Mallikarjun Kharge calls BJP-RSS poisonous snakes representation by times of inidia

પુણે: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (Assembly Election)નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. રાજ્યમાં 20 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે ત્યારે ચૂંટણી પ્રચાર તેના અંતિમ તબક્કામાં છે.

ચૂંટણી પ્રચાર દરમિયાન આરોપ-પ્રત્યારોપનો તબક્કો પણ ચરમસીમાએ છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભારતીય જનતા પાર્ટી (BJP) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની તુલના સાપ અને ઝેર સાથે કરી છે અને બંનેને રાજકીય રીતે ખતરનાક ગણાવ્યા છે.

ભાજપ-આરએસએસ ઝેરી સાપ

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગઈકાલે સાંગલીમાં એક જાહેર સભાને સંબોધિત કરતા ભારતીય જનતા પાર્ટી (BJP) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની ઝેર સાથે સરખામણી કરી દીધી અને કહ્યું કે આવા ઝેરી સાપને મારી નાખવો જોઈએ.

ખડગેએ ભાજપ-આરએસએસને ભારતમાં રાજકીય રીતે સૌથી ખતરનાક ગણાવ્યા છે. ખડગેએ વિધાનસભા ચૂંટણીના પ્રચારના અંતના એક દિવસ પહેલા એક જાહેર સભામાં આ વાત કહી હતી.

આપણ વાંચો: Manipur Violence: કોંગ્રેસનો કેન્દ્ર સરકાર પર પ્રહાર, મલ્લિકાર્જુન ખડગેએ કર્યો આ કટાક્ષ

ભાજપ-આરએસએસ સૌથી ખતરનાક

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે દેશમાં જો કોઈ રાજકીય રીતે સૌથી વધુ ખતરનાક છે તો તે ભાજપ-આરએસએસ છે. આ બંને ઝેર સમાન છે જેમ કે, જો કોઈ વ્યક્તિને સાપ કરડે તો તે મૃત્યુ પામે છે.

આવી સ્થિતિમાં ઝેરી સાપને મારી નાખવો જોઈએ. પીએમ મોદી પર નિશાન સાધતા ખડગેએ કહ્યું કે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી છે, આ દેશના વડા પ્રધાનને ચૂંટવાની ચૂંટણી નથી, પરંતુ મોદીની સત્તાની ભૂખ હજુ સંતોષાઈ નથી. હવે કોંગ્રેસ અધ્યક્ષના નિવેદન પર રાજકીય જંગ છેડાઈ ગયો છે.

મણિપુરને બદલે વિદેશ પ્રવાસ

ભાજપની ટીકા કરતા કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે મહારાષ્ટ્ર ચૂંટણીમાં પ્રચાર કરનારા નેતાઓની સંખ્યા તેના ઉમેદવારોની સંખ્યા કરતા વધારે છે. તેમણે નરેન્દ્ર મોદી પર આરોપ કરતાં કહ્યું હતું કે જાતિગત સંઘર્ષ સામે ઝઝૂમી રહેલા મણિપુરની મુલાકાત લેવાને તેના બદલે તેઓ વિદેશ યાત્રાઓ કરી રહ્યા છે.

ખડગેએ કહ્યું, મોદી ગઈકાલ સુધી અહીં હતા અને આજે તે વિદેશમાં છે. મણિપુર સળગી રહ્યું છે, લોકો મરી રહ્યા છે, આદિવાસી મહિલાઓનું અપમાન થઈ રહ્યું છે અને મહિલાઓ પર બળાત્કાર થઈ રહ્યા છે, પરંતુ મોદીએ ક્યારેય મણિપુરની મુલાકાત લીધી નથી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને