Aunt and children bonding successful  a accepted   Mexican home, sharing taste  values

સ્પોર્ટ્સ મૅન – નરેન્દ્ર શર્મા

ગઈ કાલે હુ મારા દીકરા સાથે `સાપ-સીડી’ રમી રહ્યો હતો. એમા ખેલાડીએ પહેલા ખાનાશ પરથી એકસોમા ખાના સુધી પહોંચવાનુ હોય છે. આ સફરમા વિઘ્નો આવે અને ફાયદો પણ થતો હોય છે. બીજી રીતે કહીએ તો સાપ ડખ મારે તો થોડા કે વધુ સ્થાન નીચે ઉતરી જવુ પડે છે અને જો સીડી મળી જાય તો થોડા કે વધુ સ્થાન ઉપર પહોંચી જવા મળે છે. જે ખેલાડી 100મા નબર પર સૌથી પહેલા પહોંચે તે વિજેતા કહેવાય છે. મારા દીકરાએ પાસો ફેંક્યો તો ત્રણ નબર આવ્યા અને તે સીડી ચડીને સીધો 93મા નબર પર પહોંચી ગયો. ત્યાર પછીની ચાલમા તેના છ નબર આવ્યા એટલે તે 99 ઉપર પહોંચી ગયો. જોકે એ નબર પર સાપ હતો એટલે તેણે સીધા 1 નબર પર આવી જવુ પડ્યુ હતુ. એ જોઈને હુ વિચારવા લાગ્યો કે આ રમત આપણા જીવનમા આવતા ઉતાર-ચઢાવ, દુ:ખ-સુખ વગેરે વિશે કેટલુ બધુ શીખવી જાય છે. પછી મને બીજો વિચાર એ આવ્યો કે સાપ-સીડીની રમતનો આવિષ્કાર આપણા દેશમા થયો હતો જે પાછળનો હેતુ ખેલાડીઓને (લોકોને) કર્મ અને ભાગ્યની અનિશ્ચિતતા વિશે શીખ આપવાનો છે.

જોકે શુ આવો ઉદ્દેશ માત્ર સાપ-સીડીની રમતનો જ હોય છે? નહીં. ખરેખર તો ક્રિકેટ, ફૂટબૉલ, બૅડમિન્ટન વગેરે દરેક રમત એ રીતે બનાવવામા આવી છે જેમા આનદની પ્રાપ્તિની સાથે સાથે જ્ઞાન પણ મળે છે. એટલે જ રમતો સાથે નિયમો પણ જોડવામાં આવ્યા હોય છે. ખેલકૂદ માનવીની બુદ્ધિમતા, સામાજિક નિયમો, નૈતિકતા, વેપાર અને યોજનાઓ સાથે જોડાયેલી હોય છે. આ તથ્ય માત્ર ભારતમાં નહીં, દુનિયાભરમાં અપનાવાયેલું છે.

આપણે જ્યારે પણ કોઈ રમત રમીએ છીએ ત્યારે એની વ્યવસ્થામાં પ્રવેશ કરીએ છીએ. કૉલ ઑફ ડ્યૂટી (શૂટર વીડિયો ગેમ) રમતી વખતે તમે શાંતિવાદી ન રહી શકો. મૉનોપોલી (અર્થશાસ્ત્ર આધારિત બોર્ડ ગેમ)માં તમારે અઠંગ મૂડીવાદી તરીકે રમવું પડતું હોય છે. ભાગ્ય પર આધારિત રમત આપણી ન્યૂરો-બાયૉલોજી સાથે સંકળાયેલી હોય છે જેમાં આપણે અનિશ્ચિતતાનો આનંદ લઈએ છીએ અને સંશોધન કરતા રહીએ છીએ.

માનવીના અનેક સમાજોમાં ખેલકૂદનો પ્રયોગ યુદ્ધમાંના શાંતિપૂર્ણ પ્રૉક્સિ તરીકે પણ થતો રહ્યો છે. શતરંજ (ચેસ)ની રમત યુદ્ધમાં વ્યસ્ત સેનાઓ માટે યોજનાઓ બનાવવા પર આધારિત છે. તમે જો ફતેહપુર સિકરી જશો તો તમને કિલ્લાની ફરસ પર એવી શતરંજ જોવા મળશે જેના પર બાદશાહ અકબર જીવિત હાથી, ઘોડા, સૈનિકો વગેરેને ઊભા રાખીને રાણી જોધાબાઈ સાથે શતરંજ રમતા હતા. એવું કરીને તેઓ રમતનો આનંદ માણવાની સાથે પોતાના સૈનિકો માટેની યુદ્ધની રણનીતિ પણ બનાવતા હતા.

