નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર હાલમાં એક ગજબ વિડીયો વાયરલ( Viral Video)થઈ રહ્યો છે. જેમાં વીડિયોમાં બે યુવકો બાઇક પર ઊંટ લઈને ફરવા નીકળ્યા છે. જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે બે યુવકો બાઇક પર સવાર છે. તેઓએ તેમની બાઇકની વચ્ચે ઊંટને બેસાડયુ છે. ઊંટના પગને તેની ગરદન પાસે દોરડા વડે બાંધવામાં આવ્યા છે. જેથી તે સ્થિર રહી શકે. આશ્ચર્યની વાત એ છે કે તેમ છતાં ઊંટ કે બાઇક સવારોને કોઈ સમસ્યા નથી. બાઇક રસ્તા પર સરળતાથી આગળ વધી રહી છે. તેમની પાછળ એક અન્ય વ્યક્તિ બાઇક ચલાવતી વખતે આ દ્રશ્ય પોતાના કેમેરામાં કેદ કરી રહ્યો છે.
આ વીડિયોને 2 લાખથી વધુ લોકોએ જોયો
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર રમેશ મીના નામના યુઝરે શેર કર્યો હતો. માત્ર 16 સેકન્ડના વાયરલ થયેલા આ વીડિયોને 2 લાખથી વધુ લોકોએ જોયો છે. જ્યારે પોસ્ટને છસોથી વધુ લોકોએ લાઈક કરી છે. વિડીયોમાં લખવામાં આવ્યું છે કે, “મે કોમેડીમાં સાંભળ્યું હતું. કે ઊંટને ઇન્ડિગોમાં બેસાડવું મુશ્કેલ છે. પરંતુ આ લોકોએ તેને ગાડી પર બેસાડી દીધું. હે પ્રભુ શું- શું વસ્તુ જોવી પડે છે, પરંતુ સારું થયું કે હું અંધ છું “
આ પણ વાંચો: અમિતાભ બચ્ચને માત્ર એક રૂપિયામાં કરી હતી ‘મોહબ્બતેં’…
વીડિયો ચર્ચાનો વિષય પણ બન્યો
એક યુઝરે લખ્યું, “ઊંટને બાઇક પર બેસવા માટે બનાવવામાં આવ્યું હતું પરંતુ આ કેવી રીતે થયું? બીજાએ કહ્યું, “આજે પહેલીવાર મેં ઊંટને બાઇકની સવારી કરતા જોયુ. જ્યારે કેટલાક લોકોએ આ અંગે નારાજગી વ્યક્ત કરી અને લખ્યું કે પ્રાણીઓને આ રીતે હેરાન ન કરવા જોઈએ. કેટલાક યુઝર્સે તેને કલયુગી કોમેડી તરીકે વર્ણવ્યું છે, જ્યાં ક્યારેક બોટ પર વાહન જોવા મળે છે તો ક્યારેક વાહન પર બોટ જોવા મળે છે. આ વીડિયો જ્યાં લોકો માટે હાસ્યનું કારણ બન્યું તો અમુક લોકો માટે તે ચર્ચાનો વિષય પણ બન્યો છે. હાલ તો હજુ સુધી તે જાણી શકાયું નથી આ વીડિયો ક્યારે અને ક્યાંનો છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને