"kho kho satellite   cupful  2024 logo"

નવી દિલ્હી: ખો-ખોની રમત સામાન્ય રીતે સ્કૂલ-કૉલેજની પિકનિકમાં કે સોસાયટીઓના મેદાનોમાં રમાતી હોય છે, પરંતુ આગામી જાન્યુઆરીમાં પહેલી વાર આ રમતનો વર્લ્ડ કપ યોજાશે અને એનું આયોજન દિલ્હીમાં થશે. બુધવારે આ વિશ્વ કપ માટેની ટ્રોફી પાટનગરમાં ભારતીય મહિલા ખેલાડીઓના હસ્તે લૉન્ચ કરવામાં આવી હતી.

ખો-ખોનો વર્લ્ડ કપ આગામી 13-19 જાન્યુઆરી દરમિયાન રાજધાની દિલ્હીમાં યોજાશે. એ સાથે ભારતની દાયકાઓ જૂની આ રમતને પહેલી વાર વૈશ્વિક મંચ પર સ્થાન મળશે. બુધવારે વર્લ્ડ કપની ટ્રોફીના લોન્ચિંગ વખતે મહારાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે એક્ઝિબિશન મૅચ રમાઈ હતી જેમાં મહારાષ્ટ્રની ટીમે 26-24થી રોમાંચક વિજય મેળવ્યો હતો.

બુધવારે ટ્રોફીની સાથે વર્લ્ડ કપનો લોગો તેમ જ ટૅગ લાઈન પણ લૉન્ચ કરવામાં આવ્યા હતા. ‘ધ વર્લ્ડગોઝખો” આ વર્લ્ડ કપની ટૅગ લાઈન છે. વર્લ્ડ કપમાં 24 દેશની ટીમ ભાગ લેશે. પુરુષ અને મહિલા, બંને વર્ગનો વર્લ્ડ કપ રમાશે.