વલસાડ: ગુજરાતના વલસાડમાં(Valsad)લાઇટ-બિલની રકમ બાબતે એક આશ્ચર્ય પમાડે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક કપડાનું સિલાઈકામ કરતાં દરજીના દુકાનનું લાઇટબિલ રૂપિયા 86 લાખ આવ્યું હતું. જોકે, આ બિલ જોઇને દરજી આશ્ચર્યમાં મુકાયો હતો. તેમજ આટલું બધુ લાઇટબિલ કેવી રીતે આવ્યું તે અંગે વિચાર કરવા લાગ્યો હતો.
દરજીના હોશકોશ ઉડી ગયા
આ સમગ્ર ઘટનાની વિગત મુજબ દરજી વલસાડની ચોરગલી માર્કેટમાં ન્યુ ફેશન ટેલરના નામથી એક મુસ્લિમ અંસારી દરજીની નાની દુકાન ચલાવે છે. જેમાં દર મહિને તેનું લાઇટ્ બિલ 1300 થી 2500 રૂપિયા આવતું હોય છે. જોકે આ મહિને લાઇટબિલ 86,41,540 રૂપિયા આવ્યું હતું. જો કે આ લાઇટ બિલની રકમ જોઇને દરજીના હોશકોશ ઉડી ગયા હતા.
Also read: વલસાડમાં 19 વર્ષની વિદ્યાર્થિનીના રેપ-હત્યાનો કિસ્સોઃ આરોપી નીકળ્યો સિરિયલ કિલરAlso read:
બિલ ચેક કર્યું ત્યારે તે વપરાયેલ યુનિટ મુજબ સાચું હતું
આ અંગે તેમણે વિચાર્યું કે આ મીટર રીડરમાં કોઈ ભૂલ થઇ હશે તેથી બિલ વધારે આવ્યું હશે. જ્યારે તેણે ઓનલાઈન
બિલ ચેક કર્યું તો ત્યાં પણ તે જ રકમ દેખાઈ રહી હતી. તેની બાદ દરજીએ વીજ કંપનીના કર્મચારીનો સંપર્ક કર્યો અને તપાસ કરવાનું કહ્યું. વીજકંપનીના કર્મચારીએ જ્યારે બિલ ચેક કર્યું ત્યારે તે વપરાયેલ યુનિટ મુજબ સાચું હતું. તેમ છતાં અંસારીએ કહ્યું કે આવું ન થઈ શકે કારણ કે તેણે ક્યારેય વીજળીના આટલા યુનિટનો ઉપયોગ કર્યો નથી.
કંપનીની ભૂલને કારણે વધારે યુનિટનું બિલ આવી ગયું
જ્યારે અંસારીને કર્મચારીની મદદ ન મળી તો તેણે વીજળી વિભાગના અધિકારીનો સંપર્ક કર્યો. અધિકારીએ તપાસ કરી તો જાણવા મળ્યું કે કંપનીની ભૂલને કારણે વધારે યુનિટનું બિલ આવી ગયું હતું. જેના કારણે તે રૂપિયા 86,41,540નું બિલ આવ્યું હતું.
Also read: ગાંધીનગરના જુના સચિવાલયમાં લાગી આગ, દસ્તાવેજો અને કમ્પ્યુટર્સ બળીને ખાખ
વીજ કંપની દ્વારા ભૂલ સુધારી લેવામાં આવી
જોકે આ પછી વીજ કંપની દ્વારા ભૂલ સુધારી લેવામાં આવી હતી. હવે દરજીની દુકાનનું બિલ 1540 રૂપિયા થઈ ગયું છે. જેના કારણે દરજીએ રાહત અનુભવી છે. જો કે આ સમાચાર સોશિયલ મીડિયા પર ફેલાતા જ હવે ઘણા લોકો અંસારીની દુકાન જોવા આવી રહ્યા છે. જેના કારણે દરજીની દુકાન પર ભારે ભીડ જોવા મળી રહી છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને