નગરમાં વડા પ્રધાન મોદીનો લગભગ એક કલાક રોકાશે. તેઓ બુધવારે સવારે લગભગ 10 વાગ્યે ખાસ વિમાન દ્વારા બામરૌલી એરપોર્ટ પહોંચશે. જ્યાંથી સેના હેલિકોપ્ટરમાં અરૈલના ડીપીએસ ગ્રાઉન્ડના હેલિપેડ પર ઉતરશે, જ્યાંથી તેઓ કાર દ્વારા VIP જેટી જશે. અહીંથી તેઓ નિષાદરાજ ક્રુઝ દ્વારા સંગમમાં ડૂબકી લગાવવા જશે. આ પછી તેઓ ગંગાની પૂજા અને આરતી કરશે. આ સમયગાળા દરમિયાન, તેઓ અખાડા, આચાર્યવાડા, દાંડીવાડા અને ખાખચોકના પ્રતિનિધિઓને મળશે. લગભગ એક કલાક પછી તેઓ પરત ફરશે.
આ પણ વાંચો…ગુજરાતમાં યુસીસી થશે લાગુઃ જાણો મુખ્ય પ્રધાને શું કહ્યું
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને