Ropeway work  connected  Girnar closed owed  to beardown  winds

જુનાગઢ: ગુજરાતમાં પ્રસિદ્ધ યાત્રાધામ ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાવાના કારણે રોપ-વે સેવા હાલમાં બંધ કરી દેવામાં આવી હતી. સતત બે દિવસ સુધી રોપવે સેવા બંધ કરી દેવામાં આવી હતી. ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાવાના કારણે યાત્રિકોની સુરક્ષાને કારણે આ નિર્ણય લેવાયો છે.

યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને નિર્ણય

ગિરનાર શિખર પર 60-70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય રહ્યા હોય તેના કારણે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને રોપ-વે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના તાપમાનમાં થયો હતો. આ દરમિયાન વેગીલા પવનના કારણે આ નિર્ણય લીધો હતો.આ અંગે સત્તાધીશોએ જણાવ્યું હતું છે કે, વાતાવરણ અનુકૂળ થયા બાદ અને પવનની ગતિ સામાન્ય થયા પછી રોપ-વે સેવા ફરીથી શરૂ કરવામાં આવશે.

સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ યાત્રાધામ ગિરનારનું ખૂબ જ મહત્વ રહેલું છે. હિંદુ અને જૈન ધર્મના પવિત્ર સ્થાનક સમાન ગિરનાર પર્વત પર દૈનિક હજારો યાત્રાળુઓ અને પ્રવાસીઓ મુલાકાત લેવા આવે છે. ગિરનાર પર્વત પર જૈન દેરાસર, અંબાજી મંદિર અને ભગવાન દત્તાત્રેયના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો આવતા હોય તેમના માટે રોપ વે સુવિધા ખૂબ જ મહત્વની બની રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને