ખાંડમાં પાંખાં કામકાજે મિશ્ર વલણ

3 hours ago 1

નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર આજે સ્થાનિક તેમ જ દેશાવરોની માગ ખપપૂરતી જળવાઈ રહેતાં સ્મોલ ગ્રેડની ખાંડનાં ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૬૧૦થી ૩૬૫૦માં ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ અને રિટેલ સ્તરની માગ જળવાઈ રહેતાં માગ તેમ જ માલની ગુણવત્તાનુસાર ભાવમાં મિશ્ર વલણ રહ્યું હતું, જેમાં સ્મોલ ગ્રેડની ખાંડના ભાવમાં ઉપલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૧૪નો સુધારો આવ્યો હતો, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડમાં નીચલા મથાળેથી રૂ. ૧૦નો ઘટાડો આવ્યો હતો. તેમ જ આજે નાકા ડિલિવરી ધોરણે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું. આજે સ્થાનિકમાં અંદાજે ૨૮થી ૨૯ ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની લેવાલી છૂટીછવાઈ હતી અને રિટેલ સ્તરની માગ એકંદરે જળવાઈ રહેતાં ઉપાડ લગભગ ૨૭થી ૨૮ ટ્રકનો રહ્યો હતો. આજે સ્મોલ ગ્રેડની ખાંડમાં વધુ માગ ઉપરાંત અમુક માલની ગુણવત્તા પણ સારી આવી હોવાથી તેના વેપાર ઉપલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૧૪ના સુધારા સાથે રૂ. ૩૭૧૨થી ૩૮૧૬માં થયા હતા, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૧૦ના ઘટાડા સાથે રૂ. ૩૮૦૨થી ૩૯૫૨માં થયા હતા.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article