Digital literacy skills for modern   vocation  success

કરિઅર – કીર્તિ શેખર

આજના સ્પર્ધાત્મક યુગમાં કારકિર્દી બનાવવાનું ઘણું મુશ્કેલ છે. ડિગ્રીઓ તો ફક્ત નામની જ રહી ગઈ છે. પ્રેક્ટિકલ નોલેજ સાથે જરૂરી છે ડિજિટલ લિટરસી. ડિજિટલ શિક્ષણ વિના આજના યુગમાં કારકિર્ર્દી બનાવવી અશક્ય વાત છે. દરેક ક્ષેત્રમાં હવે ડિજિટલ કુશળતાની ખૂબ જ જરૂર છે. ટેક્નિકલ ડિવાઈસીસને સમજવું અને આ પ્લેટફોર્મ પર કામ કરવું એ જ ડિજિટલ લિટરસી.

વિવિધ વિકલ્પો ઉપલબ્ધ

તમે ડિજિટલ લિટરેટ છો તો તમારી સામે કારકિર્દી માટેના દરેક વિકલ્પ ખુલ્લા રહેશે. તમે તમારા વિકલ્પોની પસંદગી કરી શકો છો. ડિજિટલ માર્કેટિંગ, ડેટા એનાલિસિસ, પ્રોગ્રામિંગ, ગ્રાફિક ડિઝાઈન જેવા ક્નટેન્ટ ક્રિએશન જેવા ક્ષેત્રમાં ભરપૂર અવસરો ઉપલબ્ધ રહેશે. તમે જો વર્ક ફ્રોમ હોમ અને ગિગ ઈકોનોમિક્સનો ભાગ છો તો તમારે ડિજિટલ કુશળ હોવું જરૂરી છે.

ક્ષમતા અને ઉત્પાદકતામાં વધારો

જો તમે ડિજિટલ લિટરેટ હો તો તમે ડિજિટલ ટૂલ્સ જેમ કે એક્સેલ, સીઆરએમ સોફ્ટવેર અને ગૂગલ વર્ક સ્પેસનો ઉપયોગ કરીને પોતાના કામની સ્પીડ વધારી શકો છો અને તેની ગુણવત્તામાં પણ વધારો કરી શકો છો. સમય જણાવતા ઉપકરણો અને સોફ્ટવેરનો યોગ્ય ઉપયોગ તમને સ્પર્ધામાં આગળ રાખશે, પણ જો તમે ડિજિટલ એફિશિયન્ટ નથી ને કેટલું પણ ભણ્યા હશો બધું નકામું હશે. તમારી પ્રોડક્ટિવિટી અને એફિશિયન્સી બંને પાછળ રહી જશે.

જોબ સર્ચ અને નેટવર્કિંગમાં સુવિધા

તમે ડિજિટલ લિટરેટ છો તો લિંક્ડ ઈન, ગ્લાસ ડોર તથા જોબના અન્ય પ્લેટફોર્મનો ઉપયોગ કરીને તમે પોતાના મનપસંદની નોકરી શોધી શકો છો. ડિજિટલ નેટવર્કિંગ દ્વારા તમે પોતાના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોના સંપર્કમાં આવીને પોતાની માટે નવી તક પણ ઊભી કરી શકો છો. આ સિવાય આધુનિક ટે્રન્ડ્સ અને ટેક્નોલોજી સાથે જોડાયેલા હોવાથી તમારું પરફોર્મન્સ અપગ્રેડ રહે છે અને લોકો વચ્ચે તમારું માન-સન્માન પણ વધે છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને અન્ય એડવાન્સ ટેક્નોલોજીમાં કામ કરવા માટે આ બેઝિક સ્કિલ્સ બહુ જરૂરી છે.

તમે તમારો નવો બિઝનેસ શરૂ કરવા ઇચ્છતા હો અને તેની માટે પોતાની વેબસાઈટનો ઉપયોગ કરવા ઇચ્છતા હો તો તમને ડિજિટલ લિટરેટ હોવું જરૂરી છે. આ સિવાય સોશિયલ મીડિયા માર્કેટિંગનો હિસ્સો બનવા, ઓનલાઈન પેમેન્ટ મેળવવા, પેમેન્ટ ગેટવે બનવા પણ ડિજિટલ લિટરસી ફરજિયાત છે. એમેઝોન, ફ્લિપકાર્ડ જેવા પ્લેટફોર્મ પર પોતાના પ્રોડક્ટસ વેચવા માટે પણ ડિજિટલ કુશળ હોવું જરૂરી છે.

ડિજિટલ લિટરેટ કેવી રીતે બનવું

ઘણા પ્રકારના ઓનલાઈન કોર્સિસ જેમ કે યુડેમી, સ્કિલ્સ શેર અને કોરસેરા જેવા પ્લેટફોર્મનો લાભ લેવો. બેઝિક કમ્પ્યુટર સ્કિલ્સથી લઈને એડવાન્સ ટૂલ્સ સુધી બધું શીખી શકો છો અને તેની માટે પ્રયાસ કરવા જરૂરી છે. માઈક્રોસોફ્ટ ઓફિસના વિવિધ સોફ્ટવેર જેમ કે વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ અને ગૂગલ વર્ક સ્પેસ અને વીડિયો કોન્ફરન્સિંગ એપ જેવા ઝૂમ, એમએસ સ્ટ્રીમનો અભ્યાસ કરો. આ રીતે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને લિંક્ડ ઈન જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરો અને એસઈઓ, પીપીસી અને ક્નટેન્ટ માર્કેટિંગ જેવા ટૂલ્સ શીખો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને