'Gandhi Baba Jatra' has been held successful  a colony   successful  Latur district IMAGE BY ABP NEWS

લાતુર: પ્રજાસત્તાક દિને દેશની રાજધાનીમાં ભવ્ય પરેડ અને શોભાયાત્રાની ઝાંકી રજૂ કરવામાં આવે છે, પરંતુ મહારાષ્ટ્રના લાતુર જિલ્લાના એક ગામમાં આજના દિવસે રાષ્ટ્રપિતાની આસપાસ કેન્દ્રિત ‘જાત્રા’ અથવા મેળાનું આયોજન થાય છે.

રાજ્યના મોટા ભાગના ગામોમાં સ્થાનિક દેવી-દેવતાઓને સમર્પિત મેળાઓ યોજવામાં આવતા હોય છે, પરંતુ શિરુર અનંતપાલ તાલુકાના ઉજેદ ગામના રહેવાસીઓ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના માનમાં 25થી 27 જાન્યુઆરી દરમિયાન ‘ગાંધી-બાબા જાત્રા’નું આયોજન કરે છે, જે લગભગ સાત દાયકા જૂની પરંપરા જાળવી રાખી હતી.

આપણ વાંચો: પ. બંગાળમાં રામ નવમીના શોભાયાત્રામાં છત પરથી પથ્થરમારો, હિંસક અથડામણમાં ઘણા ઘાયલ

ત્રણ દિવસ સુધી ગામમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. રસ્તા પર ઝંડા લહેરાયા હતા અને રંગબેરંગી રંગોળીઓ દરેક ઘરની સામે દોરવામાં આવી હતી. સરપંચ નંદિની જાધવ ગ્રામ પંચાયત ઓફિસ માં રાખવામાં આવતી ગાંધીજીની પ્રતિમા વાજતે ગાજતે ગામના ચોકમાં લાવ્યા હતાં. મેળામાં કૃષિ પ્રદર્શનો, બાળકો માટેની સ્પર્ધાઓ, કુસ્તીની મેચો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

જાણકારી આપતા મેળા સમિતિના પ્રમુખ અનંત જાધવે જણાવ્યું હતું કે અગાઉ ગામમાં શંકર ભગવાન અને આધ્યાત્મિક વ્યક્તિ મોદિનસાબ ખદરીને સમર્પિત મેળાઓનું આયોજન કરવામાં આવતું હતું. જો કે આઝાદી બાદ મેળાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. 1955માં ગામના વડીલોએ ધાર્મિક ન હોય એવો મેળો યોજવાનું નક્કી કર્યું.

આપણ વાંચો: જલારામ બાપાનું વિરપુરધામ બન્યું રામમય, શોભાયાત્રામાં કોમી એકતાના સુંદર દ્રશ્ય સર્જાયા

એકતા, શાંતિ અને સંવાદિતાના મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે પ્રજાસત્તાક દિને અહિંસાના પૂજારી એવા ગાંધી બાપુના વારસાની ઉજવણી કરવાનો વિચાર રજૂ થયો હતો અને એનું પાલન કરાય છે.

અહીં તમારી જાણ ખાતર જણાવી દઈએ કે દેશમાં આજના દિવસે 30મી જાન્યુઆરીના 1948ના દિવસે ગાંધીજીને ગોળી મારીને હત્યા કરાઈ હતી.

આજે દેશમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના માનમાં યુનિવર્સિટી, વિદ્યાપીઠો તેમના 30મી જાન્યુઆરીના નિર્વાણ દિવસ હોય કે જન્મજંયતીએ અચૂક યાદ કરવામાં આવે છે, પરંતુ મહારાષ્ટ્રના લાતુર તાલુકાના ઉજેદ ગામની પરંપરાને સલામ કરવી પડે.
(પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને