મેલબર્નઃ ભારતની ટેસ્ટ-ટીમ ન્યૂ ઝીલૅન્ડ સામેની 0-3 ની નામોશી બાદ હવે ઑસ્ટ્રેલિયા ખાતેના પાંચ ટેસ્ટના સંઘર્ષભર્યા પ્રવાસે જશે. બાવીસમી નવેમ્બરે શરૂ થનારી આ શ્રેણી કૅપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી માટે આકરી કસોટી સમાન બની રહેશે અને એના અનુસંધાનમાં ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર ગે્રગ ચૅપલે બન્ને ભારતીય દિગ્ગજો માટે સલાહ આપી છે. જોકે એકવીસમી સદીના શરૂઆતના દાયકા દરમ્યાન ભારતીય ટીમના હેડ-કોચ બનીને સૌરવ ગાંગુલી, વીરેન્દર સેહવાગ સહિત અનેક ભારતીય ખેલાડીઓને પરેશાન કરનાર ગે્રગ ચૅપલે કોહલી-રોહિત માટે થોડી મુદ્દાની વાત તો કરી જ છે.
આ પણ વાંચો : ICC champions trophy: ભારતની બધી મેચો આ દેશમાં યોજવા PCB સંમત, અહેવાલમાં દાવો
ગે્રગ ચૅપલે કહ્યું છે કે વિદેશી ધરતી પર ભારતીય ટીમે ફરી દેશનું નામ રોશન કરવું હોય તો કોહલી-રોહિતમાં અગાઉ જેવી ઊર્જા અને માનસિકતા જરૂરી છે અને તેઓ એ પાછી લાવી શકે એમ છે.' ભારતે ઑસ્ટ્રેલિયા ખાતેના છેલ્લા બન્ને પ્રવાસમાં ટેસ્ટ-શ્રેણી 2-1થી જીતી લીધી હતી. ચૅપલનું માનવું છે કેકોહલી અને રોહિતે ઉંમર વધવાની સાથે પોતાના અસલ કૌશલ્ય અને એકાગ્રતાને પાછા મેળવવા જરૂરી છે અને એમાં તેઓ સફળ થઈ શકે એમ છે.’
ચૅપલે એક ઑસ્ટ્રેલિયન અખબારને એવું પણ કહ્યું કે કોહલી તેના જોશ, ઝનૂન અને ઉચ્ચ ધોરણો માટે જાણીતો છે.
આ પણ વાંચો : ‘ઑસ્ટ્રેલિયામાં કલાકો ક્રીઝ પર ટકી રહેવું હોય તેા…’મેાહમ્મદ કૈફે દિગ્ગજ ક્રિકેટરોને આપી અસરદાર સલાહ
તેના હાલના ખરાબ પ્રદર્શને દરેકને પરેશાન કરી દીધા છે. તેણે હવે ધૈર્ય અને એકાગ્રતા બનાવી રાખવા પર ધ્યાન આપવું પડશે. રોહિત વિશે કહીએ તો તેણે તેની બૅટિંગ અને કૅપ્ટન્સીના બોજ નીચે સંતુલન રાખવું પડશે. ભારતની સફળતા માટે તેણે ફરી સંતુલિત આક્રમકતા અપનાવવી પડશે.' ઑસ્ટ્રેલિયા વતી 1970થી 1984 દરમ્યાન 87 ટેસ્ટ રમનાર અને 24 સેન્ચુરી ફટકારવાની સાથે 53.86ની બૅટિંગ-ઍવરેજ નોંધાવનાર ગે્રગ ચૅપલે કોહલી-રોહિતની વાત કરવાની સાથે ઑસ્ટ્રેલિયન બૅટર સ્ટીવ સ્મિથને પણ એમાં સાંકળી લીધો. ચૅપલે કહ્યું,રોહિત, કોહલી અને સ્મિથનો અસલી જંગ વિરોધી ટીમ સામે નહીં, પણ સમય સામે છે. તમે જ્યારે યુવાવસ્થામાં રહો ત્યારે પરિસ્થિતિઓ તેમ જ મૅચની સ્થિતિને લઈને ખાસ કંઈ ચિંતા નથી કરતા હોતા. તમારું ધ્યાન માત્ર રનનો ઢગલો કરવા પર હોય છે.’
આ પણ વાંચો : ઑસ્ટ્રેલિયન ટીમને અત્યારથી જ ઝટકો, ફાસ્ટ બોલરને થઈ ઈજા
ગે્રગ ચૅપલે 2005ની સાલમાં સચિન તેન્ડુલકર સાથે થયેલી ચર્ચાનો ઉલ્લેખ કરતા કહ્યું, ખેલાડીની ઉંમર વધે એમ તેની સામે ઘણા પ્રકારના પડકાર આવતા હોય છે. સચિને ત્યારે તેમને પૂછ્યું હતું,ગે્રગ, ઉંમર વધવાની સાથે બૅટિંગ કરવાનું બૅટર માટે મુશ્કેલ કેમ થઈ જતું હોય છે? ઊલટાનું આસાન થવું જોઈએ.
આ પણ વાંચો : ભારતના ઑસ્ટ્રેલિયા-પ્રવાસ વિશે સુનીલ ગાવસકરે કરી મોટી ભવિષ્યવાણી
ગે્રગ ચૅપલે તેને ત્યારે જવાબમાં કહ્યું હતું, ખેલાડીની ઉંમર વધે એમ અગાઉની જેમ બૅટિંગ કરવા સંબંધમાં તેની માનસિક જરૂરિયાતો વધી જતી હોય છે. બૅટિંગ કરવી મુશ્કેલ થઈ જાય છે, કારણકે એ તબક્કે તેને અહેસાસ થતો જાય છે કે આ સ્તર પર બૅટિંગ કરવી કેટલી બધી કઠિન છે. આવી માનસિકતા આવી જવા ઉપરાંત તેની એકાગ્રતાને પણ અસર થતી હોય છે અને સફળ થવા માટે એ જ સૌથી અગત્યની હોય છે. ચૅપલે સચિનને ત્યારે એવું પણ કહ્યું હતું કેઉંમર વધવાની સાથે ખેલાડીની આંખોની રોશની કે રિફ્લેક્સ ઓછા નથી થતા, પણ એકાગ્રતા યથાવત રાખવી મુશ્કેલ કામ બની જાય છે. યુવાનીમાં તમારી એકાગ્રતા રન બનાવવા પર કેન્દ્રિત હોય છે. ઉંમર વધવાની સાથે વિરોધી ટીમ તમારી નબળાઈ જાણવા લાગે છે. તમે પરિસ્થિતિઓની બાબતમાં વધુ સજાગ થઈ જાઓ છો, પણ એકાગ્રતા ઘટવાને લીધે તમને અવળી અસર થતી હોય છે.’