શતરંજ પ્રેરિત કરિગસ્પાઇલ નામની રમત 18મી સદીમાં યુરોપના તમામ યુદ્ધોમાં આદર્શ બની હતી. જર્મન ભાષામાં એનો અર્થ યુદ્ધ-ખેલ થાય છે. સેનાના અધિકારીઓને તાલીમ આપવામાં આ રમતનો પ્રયોગ કરવામાં આવતો હતો. માઇકલ હેન્રી ટેમ્પલ દ્વારા વિકસિત આ ખેલ બન્ને વિશ્વ યુદ્ધમાં અગ્રસ્થાને હતો. એટલું જ નહીં, આજના આધુનિક લશ્કરો પણ એનો ઉપયોગ કરતા હોય છે.

અમેરિકી સેના પાસે એક સમર્પિત ઇ-સ્પોર્ટ્સ યુનિટ છે અને એની વીડિયો ગેમ્સનો ઉપયોગ અમેરિકાની આર્મી પોતાના સૈનિકોની ભરતી કરવા માટે તેમ જ તેમને તાલીમ આપવા માટે કરે છે. એની પ્રતિક્રિયામાં એક સમયે હિઝબુલ્લાએ પોતાની ગેમ બહાર પાડી હતી.ખેલકૂદ એક એવું શસ્ત્ર છે જેનો મગજ દ્વારા ડૅટા જનરેટ કરવા માટે ઉપયોગ કરાય છે. ગેમ એટલે આપણું દિમાગ કેવી રીતે કામ કરતું હોય છે એ મૉડેલનું પ્રતિનિધિત્વ કરે છે. છેવટે તો આ ગણતરીની જ ચીજો છે. ટૂંકમાં, જાણે બધુ જ અનુમાન આધારિત થઈ ગયું છે અને રમતગમત મારફત એ હળવેકથી આપણી અંદર પ્રવેશ કરી શકે છે.

ગેમિફિકેશનનો સિદ્ધાંત એક એવો શાનદાર વિચાર છે જે આપણા બધાની પ્રાકૃતિક ભાવનાને નવી દિશા આપીને આપણા જીવનને વધુ સારું બનાવી શકે છે. આચરણમાં ખેલકૂદ વિશેના કોર્પોરેટ વિચારોએ ખેલભાવનાને હાઇજૅક કરી લીધી છે. એ પાછળનો આશય પોતાની અસામાજિક અને અનૈતિક પ્રથાઓ મારફત આપણું ધ્યાન ખેંચવા, આપણી પાસેથી પૈસા ખેંચવા અને આપણને લત (વ્યસન) લગાવવાનો હોય છે. અમેરિકામાં ગેમિંગ સમુદાયોને ટ્રૉલ આર્મીમાં ફેરવી નાખવામાં આવ્યા છે. ચીન ગેમિફિકેશન ટેક્નિકનો ઉપયોગ ઇનામ અથવા સજા મારફત પોતાના નાગરિકોને નિયંત્રિત કરવા માટે થાય છે. ગેમ્સ ખતરનાક ફિક્શન પણ છે. એમાં મળતાં ઇનામો તેમ જ એના નિયમો લોકોની વાસ્તવિક પસંદનું સ્થાન લઈ શકે છે.

ખરેખર તો જીવનમાં આપણે એકમેક પરથી કે એકબીજા પાસેથી તેમ જ આપણી હાલત પરથી શીખ મેળવતા હોઈએ છીએ. હવે તો ગેમ થિયરીનો ઉપયોગ પોતાને જે યોગ્ય લાગી એ વિચારધારાઓ અન્યો પર ઠોકી બેસાડવા માટે થતો હોય છે.હા, જૂની અને લોકપ્રિય રમતો આપણે જીવનમાં ઘણું શીખવી જાય છે. ફરી સાપ-સીડીની વાત કરીએ તો એમાં પાસો ફેંકવામાં આવે તો એમાં કયો નંબર જોવા મળશે એની માત્ર અટકળ થઈ શકે, જરૂરી નંબરની આશા જન્માવી શકે. એ આશા (એ નંબર) ફાયદારૂપ હોય અને નુકસાન કરનારી પણ હોય. એને જ તો ભાગ્યની અનિશ્ચિતતા કહેવાય જેને કોઈ પણ ગેમ થિયરી બદલી ન શકે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને